________________
૧૨૨
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૪૯, ૫૦ ટીકા -
दरिद्रनिधिलाभादिसंतोषोपमानोपमेयाद् ‘भावतो' भावात् संतोषलक्षणात् ‘स्तवानां' गम्भीराभिधेयानां सद्भूतगुणोद्भावनाप्रधानानां नमस्कारस्तोत्रलक्षणानां 'पाठः' समुचितेन ध्वनिना समुच्चारणम् T૪૧/૧૮૨ા ટીકાર્ચ -
રિદ્રનિધિ .... સમુક્યારપામ્ | દરિદ્ર પુરુષને નિધિના લાભાદિથી થયેલા સંતોષના ઉપમાનથી ઉપમેય એવા સંતોષરૂપ ભાવથી સ્તવનાનો પાઠ કરે ગંભીર અભિધેય છે જેમાં અને સદ્ભત ગુણોની ઉદ્દભાવના છે. પ્રધાન જેમાં એવા નમસ્કાર સ્તોત્રરૂપ પાઠ સમુચિત ધ્વનિથી ઉચ્ચારણપૂર્વક કરે. ll૪૯/૧૮૨ ભાવાર્થ
જેમ કોઈ દરિદ્ર પુરુષને મહાન નિધાનનો લાભ થાય ત્યારે તેને અત્યંત હર્ષ થાય છે. તેમ તત્ત્વના જાણકાર શ્રાવકને બોધ છે કે પોતે અંતરંગ ગુણસંપત્તિથી દરિદ્ર છે આથી જ તુચ્છ એવા ભોગોમાંથી આનંદ લઈને દરિદ્ર અવસ્થા તુલ્ય સંસારની વિડંબનાને પ્રાપ્ત કરે છે. આમ છતાં દરિદ્ર એવા પણ મને લોકોત્તમ પુરુષ એવા તીર્થકરોના સ્વરૂપનો બોધ થયો છે જે મહાનિધાનની પ્રાપ્તિતુલ્ય છે; કેમ કે જેમ દરિદ્ર પુરુષ નિધાનની પ્રાપ્તિથી દરિદ્રતાનો ત્યાગ કરીને સમૃદ્ધિવાળો બને છે તેમ લોકોત્તમ પુરુષની સ્તવના કરીને હું પણ સંસારના પરિભ્રમણના કારણભૂત એવી મારી દરિદ્ર અવસ્થાનો ત્યાગ કરીને ભગવાનની સ્તવનાના બળથી સમૃદ્ધિવાળો થઈશ, તેથી ધનની પ્રાપ્તિ તુલ્ય મહાનિધાન જેવા ભગવાનને પામીને સંતોષકૃત ભાવથી ભગવાનની સ્તવના કરે છે. કેવી સ્તવના કરે છે ? એથી કહે છે – જે સ્તવનાનાં સૂત્રોમાં ગંભીર એવા ભાવો અભિધેય છે અને ભગવાનના સભૂત ગુણોનું પ્રધાન વર્ણન છે જેમાં એવા ભગવાનને નમસ્કાર કરનારાં સ્તોત્રોથી ભગવાનની સ્તુતિ શ્રાવક કરે અને સાંભળનારને પણ અત્યંત પ્રીતિ થાય તેવાં રમ્ય તે સ્તોત્રોનું ઉચિત ધ્વનિથી ઉચ્ચારણ કરે. આ રીતે સ્તુતિ કરીને શ્રાવક સર્વવિરતિની મહાશક્તિનો સંચય કરે છે. આથી જ શ્રાવકને દ્રવ્યસ્તવ ભાવસ્તવની પ્રાપ્તિરૂપ ચારિત્રનું કારણ બને છે. I૪૯/૧૮૨ાા
અવતરણિકા :
તતઃ -
અવતરણિકાર્ય :
ત્યારપછી સૂત્ર-૪૮-૪૯માં કહ્યું તેમ જિનબિંબની ઉચિત ભક્તિ અને સ્તનપાઠ કર્યા પછી, શ્રાવક અન્ય શું કરે ? તે બતાવે છે –