________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂગ-૨, ૩ જ સેવવો શ્રેયકારી છે. નિરપેક્ષયતિધર્મની શક્તિ હોવા છતાં તેઓ માટે નિરપેક્ષયતિધર્મ ગ્રહણ કરવો ઉચિત નથી. ૨/૩૬ અવતરણિકા :
વેત ? ત્યાદ – અવતરણિતાર્થ -
કેમ સાપેક્ષયતિધર્મ કરતાં કોઈક દષ્ટિથી અધિક એવા નિરપેક્ષયતિધર્મને ગ્રહણ કરવો આ મહાત્મા માટે ઉચિત નથી ? તે ગ્રંથકારશ્રી આગળના સૂત્રમાં સ્પષ્ટ કરશે – ભાવાર્થ:
કેમ પૂર્વસૂત્રમાં વર્ણન કર્યું એવા મહાત્માને નિરપેક્ષયતિધર્મ પાળવાની શક્તિ હોવા છતાં નિરપેક્ષયતિધર્મ સ્વીકારવો શ્રેયકારી નથી ? એથી કહે છે – સૂત્ર -
वचनप्रामाण्यात् ।।३/३७०।। સૂત્રાર્થ :
વચનનું પ્રામાણ્ય હોવાથી નિરપેક્ષયતિધર્મ સ્વીકારવો ઉચિત નથી એમ અન્વય છે. II/૩૭૦II
ટીકા :
भगवदाज्ञाप्रमाणभावात् ।।३/३७०।।
ટીકાર્ય :
મવિલજ્ઞાનામાવા II ભગવાનની આજ્ઞાના પ્રમાણનો સદ્ભાવ હોવાથી પૂર્વમાં વર્ણન કરાયેલા ગુણવાળા મહાત્માને નિરપેક્ષયતિધર્મ સ્વીકારવો શ્રેય નથી. II૩/૩૭૦ગા. ભાવાર્થ :
પૂર્વસૂત્રમાં વર્ણન કર્યું એવા અનેક ગુણોથી યુક્ત મહાત્મા સાપેક્ષયતિધર્મ અને નિરપેક્ષયતિધર્મ બન્ને સેવી શકે તેમ છે તોપણ જે પ્રકારના સાપેક્ષયતિધર્મના સેવનથી તે મહાત્માને ગુણવૃદ્ધિનો લાભ થાય છે તે પ્રકારનો ગુણવૃદ્ધિનો લાભ નિરપેક્ષયતિધર્મમાં થતો નથી. માટે વીતરાગ ભગવંતે તેવા યતિઓને સાપેક્ષયતિધર્મ સેવનનું જ કહ્યું છે અને નિરપેક્ષયતિધર્મ સેવવાનો નિષેધ કર્યો છે; કેમ કે જે સેવનથી અધિક લાભ થાય તે સેવનની જ ભગવાનની આજ્ઞા હોઈ શકે. આ૩/૩૭૦II