________________
પર
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૩ | સૂત્ર-૨૦ ટીકાઃ
'गृहीतेषु' प्रतिपन्नेषु सम्यग्दर्शनादिषु गुणेषु किमित्याह-निरतिचारपालनमिति, अतिचारो विराधना देशभङ्ग इत्येकोऽर्थः, अविद्यमानोऽतिचारो येषु तानि 'अनतिचाराणि,' तेषाम् ‘अनुपालनं' धरणं कार्यम, अतिचारदोषोपघातेन हि कुवातोपहतसस्यानामिव स्वफलप्रसाधनं प्रत्यसमर्थत्वादमीषामिति પાર/શરૂા. ટીકાર્ય :
દીકુ'... મનીષાભિતિ | ગ્રહણ કરાય છત=સમ્યફદર્શન આદિ ગુણોનો સ્વીકાર કરાયે છતે નિરતિચાર પાલન કરવું જોઈએ.
અતિચારનો અર્થ સ્પષ્ટ કરે છે – અતિચાર, વિરાધના, દેશભંગ એક અર્થ છે-એકાર્યવાચી શબ્દો છે. નિરતિચારપાલનનો અર્થ સ્પષ્ટ કરે છે –
અવિદ્યમાન અતિચાર છે જેમાં તે અનતિચારવાળા છે, તેઓનું તે વ્રતોનું, અનુપાલન કરવું જોઈએ=ધારણ કરવું જોઈએ; કેમ કે અતિચાર દોષના ઉપધાતથી કુવાયુથી હણાયેલા ધાન્યની જેમ સ્વફળની પ્રાપ્તિ પ્રત્યે આમનું વ્રતોનું, અસમર્થપણું છે.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ર૦/૧૫૩મા ભાવાર્થ -
ઉપદેશક યોગ્ય શ્રોતાને તેની શક્તિ અનુસાર બધાં અણુવ્રતો કે કેટલાંક અણુવ્રતો વિધિપૂર્વક આપે છે તેમ પૂર્વમાં કહ્યું. તે રીતે વ્રતો આપ્યા પછી ઉપદેશક શ્રોતાને તીવ્ર સંવેગ પેદા થાય તે રીતે વ્રતોનું માહાસ્ય બતાવે છે અને આ વ્રતોનું નિરતિચારપાલન કરનારા સાત્ત્વિક પુરુષોનાં દૃષ્ટાંતો બતાવે છે અને કહે છે કે જે વ્રતો સ્વીકારાયેલાં છે તેમાં કોઈ અતિચાર ન લાગે તે રીતે સ્વીકારાયેલાં વ્રતોનું પાલન કરવું જોઈએ; કેમ કે જેમ ધાન્ય ઊગેલું હોય અને કુત્સિત વાયુ વાય અર્થાતુ વાવાઝોડું થાય તો તેનાથી હણાયેલા તે ધાન્યના છોડો ઉચિત ધાન્ય નિષ્પન્ન કરવા સમર્થ બનતા નથી, તેમ સ્વીકારાયેલાં વ્રતોમાં કુત્સિત વાયુ તુલ્ય વ્રતોમાં સ્કૂલના પમાડે તેવા જીવના પરિણામથી હણાયેલા ક્ષયોપશમ ભાવના પરિણામવાળા તે વ્રતો કર્મના ઉદયથી મલિનતાને પામીને પોતાના ફળને આપવા સમર્થ બનતા નથી, તેથી અતિચારથી કલંકિત થયેલાં વ્રતો ગુણસ્થાનકની વૃદ્ધિને અને સર્વવિરતિના શક્તિના સંચયરૂપ ફળને આપવા માટે સમર્થ બનતાં નથી, પરંતુ વ્રતગ્રહણકાળમાં તીવ્ર સંવેગથી વ્રતનો પરિણામ પ્રગટ થયેલો હોય તે પણ મલિન થઈને નાશ પામે છે. માટે વ્રતો સ્વીકાર્યા પછી સદા વ્રતોની મર્યાદાનું સ્મરણ કરીને અને “વ્રતોના અતિચારો કંકસ્થાનીય છે તેથી દેશચારિત્રરૂપ દેહનો વિનાશ કરનાર છે' તેમ ભાવન કરીને, અતિચારના પરિહાર માટે ઉદ્યમ કરવો જોઈએ, તે પ્રકારે ગુરુ યોગ્ય શ્રોતાને ઉપદેશ આપે છે. ૨૦/૧પ૩