SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૬ સ્થૂલ એવા પ્રાણાતિપાત એ સ્થૂલપ્રાણાતિપાત આદિ શબ્દથી સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન, સ્થૂલ અબ્રહ્મ અને સ્થૂલ પરિગ્રહ ગ્રહણ થાય છે. તે પ્રાયઃ પ્રતીતરૂપ જ છે, તેથી ટીકાકારશ્રી તેવું વર્ણન કરતા નથી. ‘તતસ્તેભ્યઃ'નો સમાસ સ્પષ્ટ કરે છે - Be તેનાથી=સ્થૂલપ્રાણાતિપાત આદિથી=પાંચ મહાપાપોથી, વિરમણ વિરતિ છે અને તે વિરતિ સાધુનાં વ્રતોથી અણુવ્રતોરૂપ છે અને તે સંખ્યાથી પાંચ અણુવ્રતોરૂપ છે. અહીં અણુવ્રતોમાં બહુવચનનો પ્રયોગ હોવા છતાં પણ જે વિરતિ એ પ્રકારનો એકવચનનો પ્રયોગ છે તે સર્વત્ર=પાંચે અણુવ્રતોમાં, વિરતિ સામાન્યની અપેક્ષાથી છે. ‘કૃતિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ।।૧૬/૧૪૯।। ભાવાર્થ:. આત્મા આત્માના ભાવોમાં જવા માટે યત્નમાં પ્રમાદ કરે તે પ્રમત્તયોગ છે અને પ્રમત્તયોગથી જે જીવોની હિંસા તે પ્રાણાતિપાત છે. તેથી જે શ્રાવક અણુવ્રત સ્વીકારે તે સંપૂર્ણ અહિંસાના પાલનના શક્તિસંચય અર્થે દેશવિરતિ ગ્રહણ કરે ત્યારે શ્રાવકની સર્વ ઉચિત ક્રિયાકાળમાં પૃથ્વી આદિ જીવોની હિંસા શક્ય તેટલી કેમ ઓછી થાય અને ત્રસકાયના જીવોનું પાલન કેમ થાય ? તેને અનુરૂપ અપ્રમાદભાવથી મન-વચન-કાયાની સર્વ ઉચિત ક્રિયા કરે તે સ્થૂલ પ્રાણાતિપાતથી વિરમણરૂપ પહેલું અણુવ્રત છે. વળી, વિવેકી શ્રાવક સંપૂર્ણ મૃષાવાદના પરિહારપૂર્વક નિરવદ્ય ભાષા બોલનાર સાધુની જેમ સૂક્ષ્મ મૃષાવાદના પરિહારરૂપ મહાવ્રતની શક્તિનો સંચય થાય તે રીતે પોતાની ભૂમિકા અનુસાર સ્થૂલ મૃષાવાદનો પરિહાર કરે તો તે બીજા અણુવ્રતરૂપ વિરતિનો પરિણામ છે. વળી, વિવેકી શ્રાવક ચા૨ પ્રકારના તીર્થંકરઅદત્ત આદિથી વિરામ પામેલા સુસાધુની જેવી શક્તિના સંચય અર્થે સ્થૂલથી પરદ્રવ્યના અગ્રહણરૂપ અદત્તાદાનનું વિરમણ કરે તે ત્રીજા અણુવ્રત રૂપ વિરતિનો પરિણામ છે. વળી, સંપૂર્ણ ત્રણે યોગથી કામવિકારનું શમન કરીને આત્માના મૂળ સ્વરૂપમાં ઉદ્યમ કરનારા સુસાધુના બ્રહ્મરૂપ મહાવ્રતને પ્રગટ કરવાના અભિલાષરૂપ સ્વશક્તિ અનુસાર બ્રહ્મચર્યના પાલનમાં વિવેકી શ્રાવક જે ઉદ્યમ કરે છે તે ચોથા અણુવ્રતરૂપ વિરતિનો પરિણામ છે. વળી, જે સાધુઓ દેહથી માંડીને બાહ્ય સર્વ પરિગ્રહ વગરના છે, માત્ર ધર્મના ઉ૫ક૨ણરૂપે દેહ આદિને ધારણ કરે છે અને બાહ્ય સર્વ પરિગ્રહના ત્યાગના બળથી સર્વત્ર મમત્વના ઉચ્છેદ માટે સતત ઉદ્યમ કરી રહ્યા છે અને દેહાદિ સર્વમાં નિર્મમ ભાવ વર્તે તે રીતે સર્વ પરિગ્રહથી રહિત છે તેવા સર્વ પરિગ્રહ રહિત અવસ્થાના પ્રતિસંધાનપૂર્વક સ્વભૂમિકા અનુસાર બાહ્ય પરિગ્રહનો સંકોચ કરીને જે સ્થૂલથી પરિગ્રહપરિમાણવ્રત શ્રાવક ગ્રહણ કરે છે તે વિવેકી શ્રાવકને પાંચમા અણુવ્રતરૂપ વિરતિનો પરિણામ છે.
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy