________________
અધ્યાત્મનીના
(૧) વિક૫ ૩૫ વૃત્તિ - મનોદિવ્યના સંગથી ઉત્પન્ન થાય છે. (તેને નાશ ૧રમ ગુણ હોય છે.) (૨) પરિસ્પન્દરૂપવૃત્તિ - શરીરને યોગથી ઉત્પન્ન થાય છે. (તેને નાશ ૧૪ ગુણ હોય છે.) . (૧) વિક૯પવૃત્તિ: મનનાં વિકલ્પને નાશ કિમે ક્રમે ઉપાયથી થઈ શકે છે. તેને કમ આ પ્રમાણે છે-પ્રથમ અશુભ વિકલ્પને દૂર કરી ધર્મધ્યાનમાં તન્મય બની શ્રી અરિહન્ત અને સિદ્ધપરમાત્માનું (સવિકલ્પ) ધ્યાન ધરવું જોઈએ. આ ધ્યાનના સતત અભ્યાસથી આત્માની સહજ અવસ્થાનું ભાન થાય છે. સ્વ (ગુણપર્યાય) સ્વરૂપમાં તન્મય બનેલે નિર્મોહી આત્મા પૂર્ણ નિર્વિકલ્પ દશાને પ્રાપ્ત કરે છે. જ્યારે નિર્વિકલ્પદશાની પ્રાપ્તિ થાય છે ત્યારે શુદ્ધ બ્રહ્મ–આત્મા પરમાનંદમય સુખને અનુભવે છે, તથા ભેદરત્નત્રયી અભેદરત્નત્રયી રૂપે પરિણમે છે અને પૂર્ણ શુદ્ધ સમાધિદશા પ્રાપ્ત થતાં.....ચાર ઘાતી કર્મોને ક્ષય થાય છે. તેથી સત્તામાં રહેલ અનંતનાન, અનંતદર્શન, ચારિત્ર અને વીર્ય ગુણ ક્ષાયિકભાવે પ્રગટ થાય છે.
(૨) પરિસ્પન્દવૃત્તિ :- સોરીવલી મન, વચન અને કાયાને સર્વ વ્યાપારને નિરોધ કરી જ્યારે અયોગી અવસ્થાને પ્રાપ્ત કરે છે ત્યારે સર્વ પ્રકારની પરિસ્પન્દરૂ૫ વૃત્તિઓને પણ નાશ થતાં મેરૂ પર્વત જેવી અચલતા–સ્થિરતા પ્રાપ્ત થાય છે માટે એને શેલેશી” અવસ્થા પણ કહે છે. ત્યારપછી અયોગી કેવલી પાંચ લધુ– અક્ષરના ઉચ્ચારણ જેટલા કાલમાં શેપ સર્વ અઘાતી કર્મોને પણ ક્ષય કરી સિદ્ધ અવસ્થાને પામે છે.
આ પ્રમાણે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિ સંયોગનું સંક્ષિપ્ત સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. (૩૪ થી ૩૭)
સિદ્ધાત્માનું સ્વરૂપ - સિદ્ધ (મુક્ત) આત્મા સમણીએ લેકના અને એક સમયમાત્રમાં જ પહોંચી જાય છે. ત્રિભાગ ન્યૂન ચરમ દેહના પ્રમાણ જેટલી અવગાહનામાં તેમના આત્મપ્રદેશે ગોઠવાય છે. આત્મા અરૂપી લેવાથી જ્યાં એક સિદ્ધાત્મા રહે છે ત્યાં અનંત સિદ્ધાત્માઓ પરસ્પર નિરાબાધપણે રહી શકે છે. તેમજ સિદ્ધાત્મા વર્ણ, ગંધ, રસ, સ્પર્ધાદિથી રહિત, નાનાદિ ગુણોથી પરિપૂર્ણ અને અનંત-અવ્યાબાધ સુખના આસ્વાદમાં મગ્ન હોય છે. પૂર્ણતાનાદિ પ્રકાશમય-પૂર્ણાનંદમય સ્વરૂપને વરેલા સિદ્ધાત્માના સ્વરૂપને કેવલ જ્ઞાની જ સંપૂર્ણપણે જાણી શકે છે..! (૩૮ થી ૪ર)