SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ / સૂત્ર-૧૬, ૧૭ ટીકાર્થ ઃ ..... ‘સોવિ’ . મતાનુસારીતિ ।। તે પણ=ગુણનો ઉત્કર્ષ પણ, આ રીતે જ=પૂર્વ ગુણોનું ઉત્તર ઉત્તર ગુણોના આરંભકપણાથી જ, થાય છે; કેમ કે નિર્બીજ એવા કોઈ પણ કાર્યનો ક્યારેય પણ અભાવ છે, એ પ્રમાણે આ વસુ=શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા રાજાવિશેષ કહે છે અને આ=વસુનું વચન, કંઈક અંશથી વ્યાસના મતને અનુસરનારું છે. ‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૧૬/૨૪૨।। ભાવાર્થ: સૂત્ર-૧૪-૧૫માં નારદે કહેલ કે ગુણમાત્રથી ગુણાન્તરનો ભાવ હોવા છતાં ઉત્કર્ષ થઈ શકે નહિ. તેને સામે રાખીને વસુ રાજા કહે છે — પૂર્વ ગુણોને ઉત્તર ઉત્તર ગુણના આરંભકપણાથી પ્રવર્તાવવામાં આવે તો ગુણનો ઉત્કર્ષ પણ થાય છે. માટે કોઈ જીવ અલ્પગુણવાળો હોય તે પણ જો ઉત્તર ઉત્તરના ગુણ માટે યત્ન કરે તો ગુણના ઉત્કર્ષને પ્રાપ્ત કરી શકે છે અને ઘણા ગુણોવાળો પણ ઉત્તર ઉત્તરના ગુણ માટે યત્ન ન કરે તો ગુણના ઉત્કર્ષને પ્રાપ્ત કરી શકતો નથી; કેમ કે કારણથી જ કાર્ય થાય છે. માટે ઉત્તર ગુણની નિષ્પત્તિ પ્રત્યે પૂર્વ ગુણનું અવલંબન લઈને પુરુષ વ્યાપાર કરે તો ગુણના ઉત્કર્ષની પ્રાપ્તિ કરી શકે છે. આ કથન વ્યાસમુનિના વચન તુલ્ય કોઈક અંશથી છે; કેમ કે વ્યાસમુનિએ કહેલ કે કોઈ પુરુષમાં ગુણમાત્ર ન હોય તો ગુણાન્તર નિષ્પન્ન થઈ શકે નહિ, તેથી પ્રાથમિક કક્ષાના ગુણથી ઉત્તર ઉત્તરના ગુણની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે વ્યાસનું વચન અને વસુનું વચન સરખું છે અને વસુ કહે છે કે પૂર્વ પૂર્વના ગુણ દ્વારા ગુણનો ઉત્કર્ષ પણ પ્રયત્નથી થઈ શકે છે તે અંશથી વ્યાસના વચન કરતાં વસુના વચનનો ભેદ છે. II૧૬/૨૪૨ા સૂત્રઃ अयुक्तं कार्षापणधनस्य तदन्यविढपनेऽपि कोटिव्यवहारारोपणमिति क्षीरकदम्बः ||૧૭/૨૪૩|| સૂત્રાર્થ :. કાર્ષાપણધનવાળા પુરુષને=અતિ અલ્પ એવા રૂપિયાવિશેષ ધનવાળા પુરુષને, તેનાથી અન્યની વૃદ્ધિમાં પણ કોટિ વ્યવહારનું આરોપણ અયુક્ત છે એ પ્રમાણે ક્ષીરકદમ્બ કહે છે. ||૧૭/૨૪૩|| ટીકાઃ ‘अयुक्तम्' अघटमानकं 'कार्षापणधनस्य' अतिजघन्यरूपकविशेषसर्वस्वस्य व्यवहारिणो लोकस्य ‘તનવિઢપનેઽપિ, તસ્માત્’ હ્રાર્ષાપાત્ ‘અન્વેષાં’ ાર્યાપળાનીનાં ‘વિઢપને' ૩પાર્નને, જિં પુન
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy