________________
૧૨૯
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-પપ, પ૬ સ્થિર કરે છે. ત્યારપછી જે દેશવિરતિનાં અનુષ્ઠાનો પોતાનાથી શક્ય હોય તે અનુષ્ઠાનોનું તે રીતે પાલન કરે છે, જેથી ઉત્તર ઉત્તરનાં અનુષ્ઠાનોની શક્તિનો સંચય થાય; પરંતુ પ્રમાદને વશ થઈને માત્ર સામાયિક પૌષધ આદિ ક્રિયાઓ કરીને સંતોષ પામતા નથી. આ પ્રકારનું શ્રાવકનું અનુષ્ઠાન શક્યના પાલનરૂપ બને છે. પપ/૧૮૮ાા અવતરણિકા :
તથા – અવતરણિકાર્ય :
અને – સૂત્ર :
લાશ ભાવ પ્રતિવન્થઃ વિદ/૧૮૬ સૂત્રાર્થ :
અશક્યમાં ભાવથી પ્રતિબંધ કરવો જોઈએ. પs/૧૮૯II ટીકા :
'अशक्ये' पालयितुमपार्यमाणे तथाविधशक्तिसामग्र्यभावात् साधुधर्माभ्यासादौ 'भावेन' अन्तःकरणेन 'प्रतिबन्धः' आत्मनि नियोजनम्, तस्यापि तदनुष्ठानफलत्वात्, यथोक्तम् -
"नार्या यथाऽन्यसक्तायास्तत्र भावे सदा स्थिते । तद्योगः पापबन्धश्च तथा मोक्षेऽस्य दृश्यताम् ।।१२४ ।।" [योगबिन्दौ २०४] 'तद्योग' इति अन्यप्रसक्तनारीव्यापारः स्वकुटुम्बपरिपालनादिरूप इति ।।५६/१८९।। ટીકાર્ય :
સાચે'. રૂતિ | અશક્યમાંeતેવા પ્રકારની શક્તિ અને સામગ્રીના અભાવને કારણે પાલન કરવા માટે અસામર્થ્યવાળા એવા સાધુધર્મના સેવન આદિમાં, ભાવથી અંતઃકરણથી, પ્રતિબંધ કરવો જોઈએ આત્મામાં નિયોજન કરવું જોઈએ; કેમ કે તેનું પણ=ભાવથી આત્મામાં અનુષ્ઠાનના નિયોજનનું પણ, તદ્ અનુષ્ઠાનફલપણું છે કૃત્યથી શક્ય નથી તેવા અનુષ્ઠાનનું ફલાણું છે. જે કારણથી કહેવાયું છે –
જે પ્રમાણે ભાવથી સદા સ્થિત હોતે છતે અન્યમાં આસક્ત એવી સ્ત્રીનો તેમાં યોગ છે અન્ય પુરુષમાં ભાવથી યોગ છે અને પાપબંધ છે તે પ્રમાણે આને=સમ્યગ્દષ્ટિને મોલમાં જાણવું. ૧૨૪li" (યોગબિન્દુ-૨૦૪).