________________
3 સંકલના
તૃતીય અધ્યાય -
બીજા અધ્યાયમાં બતાવ્યું એ પ્રકારે સધર્મના શ્રવણથી યોગ્ય જીવ વિશેષ પ્રકારના કર્મમલ વગરનો બને છે. જેથી યુક્તિ અને અનુભવ અનુસાર ભગવાનના વચનનું રહસ્ય, સંસારની વ્યવસ્થા, સંસારના ઉચ્છેદના ઉપાયો તે મહાત્માને હાથમાં રહેલા પદાર્થની જેમ દેખાય છે. તેથી તે મહાત્માને સતત સંસારના ઉચ્છેદનું કારણ બને એવો મહાસંવેગ ઉત્પન્ન થાય છે. તેના કારણે તે મહાત્માને પોતાની ભૂમિકા અનુસાર ધર્મ સેવવાની ઉત્કટ ઇચ્છા થાય છે. તેથી પોતાની શક્તિનું સૂક્ષ્મ આલોચન કરીને તે મહાત્મા ઉત્તરની ભૂમિકાના કારણભૂત ધર્મ સ્વીકારવા માટે તત્પર થાય છે. અને ભગવાને આવા જીવને જ દેશવિરતિ કે સર્વવિરતિ આપવાને યોગ્ય સ્વીકાર્યો છે. તેથી તેવા જીવને કઈ રીતે ધર્મ આપવો જોઈએ તેનું વિસ્તારથી વર્ણન ત્રીજા અધ્યાયમાં કરેલ છે.
વળી, ધર્મ સ્વીકારવાની પ્રવૃત્તિ એ ઉત્તરના ધર્મની નિષ્પત્તિને અનુકૂળ એવા વિમલભાવ સ્વરૂપ છે, પરંતુ માત્ર પ્રતિજ્ઞા લેવા સ્વરૂપ નથી કે ગ્રહણ કરાયેલી પ્રતિજ્ઞા અનુસાર માત્ર બાહ્ય આચરણ સ્વરૂપ નથી. તેથી અત્યંત સંવેગપૂર્વક જે મહાત્મા પોતાની ભૂમિકા અનુસાર વ્રત ગ્રહણ કરે છે ત્યારે તેઓનું ચિત્ત તે વ્રતગ્રહણના બળથી અને અપ્રમાદથી સ્વીકારાયેલા વ્રતના પાલનથી ઉત્તર-ઉત્તરના ભાવમાં જવા માટે અત્યંત અભિમુખ બને છે.
વળી, દેશવિરતિ કે સર્વવિરતિ ધર્મ સમ્યક્તની પ્રાપ્તિ વગર ગ્રહણ કરવો ન્યાપ્ય નથી. માટે મહાત્મા યોગ્ય જીવને કઈ રીતે સમ્યક્તની પ્રાપ્તિ થાય ? તે માટે પ્રથમ ઉપદેશ આપે છે. જેથી સમ્યક્તને પામીને ભાવથી દેશવિરતિને અનુકૂળ ઉદ્યમ કરીને તે મહાત્મા ઉત્તર-ઉત્તરની ભૂમિકાને પામે.
વળી, સમ્યક્ત પામ્યા પછી કેટલાક સાત્ત્વિક જીવો શીધ્ર સર્વવિરતિને પ્રાપ્ત કરી શકે તેવા છે. આવા યોગ્ય જીવોને ઉપદેશક સર્વવિરતિનો તે રીતે જ સૂક્ષ્મ બોધ કરાવે છે જેથી સર્વવિરતિને ગ્રહણ કરીને શીધ્ર સંસારનો ઉચ્છેદ કરે.
વળી, જેઓ સમ્યક્ત પામ્યા પછી સર્વવિરતિના અર્થી છે છતાં સર્વવિરતિ માટે યત્ન કરી શકે તેવા નથી તેવા યોગ્ય જીવોને શ્રાવકધર્મના બાર વ્રતો અને તેના અતિચારોનો સૂક્ષ્મબોધ થાય તે રીતે વિસ્તારથી વર્ણન પ્રસ્તુત અધ્યાયમાં કરેલ છે તે પ્રમાણે શ્રાવકધર્મનો યથાર્થ બોધ કરીને જેઓ સ્વશક્તિ અનુસાર શ્રાવકધર્મ સેવે છે તેઓ સર્વવિરતિને અનુકૂળ શક્તિનો સંચય કરે છે. જેમ કોઈ વિષમ પર્વત હોય અને બુદ્ધિમાન વ્યક્તિ ક્રમસર એક એક ડગલાં દ્વારા ક્રમસર તે પર્વતનું આરોહણ કરીને પર્વતના શિખર ઉપર પહોંચે છે તેમ સૂક્ષ્મતત્ત્વને પામેલ સમ્યગ્દષ્ટિ જીવો પણ સ્વભૂમિકા અનુસાર દેશવિરતિને સ્વીકારીને અને પ્રતિદિન સર્વવિરતિધર્મના સૂભાવોનું આલોચન કરીને, સાધુસામાચારીનું શ્રવણ કરીને અને સાધુધર્મનું