________________
અધ્યાત્મગીતા
૪૩
આત્મસત્તામાં તિભાવે રહેલા કેવલજ્ઞાનાદિ અનંતગુણેની ઓળખાણ કરી તેને પ્રગટાવવાની રુચિ-ઈચ્છા ઉત્પન્ન થવી તેજ સમ્યગ્દર્શન છે. આત્મધમ–આત્માના અનંતગુણે નિશ્ચયનયે આત્મામાં જ છે, એવો નિશ્ચય (નિર્ણયાત્મક) બોધ જેને થે હોય તેજ નિમલજ્ઞાની છે અને તે નિર્મલાનવડે જે આત્મા ? સ્વભાવમાં રમણતા કરે છે, તેજ ચારિત્રવાન મુનિ છે.
આત્મસ્વભાવમાં લીન બનેલ મુનિજ નિર્મલધ્યાની છે અને જે ભવ્યાત્માઓ આત્મસ્વભાવમાં રમણતા કરી તેમાંજ સદા લયલીન રહે છે, તે નિરંતર આત્મિક સુખને અનુભવ કરી આત્માને ગુણોથી પુષ્ટ બનાવે છે. ગ્રન્થને ઉપસંહાર અને હિતેપદેશ -
અહો ભવ્ય તુમે ઓળખે જૈનધર્મ, જિણે પામીએ શુદ્ધ અધ્યાત્મમર્મ, અ૫ કાળે ટળે દુષ્ટ કર્મ, પામીએ સોય આનંદ શર્મ[૪૫]
અર્થ- અહો ભવ્ય ! તમે જૈનધર્મને ઓળખે, જેથી પરમવિશુદ્ધ અધ્યાત્મનું રહસ્ય પ્રાપ્ત થશે, અર્થાત આત્મસ્વરૂપની પ્રાપ્ત થશે, અને તેથી અલ્પ કાળમાંજ દુષ્ટ કમીને ક્ષય થવાથી પરમસુખમય મોક્ષની પ્રાપ્તિ થશે.
વિવેચન- હે ભવ્ય જ ! તમે જે દુઃખથી સર્વથા મુક્ત બની શાશ્વત સુખને મેળવવા ઈચ્છતા હો તે શ્રી જિનેશ્વર ભગવંતે બતાવેલા ધર્મને પિછાણે...! અર્થાત જિનાગમમાં નિદેશેલા જીવ–અજીવ આદિ તત્ત્વોના સ્વસ્પનું સ્વાવાદ દષ્ટિએ અધ્યયન કરે...! તેમ કરવાથી સ્વસત્તાગત અનંત ગુણપર્યાયાત્મક ધર્મની સાચી ઓળખાણ થશે અને અનુક્રમે આત્મસ્વરૂપમાં રમણતા પ્રાપ્ત થતાં અધ્યાત્મનું અલોકિક રહસ્ય અનુભવ ગેચર થશે અને નિરંતર આત્મસ્વભાવમાં તન્મયતા પ્રાપ્ત થતાં (દુષ્ટ) ઘાતક- (નાનાવરણીયાદ) ને ક્ષય થશે અને શાશ્વત સુખમય એવા પરમપદ મોક્ષની પ્રાપ્તિ થશે . !
આ પ્રમાણે શ્રી જિનેશ્વર પ્રપિત ધર્મના આલંબનથી આત્મધર્મની પૂર્ણતા પ્રગટે છે. માટે જૈન ધર્મના સૂક્ષ્મ સ્વસ્પને સમજવા સદ્ગુઓની સેવા-ભક્તિ કરવાધારા તેમની પાસે તત્ત્વજ્ઞાનને અભ્યાસ કરવા પ્રયત્નશીલ બનવું જોઈએ.
: આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્ય લિંગીરે. (આનંદઘનજી)