SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૮૭ ટીકા : "विधिना' आलोचनव्रतोच्चारपरक्षामणाऽनशनशुभभावनापञ्चपरमेष्ठिस्मरणलक्षणेन 'देहस्य त्यागः' परित्यजनम्, पण्डितमरणाराधनमित्यर्थः, 'इति'शब्दः परिसमाप्तौ ।।८७/३५६।। ટીકાર્ય : વિધિના' સાપેક્ષત્તિથ વિધિથી=આલોચના, વ્રતનું ઉચ્ચારણ, અન્ય સાધુઓને ક્ષમાપન, અનશન, શુભભાવના અને પંચપરમેષ્ઠિના સ્મરણરૂપ વિધિથી, દેહનો ત્યાગ કરવો જોઈએ પંડિતમરણ સ્વીકારવું જોઈએ. “તિ' શબ્દ પરિસમાપ્તિમાં છે. li૮૭/૩૫૬ ભાવાર્થ સાધુએ ઉત્કૃષ્ટથી ૧૨ વર્ષ પૂર્વે અને જઘન્યથી છ મહિના પૂર્વે સંલેખના કરીને પંડિતમરણને સાધવું જોઈએ અર્થાત્ જે મરણ ઘણાં મરણની પરંપરાનો અંત કરે અને પરિમિત મરણો દ્વારા અમરણધર્મરૂપ અમર અવસ્થાની પ્રાપ્તિનું કારણ બને. આવા પંડિતમરણ માટે ઉદ્યમ કરતા સાધુને અનશન સ્વીકાર્યા પૂર્વે જ સંલેખનાકાળમાં કોઈક રીતે મૃત્યુ ઉપસ્થિત થાય તો વિધિપૂર્વક દેહનો ત્યાગ કરવો જોઈએ તે વિધિ સંક્ષેપથી બતાવે છે – દીક્ષાના પ્રારંભથી માંડીને જે કાંઈ અતિચારો સંયમજીવનમાં થયા હોય જેની આલોચના કરીને પૂર્વમાં શુદ્ધિ કરેલ છે તેવા પણ અતિચારોનું સૂક્ષ્મબુદ્ધિથી આલોચન કરીને ગીતાર્થ આગળ નિવેદન કરવું જોઈએ અને તે અતિચારો પ્રત્યે અત્યંત જુગુપ્સા થાય તેવો યત્ન કરવો જોઈએ. વળી, દીક્ષા વખતે પોતે મહાવ્રતોને ઉચ્ચરાવેલાં છે તે મહાવ્રતોને ફરી ઉચ્ચરાવવાં જોઈએ. જેથી તે મહાવ્રતો પ્રત્યેનો પરિણામ અત્યંત દઢ થાય. વળી, સમુદાયમાં ગુર્વાદિની સાથે કે કોઈ અન્ય સાધુ સાથે અનાભોગથી પણ કોઈક અપ્રીતિકારક વચન બોલાયેલું હોય તે સર્વનું સ્મરણ કરીને અત્યંત ભાવપૂર્વક ખમાવવા જોઈએ જેથી અલ્પ પણ દ્વેષના સંસ્કારો કોઈના પ્રત્યે રહે નહિ. વળી, તે મહાત્માએ સર્વ પ્રકારના આહારનો ત્યાગ કરીને અનશન સ્વીકારવું જોઈએ અને આ ચાર ગતિઆત્મક સંસાર કેવો વિડંબનારૂપ છે અને તેનાથી નિસ્તારના ઉપાયનું કારણ સર્વજ્ઞના વચન અનુસાર કરાયેલો દૃઢ ઉદ્યમ છે અને તેના ફળરૂપ શાશ્વત મુક્ત અવસ્થા આત્માની સુંદર અવસ્થા છે ઇત્યાદિ શુભ ભાવનાથી આત્માને અત્યંત ભાવિત કરવો જોઈએ. જ્યારે ઉપયોગની શિથિલતા થાય, વિચારની શક્તિઓ ક્ષીણ થવા લાગે ત્યારે પંચપરમેષ્ઠિના સ્વરૂપાત્મક નવકારમાં=સાધુને અર્થથી જે અત્યંત આત્મસાત્ થયેલ છે અને સાધુજીવનમાં પોતાનો આત્મા જેનાથી અત્યંત વાસિત છે તેવા પંચપરમેષ્ઠિના સ્વરૂપાત્મક નવકારમાં, ઉદ્યમ કરવો જોઈએ. આ પ્રકારની વિધિથી જે સાધુ દેહનો ત્યાગ કરે છે તે પંડિતમરણની આરાધનાને પ્રાપ્ત કરે છે. ll૮/૩પકા
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy