SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૨૭૮ ૨૫-પુણ્યાનુબંધિપુણ્ય અષ્ટક શ્લોકાર્થ– વિદ્વાન પુરુષોએ આ પ્રવજ્યાને સર્વ પ્રકારે સર્વ પાપવાળા અનુષ્ઠાનોથી નિવૃત્તિરૂપ માની છે. તેથી માતા-પિતાને ઉગ કરનારની દીક્ષા બિલકુલ યોગ્ય નથી. (૬) ટીકાર્ય– સર્વ પ્રકારે– નિમિત્તભાવથી પણ. (અહીં ભાવાર્થ આ છે– મન-વચન-કાયાથી જાતે તો પાપ કરવું-કરાવવું-અનુમોદવું નહિ, કિંતુ પોતાનું નિમિત્ત પામીને બીજા પાપ કરે તેમ પણ ન કરવું. નિમિત્તભાવથી પણ સર્વપાપથી નિવૃત્તિરૂપ દીક્ષા છે.) માતા-પિતાને ઉગ કરનારની– માતા- પિતાના ચિત્તસંતાપને કરનારની. માતા-પિતાને પ્રતિબોધ પમાડ્યા વિના કે માતા-પિતાને પ્રતિબોધ પમાડવાના શાસ્ત્રમાં કહેલા ઉપાયોને કર્યા વિના, દીક્ષા માટે પ્રવૃત્ત થયેલાની દીક્ષા યોગ્ય થતી નથી. કારણ કે તે માતા-પિતાના સંતાપરક્ષણના ઉપાયમાં પ્રવૃત્ત ન થવાથી નિમિત્તભાવથી માતા-પિતાના ચિત્તસંતાપરૂપ પાપને કરે છે. માતા-પિતાના ચિત્તસંતાપનો ત્યાગ કરવો જોઇએ. કહ્યું છે કે-“માતા-પિતા કર્મની વિચિત્રતાથી પ્રતિબોધ ન પામ્યા હોય તો પ્રતિબોધ પમાડે.” (પંચસૂત્ર બીજું સૂત્ર-૨) માતાપિતાને પ્રતિબોધ પમાડવાનો વિધિ હે માતા-પિતા ! (૧) ઉભય લોકના ફળવાળું જીવન પ્રશંસનીય છે. (૨) તથા સામુદાયિકરૂપે કરેલાં શુભકાર્યો સમુદાયરૂપે ફળે છે. સમુદાયરૂપે (=ભેગા મળીને) કરેલાં કાર્યોથી જેમણે સમુદાયરૂપ કાર્યો કર્યા હોય તેમનો ફરી પણ (ભવાંતરમાં) યોગ=મેળાપ થાય. (૩) આપણા બધાનો ભવપરંપરાથી ઘણા દીર્ધકાળનો વિયોગ થશે. (૪) સમુદાયિકરૂપે શુભકાર્યો ન કરવામાં આવે તો આપણી આ પ્રવૃત્તિ એક વૃક્ષ ઉપર રહેનારા પક્ષીઓની તુલ્ય થાય છે. કહ્યું છે કે-“જેવી રીતે (રાત) નિવાસ કરવાના વૃક્ષ ઉપર આવીને પક્ષીઓ (સવાર થતાં) જતા રહે છે છૂટા પડી જાય છે, તે રીતે જીવોનો સંયોગ અંતે વિયોગવાળો છે.” (૫) આ જ વાતને સ્પષ્ટ કરતાં કહે છે- સ્વચ્છંદી મૃત્યુને આવતું રોકી શકાતું નથી, અને આયુષ્ય અલ્પ હોવાથી મૃત્યુ અત્યંત નજીક છે. (૬) સમુદ્રમાં પડેલ રત્નની જેમ મનુષ્યભવ અતિશય દુર્લભ છે. (૭) કારણ કે મનુષ્ય ભવ સિવાય પૃથ્વીકાયાદિના ભવો કાયસ્થિતિની અપેક્ષાએ ઘણા છે. કહ્યું છે કે-“પૃથ્વીકાય વગેરે ચાર એદ્રિયોની કાયસ્થિતિ અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી છે, અને વનસ્પતિકાયની કાયસ્થિતિ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી જાણવી.” આ ભવો બહુ દુઃખવાળા=પ્રબળ અશાતાવેદનીયના ઉદયવાળા, મોહના પ્રબળ ઉદયના કારણે મોહરૂપ અંધકારવાળા, સ્વભાવથી અશુભ પ્રવૃત્તિનું કારણ હોવાથી પાપના અનુબંધવાળા છે. એથી જ ચારિત્રધર્મ માટે અયોગ્ય છે. (૮) ભવરૂપ સમુદ્રમાં વહાણ સમાન આ મનુષ્યભવચારિત્ર માટે યોગ્ય છે. કારણ કે મનુષ્યભવ ભવરૂપ સમુદ્રના પારને પમાડે છે. આથી મનુષ્યભવને સ્વકાર્ય ધર્મમાં જોડવો (=ઉપયોગ કરવો) એ યોગ્ય છે. મનુષ્યભવને ધર્મમાં કેવી રીતે જોડવો તે કહે છે-સંવરથી જેના જીવહિંસા વગેરે છિદ્રો પૂરાઇ ગયા છે, વારંવાર જ્ઞાનનો ઉપયોગ કરવાના કારણે જ્ઞાન જેનો સુકાની છે, અનશન વગેરે તપનું સેવન કરવાના કારણે તારૂપ પવન જેનો સહાયક છે, તેવા મનુષ્ય ભવરૂપ વહાણનો ચારિત્રધર્મરૂપ સ્વકાર્યમાં ઉપયોગ કરવો જોઇએ. (૯) કારણ કે મનુષ્યભવરૂપ આ અવસર દુર્લભ છે, અને સિદ્ધિસાધક ધર્મનું સાધન હોવાથી અનુપમ છે. (૧૦) સિદ્ધિ
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy