________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩/ અધ્યાય-૭ | સૂત્ર-૨૫, ૨૬
૧૪૩
સૂત્ર :
शुभतरोदयात् ।।२५/४६८ ।। સૂત્રાર્થ :
શુભતરના ઉદયથી=પૂર્વ કરતાં અતિ શુભ એવાં કૃત્યોના પરિપાકથી, કિલષ્ટકર્મોનું વિગમન થાય છે. રપ/૪૬૮ ટીકા :
'शुभतराणाम्' अतिप्रशस्तानां कर्मणां परिपाकात् ।।२५/४६८।। ટીકાર્ય :
માતરમ્... પરિપાવત્ શુભતરોનું અતિપ્રશસ્ત એવા કૃત્યોનો પરિપાક થવાથી શુભકૃત્યોનું સેવન થવાથી ક્લિષ્ટકર્મોનો નાશ થાય છે. ગરપ/૪૬૮ ભાવાર્થ :તે મહાત્માને ઉત્તરના મનુષ્યભવમાં ક્લિષ્ટકર્મોનું વિગમન કેમ પ્રાપ્ત થયું ? એમાં યુક્તિ આપે છે – તે મહાત્માએ પૂર્વના દેવભવમાં અને તે પૂર્વના મનુષ્યભવમાં શુભતર કર્મોનું સેવન કરેલું. તે કર્મો અત્યારે પરિપાક અવસ્થાને પામેલાં છે તેથી ઉત્તમ મનુષ્યભવની પ્રાપ્તિમાં કોઈક પ્રકારની ન્યૂનતા કરે એવાં દૌર્ગત્ય આદિ ક્લિષ્ટ કર્મોનું વિગમન થયેલું છે.
આનાથી એ ફલિત થાય કે અનાદિકાળથી જીવે અશુભ કૃત્યો કરીને ઘણા ક્લિષ્ટકર્મો બાંધ્યાં છે તે સર્વ સંયમના પાલનના બળથી અને દેવભવમાં કરાયેલા ઉત્તમ ભાવથી નષ્ટ નષ્ટતર થાય છે અને વર્તમાનના મનુષ્યભવમાં તે ક્લિષ્ટકર્મો ઘણા નષ્ટ થયાં છે; કેમ કે તે મહાત્માએ છેલ્લા કેટલાક ભવોમાં અતિ પ્રશસ્ત ધર્મને સેવીને તે ક્લિષ્ટકર્મોને અત્યંત નાશ કર્યા છે, તેથી વર્તમાનનો ભવ વિશિષ્ટતર પ્રાપ્ત થયેલો છે. I૫/૪૬૮ અવતરણિકા :
असावपि - અવતરણિકાર્ચ - આ પણ શુભતરનો ઉદય પણ, શેનાથી છે? એથી કહે છે –
સૂત્ર :
નીવવીર્થોત્તાસન ર૬/૪૬૨