________________
અધ્યાત્મગીતા
પ
સંસારી જીવોમાં અપ્રગટપણે સત્તામાં વિદ્યમાન છે. ૪૧ જેવો સિધ્ધને સ્વભાવ છે તેવો જ સર્વ જીવોને સ્વભાવ છે. આ પ્રમાણે સર્વ જીવ એક જાતિવાળા છે એમ જાણ્યા પછી કેણ સ્વાતિ બંધુને મારે? કે બંધનગ્રસ્ત કરે છે. અર્થાત તે સમ્યગદષ્ટિ આત્મા સર્વ સાવદ્ય વ્યાપારને ત્યાગ કરીને સંયમ સ્વીકારવા તત્પર બને છે. આ રીતે સિદ્ધાંતના શુદ્ધ-સૂક્ષ્મ રહસ્ય જાણવાથી ભાવ અહિંસકપણું પ્રગટે છે.
વધ-બંધનમય વ્યહિંસાના ત્યાગરુપ દ્રવ્યચારિત્રના પાલનમાં તત્પર બનેલ આત્મા નિજ સ્વભાવમાં રમણતા કરતા ભાવઅહિંસક બને છે.
હવે ભાવ અહિંસક આત્મ જ્ઞાનની તીક્ષ્યધારાએ ધ્યાનમાં એકાગ્ર બની કઈ રીતે ગુણસ્થાનના ક્રમે આત્મવિશુદ્ધિની વૃદ્ધિ કરે છે. તે અનુક્રમે આગળના લેકદ્વારા બતાવે છે.
જ્ઞાનની તીક્ષ્ણતા ચરણ તેહ, જ્ઞાન એક્વતા ધ્યાન ગેહ આત્મ તાદાભ્યતા પૂર્ણ ભાવે, તદા નિમંલાનંદ સંપૂર્ણ ભાવે [૨૩]
અર્થ – જ્ઞાનની તીક્ષ્ણતા એજ ચારિત્ર છે, જ્ઞાનની એકાગ્રતા એજ ધ્યાન છે, આત્મા સાથે જ્યારે પૂર્ણ તન્મયતા થશે ત્યારે જ સંપૂર્ણ ભાવે નિર્મળાનંદ સ્વરૂપ પ્રગટશે...!
વિવેચન - નવતત્વ, પદ્રવ્ય, નય, નિક્ષેપ, સપ્તભંગી, ઉત્સર્ગ, અપવાદ નિશ્ચય, વ્યવહાર, અધ્યાત્મ અને યોગ વિષયકશાસ્ત્રોનાં અધ્યયન અધ્યાપન, ચિંતન, મનન અને પરિશીલનદારો સમ્યજ્ઞાનનો ઉપયોગ જેમ જેમ તીત્ર (તીક્ષણ) બને છે, તેમ તેમ સ્વભાવ રમણતારુપ ચારિત્રગુણની વૃદ્ધિ થતી જાય છે ..
આત્મજ્ઞાન વિના આત્માનું ધ્યાન થઈ શકતું નથી. અને ધ્યાન વિના આત્મરમણતા થતી નથી. માટે અહીં જ્ઞાનમાં એકાગ્ર બનવું એજ ધ્યાન છે, એમ બતાવ્યું છે .
ધ્યાનના સતત અભ્યાસથી આત્મસ્વરુપમાં તન્મયતા પ્રાપ્ત થાય છે. અને તે સ્વરૂપમણુતાના અભ્યાસ વડે જ્યારે આત્મામાં પૂર્ણ તન્મયતા પ્રાપ્ત થશે, ત્યારે જ સંપૂર્ણ નિર્મલ-આનંદ પ્રગટ થશે..!
x१ जारिसा सिद्ध सहावा, तारिसा भावो हु सव्व जोवाणं । (सिद्धपाभृत)