________________
૧૫૩
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૭૩, ૭૪
જેમ, અર્થઉપાર્જન આદિની ઇચ્છા થાય અને તેના માટે યત્ન ન કરે તો ચિત્ત ધર્મનાં અન્ય કૃત્યોમાં પણ સ્થિર થાય નહિ અને નીતિપૂર્વક ધન કમાઈને ઉત્તમ કાર્યોમાં વ્યય કરવા દ્વારા ઘણા ધર્મની પ્રાપ્તિ જણાય ત્યારે અર્થઉપાર્જનનું કૃત્ય અલ્પ દોષની પ્રાપ્તિ અને ઘણા ગુણની પ્રાપ્તિનું કારણ હોવાથી વિવેકપૂર્વક શ્રાવક અર્થઉપાર્જન કરે; કેમ કે અર્થઉપાર્જનકાળમાં ધનની વૃદ્ધિનો પરિણામ છે જે ક્લેશરૂપ છે; અર્થોપાર્જન માટે કરાતો શ્રમ ક્લેશરૂપ છે, છતાં ચિત્ત અર્થોપાર્જનની પ્રવૃત્તિથી જ શાંત થાય તેમ છે અને ધન દ્વારા ઉચિત ધર્મ આદિ પ્રવૃત્તિ કરીને વિશેષ સુંદર થાય તેમ છે, તેથી તેવા શ્રાવક માટે તે પ્રવૃત્તિ ઉચિત છે.
વળી, જે શ્રાવકનું ચિત્ત અત્યંત નિરવદ્ય ભાવમાં જવા સમર્થ છે તેવા શ્રાવકને અર્થઉપાર્જન આદિથી ધર્મમાં ધનના વ્યય દ્વારા અલ્પ ચિત્તની વિશુદ્ધિ જણાય અને ધનઉપાર્જનમાં ઘણો ક્લેશ જણાય અને તેના બદલે સામાયિક આદિ ઉચિત કૃત્ય કરીને અધિક નિઃસંગવાળું ચિત્ત કરી શકે તેવા શ્રાવક માટે ધર્મપ્રધાન ક્રિયાઓ કલ્યાણનું કારણ બને છે અને ધનઅર્જનના ક્લેશપૂર્વક ધર્મના ક્ષેત્રમાં ધનના વ્યય દ્વારા અલ્પચિત્તશુદ્ધિ જણાય છે તેવા શ્રાવકે ધર્મપ્રધાન જ ઉદ્યમ કરવો ઉચિત ગણાય. II૭૩/૨૦૧ાા અવતરણિકા :
ततः किमित्याह - અવતારણિકાર્ય :
ત્યારપછી=પૂર્વ સૂત્રમાં કહ્યું કે શ્રાવક સર્વ પ્રયોજનોમાં ગુરુ-લાઘવનો વિચાર કરે ત્યારપછી, શું?=શું કરે ? એને કહે છે – સૂત્ર :
વહુ | પ્રવૃત્તિઃ ૭૪/૨૦૭Tી સૂત્રાર્થ :
બહુગુણવાળા પ્રયોજનમાં પ્રવૃત્તિ કરે. ૭૪/૨૦૭ll ટીકા -
प्रायेण हि प्रयोजनानि गुणदोषलाभमिश्राणि, ततो 'बहुगुणे' प्रयोजने 'प्रवृत्तिः' व्यापारः, तथा વર્ષ –
"अप्पेण बहुमेसेज्जा, एयं पंडियलक्खणं । સબ્રીજુ પડિલેવાયું, મટ્ટપર્ક વિઝ પારૂ૪ ” ] [अल्पेन बहुं आसादयेत् एतत् पण्डितलक्षणम् । સર્વાસુ પ્રતિસેવાસુ તિર્થપૂર્વ વિદુ: IT ] [ ૭૪/૨૦૭