________________
૧૮૨
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૮, ૯ तथा' तेन तेन प्रकारेण अभिष्वङ्गकरणादिना 'आत्मनो' जीवस्य 'दूषणाद्' विकारप्रापणात् T૮/૪૮૬ ટીકાર્ચ -
રા--મોહત' વિવાર પ્રાપNI . આગળમાં કહેવાશે એવા રાગ, દ્વેષ અને મોહ સ્પષ્ટપણે ભાવસંતિપાત રૂપ દોષો છે.
આમાં=રાગ-દ્વેષ અને મોહ દોષો કેમ છે? એમાં, હેતુને કહે છે – તે તે પ્રકારે અભિવ્યંગકરણ આદિથી=સંશ્લેષ કરવા આદિથી, આત્માને જીવને, દૂષણ કરનાર છે વિકાર પ્રાપ્ત કરનાર છે. I૮/૪૮૯ ભાવાર્થ
આત્મામાં વર્તતા રાગ-દ્વેષ અને મોહનો પરિણામ એ સ્પષ્ટ ભાવસંનિપાતરૂપ દોષ છે; કેમ કે બુદ્ધિમાન પુરુષ વિચારે તો સ્પષ્ટ જણાય છે કે રાગના પરિણામમાં જીવ વિહ્વળતાનો અનુભવ કરે છે, કેષના પરિણામમાં પણ જીવ તે પ્રકારનો વિદ્વળતાનો અનુભવ કરે છે. વળી, પદાર્થને યથાર્થ જોવામાં વ્યામોહ કરાવે એવી અજ્ઞાનની પરિણતિમાં પણ જીવ મૂઢતાનો અનુભવ કરે છે. અને વિહવળતાનો અને મૂઢતાનો અનુભવ જીવ માટે દોષરૂપ છે. તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ બતાવે છે કે જે જે પ્રકારે દેહ, શરીરબળ, અન્ય સામગ્રી કે સંયોગો પ્રાપ્ત થયા હોય તે તે પ્રકારે જીવને તે તે પદાર્થોમાં સંશ્લેષકરણ આદિથી રાગાદિ ભાવો જીવને વિકાર પ્રાપ્ત કરાવે છે.
જેમ દરિદ્રને ત્યાં જન્મેલો હોય તો ભીખની પ્રાપ્તિમાં પણ રાગ થાય છે, શ્રીમંતને ત્યાં જન્મેલો ઘણો વૈભવ હોય, પણ સંતોષ ન થાય તો સતત ન્યૂનતા જ દેખાય છે અને ભિખારીની અપેક્ષાએ “ઘણા ધનની પ્રાપ્તિ થઈ હોય છતાં કંઈ પ્રાપ્ત થયું નથી” તેમ માનીને ખેદ જ કરે છે. તેથી તે તે પ્રકારના સંયોગ પ્રમાણે જીવને સદા રાગાદિ ભાવો દૂષિત જ કરે છે. માટે તે પરિણામો સંનિપાતરૂપ દોષ જેવા જ છે. અને જેટલા અંશમાં તત્ત્વના ભાવનથી રાગાદિની અલ્પતા થાય છે તેટલા જ અંશમાં જીવને કંઈક સ્વસ્થતાનું સુખ થાય છે અને સંપૂર્ણ રાગાદિનો નાશ થાય ત્યારે વીતરાગતાનું અને સર્વજ્ઞતાનું પૂર્ણ સુખ થાય છે. I૮૪૮લા અવતરણિકા -
तत्त्वभेदपर्यायैर्व्याख्येति न्यायाद् रागादीनेव तत्त्वत आह - અવતરણિકાર્ચ -
તત્વ, ભેદ અને પર્યાયથી વ્યાખ્યા કરવી જોઈએ એ પ્રકારનો ન્યાય હોવાથી રાગાદિના જ તત્ત્વને કહે છે –