________________
૧૦૪
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર–૩૬, ૩૭ દેખાતા પદાર્થની જેમ ચાર ગતિના પરિભ્રમણની વિડંબના તે મહાત્માને સદા દેખાય છે અને તેના કારણે તે મહાત્માને સંસારના ઉચ્છેદના ઉપાયની અત્યંત અભિલાષા થાય છે. તે અત્યંત અભિલાષાના કારણે સ્વભૂમિકા અનુસાર સમ્યક્ત્વ સહિત ૧૨ વ્રતોનાં સ્વરૂપને તે મહાત્મા અત્યંત સંવેગપૂર્વક જાણે અને સમ્યક્ત્વ સહિત તે ૧૨ વ્રતો કઈ રીતે ઉત્તર ઉત્તરની વૃદ્ધિને પ્રાપ્ત કરીને સર્વવિરતિમાં પરિણમન પામશે ? તેના સૂક્ષ્મ મર્મને ઉપદેશક પાસેથી ગ્રહણ કરે અને પોતાની શક્તિનું સમ્યક્ સમાલોચન કરીને આ વ્રતો મારે અણીશુદ્ધ પાળીને શીઘ્ર સંસા૨નો અંત ક૨વો છે તેવા બદ્ધ પરિણામરૂપ તીવ્ર સંવેગથી તે વ્રતોને ગ્રહણ કરવા માટે અભિમુખ થાય અને વ્રતગ્રહણની શાસ્ત્રવિધિના સૂક્ષ્મ મર્મને ગીતાર્થ ગુરુ પાસેથી યથાર્થ જાણીને અત્યંત ઉપયુક્ત થઈને વિધિપૂર્વક તે વ્રતો ગ્રહણ કરે અને તે વ્રતગ્રહણની વિધિકાળમાં જો તે મહાત્માને વ્રતોનો તીવ્ર પક્ષપાત ઉલ્લસિત થાય તો સમ્યક્ત્વયુક્ત ૧૨ વ્રતોનાં પ્રતિબંધક કર્મનો વ્રતગ્રહણકાળમાં જેમ ક્ષયોપશમ થાય છે, તેમ અતિચાર આપાદક એવાં કર્મોની પણ અનુબંધ શક્તિનો વિચ્છેદ થાય છે. તેવા જીવોનું તથાભવ્યત્વ તેવા પ્રકારનું પરિશુદ્ધ છે જેથી વ્રતગ્રહણ કર્યા પછી સમ્યક્ત્વમાં કે દેશવિરતિમાં લેશ પણ અતિચારની પ્રાપ્તિ થતી નથી. પરંતુ જે શ્રાવકો સંસારના સ્વરૂપને જાણીને સંસા૨થી ઉદ્વિગ્ન થયા છે અને ઉપદેશકના વચનથી સમ્યક્ત્વને પામ્યા છે અને સંસારના ઉચ્છેદના અત્યંત અર્થી છે અને તેના ઉપાયરૂપે સમ્યક્ત્વ સહિત ૧૨ વ્રતોને વિધિપૂર્વક ગ્રહણ કરે છે, આમ છતાં વ્રતગ્રહણકાળમાં વિશેષ પ્રકારના શુદ્ધિના અભાવને કારણે જેમ તે ગ્રહણ કરાયેલા વ્રતો ક્ષયોપશમ ભાવને પામે છે તેમ તે વ્રતોમાં અતિચાર આપાદક એવા પ્રમાદનું નિવર્તન નહિ થયેલું હોવાથી તેઓનાં મિથ્યાત્વાદિ કર્મોમાં અનુબંધનો વ્યવચ્છેદ થતો નથી, તેથી તેવા શ્રાવકો જ્યારે જ્યારે અત્યંત સાવધાનતાપૂર્વક વ્રતો પાળે છે ત્યારે ત્યારે અતિચારો પ્રાપ્ત થતા નથી પરંતુ વ્રતપાલનકાળમાં અનાદિની મોહવાસનાને કારણે જ્યારે જ્યારે બાહ્ય પદાર્થો સાથે ચિત્ત સંશ્લેષવાળું બને છે ત્યારે તે શ્રાવકને વ્રતોમાં અતિચારની પ્રાપ્તિ થાય છે અને તે અતિચાર આપાદક ક્લિષ્ટ કર્મો દેશવિરતિના પાલન દ્વારા સર્વવિરતિની શક્તિના સંચયમાં કરાતા યત્નમાં વ્યાઘાત બને છે. તેથી અતિચારથી કલુષિત થયેલા તે વ્રતો ઉત્તર ઉત્તરની ભૂમિકાની પ્રાપ્તિમાં તો કારણ થતાં નથી પરંતુ જો કોઈ શ્રાવક સાવધાન ન થાય તો વ્રતગ્રહણકાળમાં જે વ્રતોનો ક્ષયોપશમ ભાવ થયેલો તેનો પણ નાશ થાય છે, તેથી ઉપદેશક વ્રતોના અતિચારો બતાવ્યા પછી શ્રોતાને કહે છે કે ક્લિષ્ટ કર્મના ઉદયથી અતિચારો થશે તો સંસારના ઉચ્છેદ માટે કરાયેલો યત્ન શીઘ્ર ફલવાન થશે નહિ માટે સર્વ ઉદ્યમથી અતિચારના પરિહાર માટે ઉદ્યમ કરવો જોઈએ. II૩૬/૧૬૯॥
અવતરણિકા :
तर्हि कथमेषां निवारणमित्याशङ्क्याह -
અવતરણિકાર્ય :
તો=ક્લિષ્ટ કર્મના ઉદયથી અતિચારો થાય છે તો, કેવી રીતે એમનું=અતિચારનું નિવારણ થાય ? એ પ્રકારની આશંકા કરીને ગ્રંથકારશ્રી કહે છે