SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫| સૂત્ર-૭૪, ૭૫ ૩૨૯ ટીકા :___ 'आज्ञाया' भगवद्वचनस्य पदे पदे हृदयेऽनुस्मृतिः कार्या, भगवद्वचनानुस्मरणस्य भगवत्स्मरणरूपत्वेन महागुणत्वात्, यदुक्तम्"अस्मिन् हृदयस्थे सति हृदयस्थस्तत्त्वतो मुनीन्द्र इति । हृदयस्थिते च तस्मिन् नियमात् सर्वार्थसंसिद्धिः ।।१९७।।" [षोडश० २१४] इति ।।७४/३४३।। ટીકાર્ય - મારા' રૂતિ | સાધુએ આજ્ઞાનું ભગવાનનાં વચનનું પદેપદે દરેક પ્રવૃત્તિ કરતી વખતે હદયમાં અનુસ્મરણ કરવું જોઈએ; કેમ કે ભગવાનનાં વચનના સ્મરણનું ભગવાનના સ્મરણરૂપપણું હોવાથી મહાગુણપણું છે. જે કારણથી કહેવાયું છે – “આ હૃદયમાં હોતે છતે=ભગવાનનું વચન હૃદયમાં હોતે છતે તત્ત્વથી મુનીન્દ્ર વીતરાગ એવા તીર્થંકર હદયમાં છે અને વીતરાગ એવા તીર્થકર હદયમાં હોતે છતે નિયમથી સર્વ પ્રયોજનની સંસિદ્ધિ છે. ૧૯૭" (ષોડશક – ૨/૧૪) II૭૪/૩૪૩ ભાવાર્થ : સાધુએ સંયમજીવનના પ્રારંભથી માંડીને પ્રતિદિન જે કાંઈ સંયમની ઉચિત ક્રિયા કરવાની હોય તે ક્રિયાના પ્રારંભમાં ભગવાનના વચનનું સ્મરણ કરવું જોઈએ અને વિચારવું જોઈએ કે ભગવાને આ ક્રિયા આ બાહ્ય વિધિથી અને આ અંતરંગ ઉપયોગથી આ રીતે કરીને પોતાના તુલ્ય થવા માટે=ભગવાનના તુલ્ય થવા માટે, ઉપદેશ આપેલો છે, તેથી સાધુની દરેક ક્રિયા પૂર્વે વીતરાગ, વીતરાગરૂપે સ્મરણમાં આવે છે અને વીતરાગ થવાના યત્નરૂપે જ તે ક્રિયામાં યત્ન થાય છે, તેથી આજ્ઞાના સ્મરણપૂર્વક કરાયેલી ક્રિયાથી સતત વીતરાગતાને અનુકૂળ અંતરંગ શક્તિનો સંચય થાય છે અને તે તે ક્રિયામાં ક્યાંય સ્કૂલના થાય ત્યારે પણ વીતરાગનાં વચનનું સ્મરણ કરીને તે સ્કૂલનાની શુદ્ધિનો સંકલ્પ કરીને સાધુ ઉચિત કાળે તે અલનાની શુદ્ધિ કરે છે. તેથી જે સાધુના હૈયામાં વીતરાગ થવાના ઉપાયરૂપે વીતરાગનું સ્મરણ સદા વર્તતું હોય તે મહાત્માને સર્વ પ્રયોજનોની સિદ્ધિ થાય છે; કેમ કે વીતરાગના ગુણોથી ભાવિત થયેલું તે મહાત્માનું ચિત્ત સદ્ગતિઓની પરંપરા દ્વારા શીઘ્ર તે મહાત્માને વીતરાગ તુલ્ય બનાવશે. II૭૪/૩૪૩ અવતરણિકા : તથા – અવતરણિકાર્ય :અને –
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy