________________
૧૪૬
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૮, ૧૯ ટીકા :_ 'विभवोचितं' स्वविभवानुसारेण 'विधिना' अनन्तरमेव निर्देक्ष्यमाणेन 'क्षेत्रेभ्यो' निर्देक्ष्यमाणेभ्य एव 'दानं' अन्नपानौषधवस्त्रपात्राधुचितवस्तुवितरणम् ।।६८/२०१॥ ટીકાર્ચ -
વિખવોદિત' ... a[વિતરમ્ | વૈભવને ઉચિત-પોતાના વૈભવના અનુસારથી, આગળના સૂત્રમાં બતાવાશે એ વિધિથી ક્ષેત્રને આગળમાં બતાવાશે એ સુસાધુરૂપ ક્ષેત્રને, અન્ન, પાન, ઔષધ, વસ્ત્ર, પાત્રાદિ ઉચિત વસ્તુનું દાન કરવું જોઈએ. I૬૮/૨૦૧૫ ભાવાર્થ
શ્રાવકો પોતાને પ્રાપ્ત થયેલું ધન ઉચિત પાત્રરૂપ ક્ષેત્રમાં વપરાય તો તે ધન સફળ છે તેવી બુદ્ધિ ધારણ કરે છે. વળી, શ્રાવકને સુપાત્ર સાધુ જણાય છે; કેમ કે જે મહાત્માઓ સર્વ ઉદ્યમથી સંસારના ઉચ્છેદ માટે ઉદ્યમ કરનારા છે તેવા ઉત્તમ પાત્ર પ્રત્યે ભક્તિના અતિશયથી તેઓના સંયમના ઉપષ્ટભક બને એવું વસ્ત્રનું દાન કરવામાં આવે તો તેનાથી તેઓના સંયમની જે વૃદ્ધિ થાય તેનો અનુમોદનનો પરિણામ દાનકાળમાં શ્રાવકના ચિત્તમાં વર્તે છે અને સુસાધુના સંયમની અનુમોદના જેટલા વિવેકપૂર્વક અને જેટલા ભક્તિના અતિશયથી થાય છે તેટલા પ્રમાણમાં સંયમની પ્રાપ્તિનાં પ્રતિબંધક કર્મો નાશ પામે છે. આથી જ મહાયોગી એવા વીર ભગવાનને પારણાના ઉલ્લાસના બળથી જીરણ શેઠને ક્ષપકશ્રેણીને આસન્ન ભાવવાળો પરિણામ પ્રાપ્ત થયો. માટે શ્રાવકે વિવેકપૂર્વક ક્ષેત્રમાં દાન કરવું જોઈએ. ll૧૮/૨૦૧|| અવતરણિકા :
विधि क्षेत्रं च स्वयमेव निर्दिशन्नाह - અવતરણિકાર્ય :
વિધિને અને ક્ષેત્રને સ્વયં જ બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ :
પૂર્વ સૂત્રમાં કહ્યું કે શ્રાવકે વિધિપૂર્વક અને ક્ષેત્રને દાન કરવું જોઈએ, તેથી શ્રાવકને દાનવિષયક વિધિ શું છે તે પ્રસ્તુત સૂત્રમાં બતાવે છે અને દાનનું ક્ષેત્ર શું છે તે આગળના સૂત્રમાં બતાવે છે – સૂત્ર - સારથિર્નિ:
સતા Tદ્ર/૨૦૨IT સૂત્રાર્થ :
સત્કાર આદિ અને નિઃસંગતા વિધિ છે. ll૧૯/૨૦I