SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૬૧, ૬૨ ટીકા ઃ 'ग्लानादीनां' ग्लानबालवृद्धाऽऽगमग्रहणोद्यतप्राघूर्णकादिलक्षणानां साधुसाधर्मिकाणां यानि 'कार्याणि' प्रतिजागरणौषधाऽन्नपानवस्त्रप्रदानपुस्तकादिसमर्पणोपाश्रयनिरूपणादिलक्षणानि तेषु ‘અભિયોનો’ ત્તાવધાનતા વિષેયેતિ।।૬/૨૬૪।। ટીકાર્યઃ ‘જ્ઞાનાવીનાં’ વિષેયેતિ ।। ગ્લાન-બાલ-વૃદ્ધ-શાસ્ત્ર ભણવામાં તત્પર પ્રાથૂર્ણકાદિરૂપ સાધુસાધર્મિકતાં જે કૃત્યો=પ્રતિજાગરણ, ઔષધ, અન્ન, પાન, વસ્ત્રપ્રદાન, પુસ્તકાદિ સમર્પણ, વસતિ આદિનું દાન વગેરે કૃત્યો, તેમાં અભિયોગ=અત્યંત યત્ન, કરવો જોઈએ. ‘કૃતિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ।।૬૧/૧૯૪ ભાવાર્થ: શ્રાવકો સૂક્ષ્મ પદાર્થોથી આત્માને ભાવિત કરે છે, તેમ પોતાના ગુણોની વૃદ્ધિ અર્થે ગ્લાન સાધુ કે સાધર્મિકો હોય અથવા બાળ, વૃદ્ધ એવા સાધુ-સાધર્મિકો હોય અથવા શાસ્ત્ર ભણવામાં તત્પર એવા સાધુસાધર્મિક હોય અથવા વિહાર કરીને નવા આવેલા સાધુઓ હોય કે ધર્મક્ષેત્રમાં નવા પ્રવેશ પામેલા સાધર્મિકો હોય તેઓની ધર્મવૃદ્ધિ માટે જે જે પ્રકારની આવશ્યકતા જણાય તે પ્રમાણે સર્વ ઉચિત કૃત્યો વિવેકી શ્રાવક કરે છે, જેથી સાધુઓ સ્વભૂમિકા અનુસાર ઉત્તર ઉત્તરના સંયમની વૃદ્ધિ ક૨વામાં સમર્થ બને અને શ્રાવકો પણ સ્વ-સ્વભૂમિકા અનુસાર વિશેષ ધર્મ સેવવા સમર્થ બને. તે પ્રકારની ઉચિત ચિંતા કરવાથી સદ્ધર્મ પ્રત્યેનો પક્ષપાત વધે છે અને યોગ્ય જીવોના કલ્યાણમાં બળવાન નિમિત્ત થવાથી જન્માંત૨માં પોતાને વિશેષ પ્રકારના યોગમાર્ગની પ્રાપ્તિ થાય છે. માટે શ્રાવકે શક્તિને ગોપવ્યા વગર ગ્લાનાદિ સાધુ કે સાધર્મિકની ઉચિત વૈયાવચ્ચ ક૨વી જોઈએ. II૬૧/૧૯૪ અવતરણિકા : तथा અવતરણિકાર્ય : અને સૂત્ર ઃ - સૂત્રાર્થ: ૧૩૭ - તાતપ્રત્યુપેક્ષા ।।૬૨/૧૬૯।। કૃત-અકૃતની પ્રત્યુપેક્ષા કરવી જોઈએ. II૬૨/૧૯૫]
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy