________________
અધ્યાત્મગીતા
કેવલજ્ઞાનની પ્રાપ્તિ વખતે મનદ્રવ્યના સંવેગથી ઉત્પન્ન થયેલી વિકલાવૃત્તિઓને નિરોધ અને અયોગી અવસ્થામાં શરીરની પરિસ્પંદનરૂ૫ વૃત્તિઓને પણ નિરોધ અપુનર્ભવથી થાય છે તે “ વૃતિસંય” યોગ કહેવાય છે. આ વેગથી કેવલજ્ઞાન, રિલેશી અવસ્થા અને સદાનંદમયી મુકિતની પ્રાપ્તિ થાય છે.
આ પ્રમાણે અધ્યાત્મયોગ એ ભાવનાયોગનું કારણ છે અને ભાવના, ધ્યાન તથા સમતાગ એ વૃત્તિ સંયોગના કારણે છે.
વેગ એ પરમાર્થથી આત્મામાં રહેલી કમસંગની ગ્યતાને નાશ કરે છે. આત્માની વૃત્તિઓ બે પ્રકારની છે. (૧) સ્થૂલ ચેષ્ટા (ગમનાગમનરૂપ) અને (૨) સન્મ ચેષ્ટા (શ્વાસોશ્વાસરૂ૫) એ કર્મ સંગ જન્ય છે. તેથી કર્મસંગની યોગ્યતા એજ સંસારવૃક્ષનું મૂળ છે. વૃત્તિઓ તે પલ્લવ (પાંદડા) જેવી છે. મૂળના નાશથી તેને નાશ આપોઆપ થઈ જવ નો.
અધ્યાત્માદિયોગ કર્મ યોગની યોગ્યતાને અનુક્રમે સમૂળ નાશ કરે છે. ચિત્તવૃત્તિઓને નિરોધ કરે એ ચોગ છે. તેના બે પ્રકાર છે:(1) અશુભયોગમાંથી નિવૃત્ત થઈને શુભયોગમાં પ્રવૃત્તિ કરવી. (૨) સર્વથા વૃત્તિઓને નિરોધ કરે.
અધ્યાત્માદિ પ્રથમના ચાર યોગમાં પહેલા ભેદને અને વૃત્તિ સંક્ષયમાં બીજા ભેદને સમાવેશ થાય છે.
આ પ્રમાણે અપેક્ષાથી પાચે વેગ વૃત્તિનિરોધરૂપ છે છતાં પ્રારંભમાં એકી સાથે સર્વ વૃત્તિઓને નિરોધ થઈ શકતું નથી પણ અનુક્રમે દરેક બેગમાં વધારે ને વધારે નિરોધ થાય છે અને અંતે સર્વ નિધિની ચોગ્યતા પ્રાપ્ત થઈ અયોગીપણું અને તેના ફળ સ્વરૂપ સિદ્ધપણું પ્રાપ્ત થાય છે.
[ “અધ્યાત્મગીતા” પરના શ્રી અમીવરમુનિકૃત પ્રાચીન ટબાના આધારે સરળ ગુજરાતી ભાષામાં આ લખાણ કરવાને યત્કિંચિત પ્રયાસ કર્યો છે. અજ્ઞાનતાદિ દે કઈ ક્ષતિ થવા પામી હોય તે મિચ્છામિ દુક્કડમ્ .
– પ. પૂ. તપસ્વી મુનિરાજ શ્રી કંચનવિજ્યજી મ ના
શિષ્ય પં. કલાપૂર્ણવિજયજી