________________
અધ્યાત્મગીતા
છે અને ત્યાં શેલેશી અવસ્થાને પ્રાપ્ત થતાં ચેથા સુફલાણાનવડે પાંચ લઘુ અક્ષર [ અ. ઈ. ઋ. લૂ] ના ઉચ્ચારણ જેટલા સમયમાંજ શેષ રહેલા ચાર [વેદનીય, આયુષ્ય, નામ, ગેત્ર] અઘાતી કર્મોને ક્ષય કરે છે.....
સમશ્રેણે એક સમયે પહોતા જે લેકાંત... અફસમાણ ગતિ નિમલ ચેતનભાવ મહાંતિ... ચરમ વિભાગ વિહીન પ્રમાણે જસુ અવગાહ... આત્મપ્રદેશ અ૫ અખ ડાનંદ અબાહ [૩૮]
અર્થ-સર્વ કર્મને ક્ષય થતાં મહાન ક્ષાયિકભાવને પામેલે શુદ્ધ ચેતન.માત્ર એકજ સમયમાં સમશ્રેણીથી અસ્પૃશમાનગતિએ લેકના અગ્રભાગે પહોંચી જાય છે. ત્યાં ચરમ (છેલ્લા) શરીરના બીજા ભાગ રહિત અર્થાત બે તૃતીયાંશ પ્રમાણ ક્ષેત્રને અવગાહીને રહે છે. સિદ્ધોના આત્મપ્રદેશ અરુપી, સર્વ પીડા રહિત, અખંડ અને આનંદથી પૂર્ણ હોય છે...
વિવેચન- આત્મા જ્યારે સર્વ કર્મોને ક્ષય કરે છે, ત્યારે એકજ સમયમાં લેકના અગ્રભાગે નિર્મલ સિદ્ધશિલા ઉપર જઈ બિરાજમાન થઈ જાય છે. તે સમયે સિદ્ધાત્માની કેવી ગતિ અને કેટલી અવગાહના હેય છે તેનું સ્વરુપ નીચે પ્રમાણે બતાવવામાં આવ્યું છે
(૧) સમણિથી જાય છે, અર્થાત કર્મક્ષય વખતે જે આકાશપ્રદેશમાં રહે છે, તેજ પ્રદેશની સમઍણિથી (સીધા) ઉપર જાય પણ આડા-અવળા ન જાય, (૨) અસ્પૃશમાનગતિ - કર્મક્ષય સમયે જે આકાશપ્રદેશને સ્પૃશ (સ્પર્શ) થે છે તે જ આકાશપ્રદેશની સમશ્રેણિએ વર્તતે સિદ્ધાત્મા સિદ્ધશિલા ઉપર પહોંચી જાય છે, (૩) શૈલેશી અવસ્થામાં ચરમ શરીરની અવગાહનાના ત્રીજા ભાગે જૂન આત્મપ્રદેશ ઘનરુપ થઈ જાય છે. તેથી બે તૃતીયાંશ જેટલી અવગાહના હેય છે, (૪) તે અસંખ્ય (આત્મ) પ્રદેશે પરમનિમલ, ક્ષાયિકભાવે પ્રગટેલા મહાન જ્ઞાનાદિ ગુણોથી પૂર્ણ, અપી અને સર્વ પ્રકારની બાધા પીડા રહિત અખંડઆનંદથી પરિપૂર્ણ હોય છે.
હવે ચાર ગાથામાં સિદ્ધ ભગવંતના સ્વરૂપને સ્પષ્ટ રીતે જણાવે છે...