________________
૧૦૦
અવતરણિકા :
एतदेव भावयन्नाह
||૭૦/૪૩૭||
-
અવતરણિકાર્થ :
આને જ=પૂર્વમાં કહ્યું કે મધ્યસ્થભાવવાળા મુનિની સ્વયં પ્રવૃત્તિ હોવાથી ઉપદેશ વિફલ છે એને જ, ભાવત કરતાં કહે છે=સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે
સૂત્રઃ
भावयतिर्हि तथाकुशलाशयत्वादशक्तोऽसमञ्जसप्रवृत्तावितरस्यामिवेतरः
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ / સૂત્ર-૭૦
:
–
સૂત્રાર્થ
જે કારણથી ભાવયતિ તેવા પ્રકારનું કુશલ આશયપણું હોવાથી=ચારિત્રની વૃદ્ધિનો હેતુ બને તેવા પ્રકારનું કુશલ આશયપણું હોવાથી, અસમંજસ પ્રવૃત્તિમાં=પ્રમાદ આચરણારૂપ અસમંજસ પ્રવૃત્તિમાં, અશક્ત છે=અસમર્થ છે. જેમ ઇતર=ભાવરહિત સાધુવેશધારી સાધુ, ઇતરમાં= ઉચિત પ્રવૃત્તિમાં અસમર્થ છે. II૭૦/૪૩૭II
ટીકા ઃ
‘ભાવતિ: ' પરમાર્થસાધુઃ ‘:િ’ યસ્માત્ ‘તથા’ તત્પ્રાશ્ચારિત્રવૃદ્ધિòતુરિત્યર્થ: ‘શત: ' પરિશુદ્ધ: ‘આશવ:' ચિત્તમસ્ય, તદ્ભાવસ્તત્ત્વમ્, તસ્માત્, ‘અશ :' અસમર્થો ‘અસમગ્ગસપ્રવૃત્તો' અનાચારसेवारूपायाम्, दृष्टान्तमाह - 'इतरस्यामिव' भावतः समञ्जसप्रवृत्ताविव 'इतर: ' अभावयतिर्विडम्बकપ્રાયઃ ।।૭૦/૪૩૭।।
ટીકાર્ય ઃ
‘ભાવતિ:' અમાવયતિવિદ્યુમ્નપ્રાયઃ ।। હિ=જે કારણથી ભાવયતિ=પરમાર્થ સાધુ=સંસારના વાસ્તવિક સ્વરૂપને સ્પષ્ટ જાણીને સંસારના ઉચ્છેદ માટે બદ્ધલક્ષ્યવાળા સાધુ, તે પ્રકારે ચારિત્રની વૃદ્ધિનો હેતુ=પોતે જે સંયમસ્થાનમાં છે તેને પૂર્ણશક્તિથી દૃઢ-દૅઢતર કરે એવા ચારિત્રની વૃદ્ધિનો હેતુ, કુશલ આશય છે આને=પરિશુદ્ધ ચિત્તનો પરિણામ છે આને, તેઓ તથાકુશલઆશયવાળા છે, તદ્ભાવપણું હોવાથી=તથાકુશલઆશયવાળાપણું હોવાથી, અસમંજસ પ્રવૃત્તિમાં=અનાચાર સેવવારૂપ પ્રમાદ આચરણામાં=સંયમના કંડકની વૃદ્ધિનું કારણ ન બને તેવી સ્થૂલ બાહ્ય આચરણામાં, અશક્ત છે=અસમર્થ છે=ભાવયતિ અસમર્થ છે.
દૃષ્ટાંતને કહે છે –