________________
૧૪
સૂત્રાર્થઃ
:
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૬
જિનવચનનાં શ્રવણાદિથી કર્મના ક્ષયોપશમના કારણે=જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મિથ્યાત્વમોહનીય આદિ કર્મના ક્ષયોપશમના કારણે સમ્યગ્દર્શન થાય છે એ પ્રમાણે ઉપદેશક શ્રોતાને કહે. II૬/૧૩૯||
ટીકા ઃ
'
'जिनवचनश्रवणं' प्रतीतरूपमेव, 'आदि' शब्दात् तथाभव्यत्वपरिपाकापादितजीववीर्यविशेषलक्षणो निसर्गों गृह्यते, ततो जिनवचनश्रवणादेः सकाशात् यः 'कर्मक्षयोपशमादिः ' कर्मणः ज्ञानावरणदर्शनावरणमिथ्यात्वमोहादेः क्षयोपशमोपशमक्षयलक्षणो गुणः तस्मात् 'सम्यग्दर्शनं' तत्त्वश्रद्धानलक्षणं विपर्ययव्यावृत्तिकारि असदभिनिवेशशून्यं शुद्धवस्तुप्रज्ञापनानुगतं निवृत्ततीव्रसंक्लेशं उत्कृष्टबन्धाभावकृत् शुभात्मपरिणामरूपं समुज्जृम्भते, कर्मक्षयादिरूपं चेत्थमवसेयम् -
" खीणा निव्वायहुयासणो व्व छारपिहियव्व उवसंता । રવિન્નાવિહાડિયનાળોવમ્મા જીઓવસમા ||‰૦||” [ ] ‘વિયાતિ’ કૃતિ કૃતસ્તતો વિપ્રી કૃતિ ૬/૩૧।। ટીકાર્ય ઃ
‘બિનવવનશ્રવળ’ • કૃતિ ।। જિનવચનનું શ્રવણ પ્રતીતસ્વરૂપ જ છે=સ્પષ્ટ જ છે. આદિ શબ્દથી તથાભવ્યત્વના પરિપાકથી આપાદિત એવા જીવવીર્ય વિશેષરૂપ નિસર્ગનું ગ્રહણ કરાય છે. ત્યારપછી= જિનવચન શ્રવણ આદિનો અર્થ કર્યા પછી, તેનું યોજન કરે છે. જિનવચન શ્રવણાદિથી જે કર્મના ક્ષયોપશમ આદિ થાય છે=જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મિથ્યાત્વમોહનીય આદિ કર્મના ક્ષયોપશમરૂપ ગુણ તેનાથી તત્ત્વશ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન થાય છે. જે સમ્યગ્દર્શન વિપર્યયની વ્યાવૃત્તિને કરતાર છે, અસદ્ અભિનિવેશથી રહિત છે, શુદ્ધવસ્તુની પ્રજ્ઞાપનાથી યુક્ત છે, નિવૃત્ત થયેલા તીવ્ર સંક્લેશવાળું છે, ઉત્કૃષ્ટબંધના અભાવને કરનાર શુભ આત્મપરિણામરૂપ છે. અને કર્મક્ષયાદિનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું –
“બુઝાયેલા અગ્નિ જેવાં ક્ષીણ કર્યો છે, રાખથી ઢંકાયેલા અગ્નિ જેવાં ઉપશાંત કર્યો છે તથા કંઈક વિધ્યાત અને કંઈક વિાય વિહાડિય અગ્નિની ઉપમાવાળા=કંઈક બુઝાયેલા અને કંઈક વિખેરાયેલા અગ્નિની ઉપમાવાળાં, ક્ષયોપશમરૂપ કર્મો છે. ૧૦૫।” (વિશેષા. ૧૨૫૬)
વિહાડિય=વિઘાટિત, એટલે આમતેમ, વિપ્રકીર્ણ=વિખેરાયેલ.
‘કૃતિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. II૬/૧૩૯।।