________________
૩૩૪
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૭૮, ૭૯ यतिसमाचारवशोपलब्धसमुत्कृष्टोपष्टम्भतया मृत्योरपि नोद्विजितव्यम्, किं पुनरन्यभयस्थानेभ्य इति, अत एवोक्तमन्यत्र - “प्रायेणाकृतकृत्यत्वान्मृत्योरुद्विजते जनः ।
તત્યા: પ્રતીક્ષત્તે મૃત્યુ પ્રિમિતિથિમ્ ૨૬૬ ” [] TI૭૮/૩૪૭ ટીકાર્ય :
સર્વથા' ... પ્રિમિતિથિન્ II સર્વથા=આલોક અને પરલોકના ભયાદિ સર્વ પ્રકારથી, ભયનો ત્યાગ કરવો જોઈએ; કેમ કે નિરતિચાર યતિના સમાચારના વશથી પ્રાપ્ત થયેલા ઉત્કૃષ્ટ ઉપખંભકપણાને કારણે પ્રાપ્ત થયેલા ઉત્કૃષ્ટ સત્વને કારણે, સાધુએ મૃત્યુથી પણ ઉદ્વેગ કરવો જોઈએ નહીં. તો વળી અન્ય ભયસ્થાનોથી કેવી રીતે ઉદ્વેગ પામે ? આથી જ=સાધુએ નિર્ભય થવું જોઈએ આથી જ, અન્યત્ર કહેવાયું છે –
“પ્રાયઃ કરીને અકૃત ઉચિત કૃત્યપણું હોવાથી લોક મૃત્યુથી ઉદ્વેગ પામે છે. કૃતકૃત્ય પુરુષો તો પ્રિય અતિથિની જેમ મૃત્યુની પ્રતીક્ષા કરે છે. ૧૯૯" ) i૭૮/૩૪૭ના ભાવાર્થ -
સાધુએ પોતાના યોગમાર્ગના પ્રયત્નના પ્રકર્ષ અર્થે સર્વથા ભયનો ત્યાગ કરવો જોઈએ=આ લોકના પ્રતિકૂળ સંયોગો આવશે, મૃત્યુ આવશે ઇત્યાદિનો ભય ધારણ કરવો જોઈએ નહિ અને પરલોકમાં ક્યાં જઈશું, શું થશે ? ઇત્યાદિનો ભય ધારણ કરવો જોઈએ નહિ. પરંતુ વિચારવું જોઈએ કે સંસાર ભયથી વ્યાપ્ત હોવા છતાં, તેમાંથી છૂટવાના પ્રબળ આલંબનરૂપ ભગવાનનું અને ભગવાનનાં વચનનું જેને શરણ મળ્યું છે તેને કોઈ ભય નથી. અને પોતે ભગવાનના વચનના પરમાર્થને જાણવા માટે અને જાણ્યા પછી સ્વભૂમિકા અનુસાર ધર્મ સેવવા યત્ન કરે છે તો અવશ્ય પોતાનાથી કરાયેલો ધર્મ તેનું રક્ષણ કરશે. આથી જ નિરતિચાર ચારિત્ર પાળનારા મહાત્માઓ નિરતિચાર ચારિત્રના પાલનના બળથી ઉત્કૃષ્ટ શક્તિનો સંચય કર્યો હોવાથી મૃત્યુથી પણ ભય પામતા નથી પરંતુ સર્વત્ર નિર્ભય થઈને સમભાવમાં ઉદ્યમ કરે છે; કેમ કે સમભાવનો જ પ્રકર્ષ આત્માને મોક્ષઅવસ્થામાં સંપૂર્ણ ભયથી પર કરશે. ll૭૮/૩૪ળા અવતરણિકા :તથા –
અવતરણિકાર્ય :
અને –
સૂત્રઃ
તુચારમાગ્યનતા TI૭૬/૩૪૮