________________
૩૧૮
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ ) અધ્યાય-૫ | સૂત્ર-૧૩, ૧૪ જિનવચન અનુસાર યોગમાં પ્રવર્તાવી શકે છે તેમ અન્ય જીવોને પણ જ્ઞાનાદિનો બોધ કરાવીને વિશેષ પ્રકારે યોગમાં પ્રવર્તાવી શકે તેવા છે, તેવા મહાત્માઓએ આ સાધુ આપણા ગચ્છના છે કે આ સાધુ પરગચ્છના છે એવો વિભાગ કર્યા વગર યોગ્ય જીવો પ્રત્યે મહાકરુણાના પરિણામપૂર્વક તેઓના હિત અર્થે શાસ્ત્રઅધ્યયન કરાવવામાં યત્ન કરવો જોઈએ, પરંતુ હું તેઓને અધ્યયન કરાવીશ તો તેઓ મારી વૈયાવચ્ચ કરશે કે મારી ખ્યાતિ વધશે એવા કોઈ પરિણામને કર્યા વગર કેવલ આ સંસારસમુદ્રમાંથી તેઓ પણ સુખપૂર્વક નિસ્તારને પામી શકે તેવા શુભ અધ્યવસાયથી યથાર્થ બોધનું કારણ બને તે રીતે તેઓને અધ્યયન કરાવવું જોઈએ. ૩/૩૩શા અવતરણિકા - તથા –
અવતરણિકાર્ય :
અને –
સૂત્ર :
Tળવોષનિરૂપણમ્ ગદ્દ૪/રૂરૂરૂા. સૂત્રાર્થ :
ગુણદોષનું નિરૂપણ કરવું જોઈએ અવલોકન કરવું જોઈએ. II૬૪/૩૩૩ ટીકા :
સર્વત્ર વિહારો વચ્ચે “જુવોથોર્નિરૂપ' સર્વમ્ ૬૪/ર૩રૂા. ટીકાર્ય :
સર્વત્ર ..... વાર્થમ્ | સર્વત્ર વિહાર આદિ કર્તવ્યમાં ગુણદોષનું અવલોકન કરવું જોઈએ. li૬૪/૩૩૩ ભાવાર્થ - -
સાધુને માટે જે જે ઉચિત ક્રિયાઓ ભગવાને બતાવી છે તે ક્રિયામાંથી કઈ ઉચિત ક્રિયાઓ હું જિનવચન અનુસાર કરીને વિશેષ પ્રકારના સંયમના પરિણામને પ્રાપ્ત કરી શકું છું તે રૂપગુણનું અવલોકન કરવું જોઈએ અને કઈ ઉચિત ક્રિયાઓ શાસ્ત્રમાં વિહત હોવા છતાં તેવા પ્રકારની પોતાની શક્તિના અભાવને કારણે તે પ્રવૃત્તિથી પોતાને ક્લેશરૂપ દોષની પ્રાપ્તિ થાય છે તેનું સૂક્ષ્મ બુદ્ધિથી સાધુએ સદા અવલોકન કરવું જોઈએ, જેથી સાધુ એકાંતે કલ્યાણની પ્રાપ્તિ થાય તેવી ઉચિત આચરણા કરી શકે. ll૧૪/૩૩૩