________________
૨૨૨
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૨૭, ૨૮ ભાવાર્થ :
દીક્ષાની અનુજ્ઞા માટે જે વિપર્યય લિંગોનું દિક્ષાર્થી સેવન કરે તે લિંગો શેનાં સૂચક છે તે નિમિત્તશાસ્ત્રના જાણનારા દ્વારા નિર્ણય કરાવીને ગુરુ આદિને જણાવે. જેથી તેઓને વિશ્વાસ થાય કે આ પ્રકારની અસંભવિત ચેષ્ટા તેના આસમૃત્યુની સૂચક છે, તેથી સ્નેહીજન પણ તેના હિત અર્થે દીક્ષાની અનુજ્ઞા આપે. Il૨૭)રપ૩ll અવતરણિકા :
नन्वेवं मायाविनः प्रव्रज्याप्रतिपत्तावपि को गुणः स्यादित्याशङ्कयाह - અવતરણિકાર્ચ -
આ પ્રકારે માયાવીના પ્રવ્રજ્યાના સ્વીકારમાં પણ શું ગુણ થાય ? એથી કહે છે – સૂત્ર :
ન ધર્મે માયા [૨૮/૨૯૪ો. સૂત્રાર્થ :
ધર્મમાં માતાપિતા આદિ જીવોમાં ધર્મનિષ્પતિ અર્થે, માયા કરવામાં આવે તે માયા નથી. Il૨૮/૨૫૪ll ટીકા :'न' नैव 'धर्म' साध्ये माया क्रियमाणा 'माया' वञ्चना भवति, परमार्थतोऽमायात्वात्तस्याः ૨૮/૨૯૪ ટીકાર્ય :
ર” નૈવ .... સમીત્વિારા || ધર્મ સાધ્ય હોતે છત=સ્વપરમાં ધર્મનિષ્પતિ સાધ્ય હોતે છતે તેના ઉપાયરૂપે કરાતી માયા માયા નથી; કેમ કે તેનું તે માયાનું પરમાર્થથી અમાયાપણું છે. [૨૮/૨૫૪ ભાવાર્થ :
ચિત્તની વક્રતાથી કરાયેલી માયા કર્મબંધનું કારણ છે પરંતુ દીક્ષાર્થી જીવ ભવથી વિરક્ત છે અને પોતાના સંયમમાં વિદ્ધ કરીને કુટુંબીજનોને ક્લેશની પ્રાપ્તિ ન થાય અને પોતે પણ સંયમ ગ્રહણ કરીને વિશેષ હિત સાધી શકે, તેના અંગરૂપે જે ધૂળથી માયા કરાય છે તે પરમાર્થની માયા નથી, પરંતુ ધર્મના રાગમાંથી ઉત્પન્ન થયેલ ઉચિત પ્રવૃત્તિરૂપ યત્ન છે; કેમ કે તે માયાથી પણ દીક્ષાની અનુજ્ઞા આપીને ઉત્સાહથી સ્વજનો દીક્ષા આપવામાં પ્રયત્ન કરશે, જેથી તેઓ પણ હિતને પ્રાપ્ત કરશે અને દીક્ષાર્થીને પોતાને પણ હિતની પ્રાપ્તિ થશે. ૨૮/રપ૪ના