________________
૧૧૦
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૩૯, ૪૦
ટીકા :__ 'सामान्या' प्रतिपन्नसम्यक्त्वादिगुणानां सर्वेषां प्राणिनां साधारणा सा चासौ 'चर्या' च चेष्टा 'सामान्यचर्या', 'अस्य' प्रतिपन्नविशेषगृहस्थधर्मस्य जन्तोरिति ।।३९/१७२।। ટીકાર્ય :
સામાન્યા' ... નૉોરિતિ | સામાન્ય સ્વીકારાયેલા સમ્યક્તાદિ ગુણવાળા સર્વપ્રાણીઓનાં સાધારણ, એવી જે આ ચર્યા તે સામાન્ય ચર્યા. આનેકસ્વીકારાયેલા વિશેષ ગૃહસ્વધર્મવાળા શ્રાવકે સેવવી જોઈએ.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. Im૩૯/૧૭ ભાવાર્થ -
વળી, ઉપદેશક વાત સ્વીકારનાર શ્રાવકને કહે છે કે જેમ શ્રાવકે વ્રતના નિરતિચાર પાલન અર્થે નિત્યસ્મૃત્યાદિ વિહિત અનુષ્ઠાનમાં ઉદ્યમ કરવો જોઈએ તેમ વ્રત સ્વીકારનારા સર્વ શ્રાવકોની સાધારણ એવી જે ઉચિત પ્રવૃત્તિઓ છે તેમાં ઉદ્યમ કરવો જોઈએ, તેથી જે ગુણો પોતાનામાં પ્રગટ થયા ન હોય તે ગુણો પ્રગટ થાય છે અને જે ગુણો પોતાનામાં પ્રગટ થયા હોય તે ગુણોનું પરિપાલન થાય છે અને સર્વ શ્રાવકની સાધારણ સામાન્ય ચર્યા શું છે ? તે ગ્રંથકારશ્રી સ્વયં આગળનાં સૂત્રોમાં બતાવે છે. ll૩૯/૧૭શા અવતરણિકા -
कीदृशीत्याह - અવતરણિતાર્થ -
કેવા પ્રકારની શ્રાવકની સામાન્ય ચર્ચા છે? એથી કહે છે – સૂત્રઃ
સમાનધર્મમણે વાસ: II૪૦/૧૭રૂા. સૂત્રાર્થ -
સમાન ધાર્મિકના વચમાં વસવું જોઈએ. ૪૦/૧૭all ટીકા -
'समानाः' तुल्यसमाचारतया सदृशाः उपलक्षणत्वादधिकाश्च ते 'धार्मिका'श्चेति समासः, तेषां 'मध्ये वासः' अवस्थानम्, तत्र चायं गुण:-यदि कश्चित् तथाविधदर्शनमोहोदयाद्धर्माच्च्यवते ततस्तं स्थिरीकरोति, स्वयं वा प्रच्यवमानः तैः स्थिरीक्रियते, पठ्यते च -