________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૮, ૯
૧૨૫ જે કાંઈ ભોગની ઇચ્છારૂપ તૃષા છે તે તૃષાને શમન કરાવનાર ઉત્તમ સામગ્રીની પ્રાપ્તિના બળથી ઉત્તમ સુખપ્રાપ્તિ થાય છે, તેથી તે દેવતાઓ જે કંઈ દેવભવમાં કૃત્ય કરે છે તે સર્વનું પરિણામ સુંદર હોય છે. આથી જ તેઓ નાટક જુએ છે તે પણ તીર્થકર આદિનાં ચરિત્રોથી પ્રતિબદ્ધ એવાં અભિનયોવાળાં હોય છે, તેથી નાટકને જોઈને પણ તેઓ ઉત્તમ પુરુષના ચરિત્રથી આત્માને ભાવિત કરે છે જેથી યોગમાર્ગને અનુકૂળ જ શક્તિનો સંચય થાય છે. વળી, તે દેવોની પ્રકૃતિ તેવી ઉત્તમ હોવાથી તેઓને તેવાં નાટકો જોવામાં જ રસ હોય છે. વિકારી નાટકો જોવા પ્રત્યે તેઓ સ્વભાવથી જ અનાદરવાળા હોય છે.
વળી, તીર્થકરોની ભક્તિ, ધર્મનું શ્રવણ વગેરે પણ તેઓને અત્યંત સુખનું કારણ બને છે; કેમ કે ભગવાનની ભક્તિ અને ધર્મના શ્રવણ દ્વારા પણ વિકારો શાંત થાય છે અને પૂર્વભવમાં સેવાયેલા ધર્મના ફળરૂપે પ્રાપ્ત થયેલા દેવભવના ભોગોથી તેમના વિકારો શાંત થાય છે, તેથી ઉત્તમ વેશ્યાની પ્રાપ્તિ રૂપ સુખ પ્રાપ્ત થાય છે અને તે સુખ પણ ચિત્તની સમાધિરૂપ છે.
અહીં વિશેષ એ છે કે દેવભવમાં પણ જે દેવો સમ્યકુ ધર્મને સેવ્યા વગર આવ્યા છે તેઓના દેવભવને દેવદુર્ગતત્વ શાસ્ત્રકારોએ કહેલ છે. તેવા દેવોને આ પ્રકારની સુખસંપત્તિ નથી. આથી જ નવમા રૈવેયકમાં ગયેલા પણ તેવા દેવોને બહારથી સુખ છે, અંતરંગ રીતે સુખ નથી તે પ્રકારે ઉપદેશરહસ્યમાં સ્પષ્ટ કરેલ છે. માટે સમ્યગુ ધર્મને સેવ્યા વગર જેઓ દેવભવમાં ગયા છે તેઓને અંતરંગ રીતે સુખ નથી પરંતુ સમ્યગુ ધર્મ સેવીને જેઓ દેવભવમાં ગયા છે તેઓને સમ્યક ધર્મના સેવનકાળમાં જેમ સુખ થાય છે તેમ તે ધર્મના સેવનના ફળરૂપે દેવભવમાં પણ સુખ થાય છે અને તે સુખના ભોગકાળમાં તે મહાત્માઓ વિશિષ્ટ પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે જેથી ઉત્તરના મનુષ્યભવમાં પણ વિશિષ્ટ સુખને પ્રાપ્ત કરશે જેને સ્વયં ગ્રંથકારશ્રી આગળમાં બતાવશે. I૮/૪પ૧TI
અવતરણિકા :
તથા –
અવતરણિકાર્ય :
અને – સૂત્ર:
_____ तच्च्युतावपि विशिष्टे देशे विशिष्ट एव काले स्फीते महाकुले निष्कलङ्केऽन्वयेन उदग्रे सदाचारेण आख्यायिकापुरुषयुक्ते अनेकमनोरथापूरकमत्यन्तनिरवद्यं जन्म TI/૪૧૨ સૂત્રાર્થ :
ત્યાંથી ટ્યુત થયે છતે પણ દેવભવમાંથી અવીને મનુષ્યભવમાં આવે ત્યારે પણ, વિશિષ્ટ