________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ / સૂત્ર-૪
અવતરણિકા :
एतदपि कुत ? इत्याह
-
અવતરણિકાર્થ :
આ પણ=ભગવાનના વચનનું પ્રામાણ્ય પણ કેમ છે ?=પૂર્વમાં વર્ણન કરાયેલા ગુણવાળા સાધુને નિરપેક્ષયતિધર્મના સેવનના નિષેધનું પ્રામાણ્ય કેમ છે ? એથી કહે છે
સૂત્રઃ
सम्पूर्णदशपूर्वविदो निरपेक्षधर्मप्रतिपत्तिप्रतिषेधात् ।।४ / ३७१ ।।
--
સૂત્રાર્થ
સંપૂર્ણ દશ પૂર્વના જાણનારા મુનિને નિરપેક્ષ ધર્મના સ્વીકારનો પ્રતિષેધ હોવાથી પૂર્વમાં વર્ણન કરાયેલા ગુણવાળા મુનિને નિરપેક્ષયતિધર્મ શ્રેયકારી છે. II૪/૩૭૧||
ટીકાઃ
1
सुगममेव, प्रतिषेधश्च
" गच्छे च्चिय निम्माओ जा पुव्वा दस भवे असंपूण्णा ।
नवमस्स तइयवत्थू होइ जहन्नो सुआभिगमो ॥। २०५ ।। " [ पञ्चा० १८/५ ]
[गच्छे एव निर्मातः यावत् पूर्वाणि दश भवेत् असम्पूर्णानि ।
नवमस्य तृतीयवस्तु भवति जघन्यः श्रुताधिगमः ।।१।।]
રૂતિ વચનાવવસીયતે ।।૪/૩૦૨।।
.....
૧૩
-
ટીકાર્થ ઃ
सुगममेव વચનાવવસીયતે ।। સૂત્રાર્થ સુગમ છે અને
“ગચ્છમાં જ નિર્માણ થયેલો=પ્રતિમાકલ્પના પરિકર્મમાં નિષ્ઠાને પામેલો સાધુ જ્યાં સુધી દસપૂર્વ અસંપૂર્ણ છે અને નવમા પૂર્વની ત્રીજી વસ્તુ જઘન્ય શ્રુતનો અધિગમ હોય છે. ર૦૫” (પંચાશક-૧૮/૫)
(ત્યાં સુધી જિનકલ્પ સ્વીકારવાનો અધિકાર છે) એ પ્રકારના વચનથી પ્રતિષેધ જણાય છે.
||૪/૩૭૧||
ભાવાર્થ:
દશ પૂર્વધર સાધુ સૂત્ર-૨માં વર્ણન કર્યું એવા ગુણસંપન્ન હોય છે તેથી તેમને નિરપેક્ષયતિધર્મ સ્વીકારવાનો શાસ્ત્રમાં નિષેધ કરેલ છે, તેથી જણાય છે કે તેવા મહાત્માને નિરપેક્ષયતિધર્મ કરતાં સાપેક્ષયતિધર્મના