________________
૨૬
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૨ અવતરણિકા -
ननु सर्वसावद्ययोगप्रत्याख्यानाक्षमस्याणुव्रतादिप्रतिपत्तौ सावद्यांशप्रत्याख्यानप्रदाने कथमितरत्रांशे नानुमतिदोषप्रसङ्गो गुरोः इत्याशङ्क्याह - અવતરણિતાર્થ :
નનુથી શંકા કરે છે – સર્વ સાવધયોગના પચ્ચકખાણ કરવા માટે અસમર્થ એવા શ્રોતાના અણુવ્રતાદિના સ્વીકારમાં સાવધતા અંશના પ્રત્યાખ્યાનના પ્રદાનમાં=સાવદ્ય એવી પાપપ્રવૃત્તિના એક અંશના પચ્ચકખાણના દાનમાં, ગુરુને ઇત્તર અંશમાં=પચ્ચકખાણથી ઇત્તર અંશમાં અનુમતિ દોષનો પ્રસંગ કેમ નહિ થાય ? એ પ્રકારની આશંકા કરીને કહે છે – સૂત્ર -
भगवद्वचनप्रामाण्यादुपस्थितदाने दोषाभावः ।।१२/१४५।।
સૂત્રાર્થ :
ભગવાનના વચનના પ્રામાણ્યથી ઉપસ્થિત એવા શ્રોતાને દાનમાં-અણુવ્રતાદિના દાનમાં, દોષનો અભાવ છે. ll૧૨/૧૪૫ll ટીકા :_ 'उपासकदशादौ' हि भगवता स्वयमेव 'आनन्दादि'श्रमणोपासकानामणुव्रतादिप्रदानमनुष्ठितमिति श्रूयते, न च भगवतोऽपि तत्रानुमतिप्रसङ्ग इति प्रेर्यम्, भगवदनुष्ठानस्य सर्वाङ्गसुन्दरत्वेनैकान्ततो दोषविकलत्वात् इति 'भगवतो वचनस्य प्रामाण्यादुपस्थितस्य' ग्रहीतुमुद्यतस्य जन्तोरणुव्रतादिप्रदाने साक्षिमात्रभावमवलम्बमानस्य सावधांशानिरोधेऽपि नानुमतिप्रसङ्गो गुरोः, प्रागेव तस्य स्वयमेव તત્ર પ્રવૃત્તત્વાલિતિ ૨૨/૧૪ ટીકાર્ય :
‘૩૫રવારો'.. પ્રવૃત્તાત્વાહિતિ ા ઉપાસકદશાદિમાં “ભગવાન વડે સ્વયં જ આનંદાદિ શ્રાવકોને અણુવ્રતાદિ પ્રદાન કરાયેલ છે" એ પ્રમાણે સંભળાય છે અને ભગવાનને પણ ત્યાં=આપેલા અણુવ્રતાદિથી ઈતર અંશમાં, અનુમતિનો પ્રસંગ છે એ પ્રમાણે કહેવું નહિ; કેમ કે ભગવાનના અનુષ્ઠાતનું સવાંગસુંદરપણું હોવાને કારણે એકાંતથી દોષવિક્લપણું છે. એથી ભગવાનના વચનના પ્રામાણ્યથી= ઉપાસકદશાંગસૂત્ર આદિના વચનરૂપ ભગવાનના વચનના પ્રામાણ્યથી, ઉપસ્થિતને વ્રતગ્રહણ કરવા માટે તત્પર એવા જંતુને, અણુવ્રતાદિના પ્રદાનમાં સાક્ષી માત્ર ભાવને અવલંબન કરનાર ગુરુને સાવઘના અંશના અતિરોધમાં પણ=વ્રતને લેનારા શ્રાવક દ્વારા વ્રતથી અન્ય એવા સાવઘતા અંશના