SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ २६१ અષ્ટક પ્રકરણ ૨૩-શાસનમાલિ નિષેધ અષ્ટક पुरजनादिपरिवृतो भक्तिभरावर्जितमानसो जिनान्तिकमाजगाम । तावपि नैगमनायकतनयौ भक्तिकौतुकाभ्यां तत्रागतौ । ततो भगवताभिहिते जन्तुसन्तानस्य कर्मबन्धहेतौ, वर्णिते मुक्तिकारणे, दर्शिते भवनैगुण्ये, प्रकटिते निर्वाणसुखानन्त्ये, मोहनिद्राविद्रवणेन दिनकरकरनिकरैरिवाम्भोजराजयो भगवद्वचनैः प्रतिबुद्धा भूयांसो भव्यजन्तवः । ततस्तयोरपि वणिग्नन्दनयोर्येष्ठस्य सम्पन्ना बोधिः, द्वितीयस्य तु वव्रतण्डुलस्येव दुर्भेदत्वेन बोधिर्नाभवत् । ततो ज्येष्ठस्य हर्षोऽजनि, अहो धन्योऽहं येन मयाऽनर्वापारभवजलनिधिनिमग्नेन सद्धर्मयानपात्रमेवंविधमवाप्तम् । इतरस्य तु क्लिष्टकर्मणा माध्यस्थ्यमेवाभवत् । ततः परस्परयाभिप्रायमवगतवन्तौ, यथावयोर्धर्मपरिणतिविशेषे भेदोऽभूत् । ततो ज्येष्ठो भगवन्तं पप्रच्छ, यदुत भगवंस्तुल्यस्नेहयोरावयोस्तुल्य एव विभूतिरूपविनयादिसम्बन्धोऽभवत्, अधुना पुनर्मुक्तिफलकल्पतरुकल्पसम्यक्त्वविभूतिप्राप्तावतुल्यता जाता, मम मित्रस्य तद्विकलत्वात्, तत् किमत्र कारणम् । ततो भगवानुवाच, भो भद्र ! भवन्तौ जन्मान्तरे ग्राममहत्तरसुतावभूताम्, ततो व्यसनोपहतौ चौर्यपरायणावभवताम्, अन्यदा ग्रामान्तरं गत्वा गा अपहृतवन्तौ, ततस्ताः स्वस्थानं नयन्तौ दण्डपाशिकान् पश्चाल्लग्नान् विज्ञाय तद्भयात्पलायमानौ गिरिगह्वरे प्राविशताम्, शैलगुहायां चातापयन्तं महातपस्विनमपश्यताम्, ततस्त्वं संवेगमागतोऽवोचः, यथा सुलब्धमस्य जन्म योऽयं परित्यक्तसकलपुत्रकलत्रमित्रादिसम्बन्धः संतोषसुखसागरावगाढो धर्मनिरतचित्तो विषयविरतः स्वर्गापवर्गसंसर्गाय तपस्यति, मादृशास्त्वधन्या उभयलोकगर्हितमनर्थफलं क्लेशबहुलं च चौर्यमाश्रिता इत्येवंविधा साधुसाधुप्रशंसा भवतो बोधिबीजमजनि, इतरस्य तु यतिद्वेषो बोधिबीजदाही सञ्जातः । इदं भवतोबंधिर्भावाभावकारणमिति ॥६॥ આ જ વિષયને દષ્ટાંતથી વિચારતા ગ્રન્થકાર કહે છે શ્લોકાર્થ– વર્ણવાદરૂપ બીજ કાળાંતરે સમ્યકત્વનું કારણ બને છે એમ બે ચોરોના દૃષ્ટાંતથી સ્વીકારવું જોઇએ. જૈનશાસનની પ્રશંસા કરનાર એક ચોર કૌશાંબી નગરીમાં વણિકરૂપે ઉત્પન્ન થઇને સમ્યકત્વ પામ્યો. જ્યારે બીજો ચોર (એનો મિત્ર) સમ્યકત્વ ન પામ્યો. આ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ છે. ભાવાર્થ કથાનકથી જાણી શકાય છે. કથાનક આ છે કૌશાંબી નગરીમાં ધન નામના શ્રેષ્ઠીનો ધનપાલ નામનો અને યક્ષ નામના શ્રેષ્ઠીનો વસુપાલ નામનો પુત્ર હતો. તે બન્ને પરસ્પર અત્યંત સ્નેહવાળા હતા. સ્નેહના કારણે જ તે બંને સમાન ચિત્તવાળા, સમાન સ્વભાવવાળા અને સમાન ધનવાળા હતા. એકવાર વિહાર કરતા મહાવીર એવા શ્રી વર્ધમાન સ્વામી ત્યાં પધાર્યા. પછી ઉત્તમદેવોએ રચેલા, રત્ન વગેરેના પ્રભાસમૂહરૂપ જલની મધ્યમાં રહેલા, વિચિત્રપત્રોની ત્રણ શ્રેણિઓથી યુક્ત કમળ સમાન, ચાંદી-સુવર્ણમણિઓથી બનાવેલા વિશાળ કિલ્લાના ત્રણ વર્તુલના મધ્યભાગમાં બિરાજમાન શ્રી વર્ધમાનસ્વામીએ ધર્મનો ઉપદેશ આપ્યો. શ્રી વર્ધમાન સ્વામીના શરીરનો વર્ણ કેસરસમૂહના વર્ણ જેવો હતો. શ્રી વર્ધમાન સ્વામી ભ્રમર સમૂહ સમાન વર્ણવાળા અશોક વૃક્ષની નીચે બેઠા હતા. આકાશતળમાં ઉડતા હંસયુગલ સમાનવર્ણવાળા શ્વેત નિર્મળ બે ચામરો તેમને વીંઝાઇ રહ્યા છે. તેમનો ધ્વનિ મત્ત બનેલા ભ્રમરસમૂહના ઝંકાર ધ્વનિથી અધિક મનોહર હતો. આવા શ્રી વર્ધમાન સ્વામીએ દેવસમૂહથી વ્યાપ્ત સભામાં વિશ્વલોકનું નિયંત્રણ કરનાર મોહરૂપ દોરડાને ત્રડ
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy