________________
અધ્યાત્મગીતા
શ્રદ્ધાઃ- સ્વ અભિલાષારૂપ છે, અર્થાત મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષપશમથી જન્ય ચિત્તપ્રસાદ-પ્રસન્નતા થાય છે તે.
મેધા:-પ્રન્થગ્રહણ પટું પરિણામરૂપ છે અથત જ્ઞાનાવરણય કર્મના ક્ષ પશમથી જન્ય ચિત્ત પરિણામરૂપ હેવાથી ગ્રન્ય – શાસ્ત્રના રહસ્યને ગ્રહણ કરવામાં કુશળતા પ્રાપ્ત થાય છે.
ધૃતિ: મન:પ્રણિધાન સ્વરૂપા–મેહનીયમના પશમથી ઉત્પન્ન થયેલી તથા દીનતા અને ઉત્સુક્તા રહિત ધીર અને ગંભીર આશયયુકત હેય છે.
ધારણા: પ્રસ્તુત વસ્તુની અવિસ્મૃતિ અર્થાત્ સ્મૃતિ સ્વરૂપ છે.
અનુપ્રેક્ષા-તસ્વાર્થ અનુચિનનરૂપ અનુપ્રેક્ષા છે. તે પણ જ્ઞાનાવરણીયકર્મના પશમથી જન્ય અનુભૂત પદાર્થના વિશિષ્ટ અભ્યાસ (પુનઃ પુનઃ આવૃત્તિ) રૂપ છે.
શ્રદ્ધાથી મેધા ઉત્પન્ન થાય અને મેધાથી ધૃતિ, વૃતિથી ધારણા અને ધારણાથી અનુપ્રેક્ષ. એમ અનુક્રમે એ ગુણની ઉત્પત્તિ થાય છે. તેમજ અનુક્રમે વૃદ્ધિ પામે છે.
સદા હરહમેશ વધતી જતી શ્રદ્ધા આદિ પૂર્વક કાયોત્સર્ગ કરવામાં આવે તે જ બોધિલાભ અને મોક્ષની અનુક્રમે પ્રાપ્તિ થાય છે!
"શ્રદ્ધા મેધા ધૃતિ, ધારણ અને અનુપ્રેક્ષા એ પાંચે અપૂર્વકરણરૂપ મહાસમાધિનાં બીજે છે” તે શ્રદ્ધાદિ બીજે તે અતિશય અને પરિપાકથી જ સમાધિદશા પ્રાપ્ત થતાં અનુક્રમે અપૂર્વકણરૂપ મહાસમાધિ પણ સિદ્ધ થાય છે.
શ્રદ્ધાદિ ચારના પરિપાકથી અનુપ્રેક્ષાની શક્તિ વધે છે અને અનુપ્રેક્ષા દ્વારા પાનમાં તન્મયતા-એકાગ્રતા વધે છે અને તે અપૂર્વ કરણ – અપૂર્વ અધ્યવસાયરૂ૫ મહાસમાધિપ પરિણમે છે.
આ ઉપથી સિદ્ધ થાય છે કે “કાસમ” એ વિશિષ્ટ પ્રકારનું ધ્યાન જ છે અને તે વિશિષ્ટ સ્થાનચકિતનો પ્રાદુર્ભાવ શ્રદ્ધાદિ ભાવોની અભિવૃદ્ધિથી જ થઈ શકે છે.