________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૩, ૧૪ અને જેમ દૃષ્ટાંતમાં વસંતપુર નગર બતાવ્યું તેમ પ્રસ્તુતમાં સંસાર નગર છે. અને જેમ દૃષ્ટાંતમાં રાજા બતાવ્યો તેમ પ્રસ્તુતમાં શ્રાવક રાજાસ્થાને છે. અને જેમ દૃષ્ટાંતમાં શ્રેષ્ઠી બતાવ્યો તેમ પ્રસ્તુતમાં શ્રેષ્ઠી ગુરુસ્થાને છે અને જેમ તે રાજાએ તે શ્રેષ્ઠીના પુત્રોને વધ માટે આદેશ કર્યો તેમ છ કાયના પાલન કરનારા ગુરુ માટે સંસારવર્તી છ કાયના સર્વ જીવો પુત્રસ્થાને છે, તેથી જેમ વિવેકી પિતા પુત્રનું ઉચિત રીતે પાલન કરીને તેનું હિત કરે છે તેમ ગુરુ છ કાયના જીવોનું પાલન કરીને તેઓનું હિત કરે છે. આથી જ સાધુ પૃથ્વી આદિ જીવોની હિંસાના વર્જન દ્વારા તેઓનું હિત કરે છે. વળી, જે મનુષ્ય આદિ યોગ્ય જીવો છે તેઓને ભગવાનના શાસનનું તત્ત્વ બતાવીને તેઓનું હિત કરે છે. અને જે જીવો ધર્મ પામે તેવા નથી તેઓને પણ પોતાનાથી દુર્લભબોધિ આદિની પ્રાપ્તિ ન થાય તે પ્રકારના હિતનો યત્ન કરે છે, તેથી ગુરુ છ કાયના પાલક છે. અને તેમના પુત્ર જેવા તે છ કાયના વધમાં રાજા તુલ્ય શ્રાવક પ્રવૃત્ત છે અને તે શ્રાવકને ઉચિત ઉપદેશ આપવા દ્વારા સમ્યક્ત્વ આદિના ક્રમથી દેશવિરતિ પ્રદાન કરે ત્યારે તે શ્રાવકના દેશવિરતિના પાલનથી મોટા પુત્ર તુલ્ય ત્રસજીવોનું રક્ષણ કરે છે. આમ છતાં જેમ તે પિતાને મોટા પુત્રને છોડાવતાં શેષપુત્રોની હિંસાની અનુમતિ નથી, પરંતુ તે હિંસાથી શેષપુત્રોનું રક્ષણ અશક્ય જણાવાથી મોટા પુત્રને છોડાવે છે. તેમ શ્રાવક દ્વારા છ કાયનું પાલન અશક્ય જણાવાથી ગુરુ તેને ત્રસ કાયના પાલનનો ઉપદેશ આપે છે, તેથી શ્રાવક દ્વારા થતી શેષ કાયના વધની અનુમતિનો સાધુને દોષ નથી. II૧૩/૧૪૬II
અવતરણિકા :
૩૪
विधिनाऽणुव्रतादिप्रदानमित्युक्तं प्रागतस्तमेव दर्शयति
અવતરણિકાર્થ :
વિધિપૂર્વક અણુવ્રતાદિનું પ્રદાન કરવું જોઈએ એ પ્રમાણે પૂર્વમાં કહેવાયું=સૂત્ર-૮માં કહેવાયું, તેને જ બતાવે છે
સૂત્રઃ
--
—
-
योगवन्दननिमित्तदिगाकार शुद्धिर्विधिः ।।१४ / १४७।।
સૂત્રાર્થ
યોગ, વંદન, નિમિત્ત, દિક્ અને આકારની શુદ્ધિ વિધિ છે. ।।૧૪/૧૪૭II
ટીકા ઃ
इह 'शुद्धि'शब्दः प्रत्येकमभिसंबध्यते, ततो योगशुद्धिर्वन्दनशुद्धिर्निमित्तशुद्धिर्दिक्शुद्धिराकारशुद्धिश्च विधिः अणुव्रतादिप्रतिपत्तौ भवति, तत्र योगाः कायवाङ्मनोव्यापारलक्षणाः, तेषां 'शुद्धिः ' सोपयोगात्वरगमननिरवद्यभाषणशुभचिन्तनादिरूपा, 'वन्दन 'शुद्धिः अस्खलितामिलितप्रणि