SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૩૫, ૩૬ સૂત્ર : તિદિતાળુતપિત્તિને વિશેષતો પૃથ્વધર્મ સારૂ/૧૬૮ના સૂત્રાર્થ : આનાથી રહિત અણુવ્રતાદિનું પાલન અતિચારોથી રહિત અણુવ્રતાદિનું પાલન, વિશેષથી ગૃહસ્થઘર્મ છે. ll૩૫/૧૬૮ll ટીકા - ___ 'एतैः' अतिचारै रहितानामणुव्रतादीनामुपलक्षणत्वात् सम्यक्त्वस्य च पालनम्, किमित्याह'विशेषतो गृहस्थधर्मो' भवति यः शास्त्रादौ प्राक् सूचित आसीदिति ।।३५/१६८।। ટીકાર્ચ - “. .... માહિતિ | આ અતિચારોથી રહિત અણુવ્રતાદિનું પાલન અને ઉપલક્ષણપણું હોવાથી સમ્યક્તનું પાલન વિશેષથી ગૃહસ્થ ધર્મ છે જે શાસ્ત્રની આદિમાં પૂર્વમાં સૂચન કરાયેલું હતું. ત્તિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૩૫/૧૬૮. ભાવાર્થ : - અત્યાર સુધી શ્રાવકનાં ૧૨ વ્રતો અને તેના પૂર્વે સમ્યક્તનું સ્વરૂપ બતાવ્યું. તે સર્વનું અતિચાર રહિત સમ્યફ પાલન એ ગૃહસ્થનો વિશેષ ધર્મ છે જેના સેવનથી શ્રાવક અલ્પકાળમાં સર્વવિરતિની શક્તિનો સંચય કરીને સંસારનો અંત કરે છે એ પ્રકારે ઉપદેશક યોગ્ય શ્રોતાને કહે, જેથી પોતે સ્વીકારેલા સમ્યક્ત સહિત ૧૨ વ્રતોને નિરતિચાર પાળવા માટે ઉદ્યમ કરીને આત્મહિત સાધી શકે. II૩૫/૧૬૮ અવતરણિકા - आह-उक्तविधिना प्रतिपत्रेषु सम्यक्त्वाणुव्रतादिष्वतिचाराणामसंभव एव, तत्कथमुक्तम् एतद्रहिताणुव्रतादिपालनमित्याशङ्क्याह - અવતરણિતાર્થ – સા'થી શંકા કરે છે – પૂર્વમાં વર્ણન કરાયેલી વિધિથી સ્વીકારાયેલા સખ્યત્ત્વ અને અણુવ્રતાદિમાં અતિચારોનો અસંભવ જ છે. તે કારણથી કેમ કહેવાયું કે આનાથી રહિત અતિચારથી રહિત અણુવ્રતાદિનું પાલન કરવું જોઈએ ? એ પ્રકારની શંકા કરીને કહે છે – ભાવાર્થ - જે ઉપદેશક સંસારથી અત્યંત ભય પામેલા યોગ્ય શ્રોતાને સંસારના નિસ્તારના ઉપાયરૂપ સમ્યક્ત અને અણુવ્રતાદિનો પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે યથાર્થ બોધ કરાવીને અને જે પ્રકારે વ્રતસ્વીકારની વિધિ
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy