SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૨૫૯ ૨૩-શાસનમાલિ નિષેધ અષ્ટક सम्यग्दर्शनप्रतिपत्तृभ्योऽपरे, 'अस्य' सम्यग्दर्शनस्य, 'शोभनम्' अवध्यं, कालान्तरे अवश्यं सम्यग्दर्शनफलजननादिति ॥४॥ બીજાઓ તો ચોથા વગેરે શ્લોકોના સ્થાને આ ( નીચે કહેવાશે તે) પાંચ શ્લોકોને કહે છે. જે શાસનની ઉન્નતિમાં પ્રવર્તે છે તે બીજાઓને સમ્યકત્વ પમાડવામાં નિમિત્ત બનીને પોતે પણ તે જ અનુત્તર સમ્યકત્વને પામે છે. એમ ત્રીજા શ્લોકમાં કહ્યું છે. હવે આ જે રીતે સમ્યકત્વને પમાડવામાં નિમિત્ત બને છે તે રીતે બતાવતા ગ્રન્થકાર કહે છે શ્લોકાર્થ- (તથા=) વિશિષ્ટ ઉદારતાદિપૂર્વક કરાતા (તeપ્રવચનની પ્રભાવવાનું કારણ બને તેવા પૂજા વગેરે અનુષ્ઠાનને જોઇને “જૈનશાસન સુંદર છે'એવા જ્ઞાનથી કોઇક ભવ્યજીવો ત્યારે જ સમ્યકત્વને પામે છે, અને બીજા જીવો સમ્યકત્વના અવંધ્યબીજને પામે છે. (૪) ટીકાર્થ– સુંદર છે=અન્ય શાસનમાં આવું ન થતું હોવાના કારણે જૈનશાસન પ્રધાન છે કે જ્યાં આવું ઉદાર નિર્દોષ અનુષ્ઠાન થાય છે. ત્યારે જ જ્યારે જિનશાસન પ્રત્યે પક્ષપાત થાય છે ત્યારે જ. બીજી જીવોસમ્યકત્વને પામનારાથી બીજા જીવો. અવંધ્યત્રકાળાંતરે અવશ્ય સમ્યગ્દર્શનરૂપ ફલ ઉત્પન્ન કરવાના કારણે અવંધ્યબીજ છે. બીજને શાસન પ્રત્યે પક્ષપાતરૂપ કારણને. ભાવાર્થ- વિશિષ્ટ ઉદારતાદિપૂર્વક કરાતા અને એથી જ પ્રવચનની પ્રભાવનાનું કારણ બને તેવા પૂજા વગેરે અનુષ્ઠાનને જોઇને કોઇક ભવ્યજીવોને અન્ય શાસનમાં ન થાય તેવું નિર્દોષ અનુષ્ઠાન જૈનશાસનમાં થાય છે એવો બોધ થાય છે. આથી તે જીવોને જિનશાસન પ્રત્યે પક્ષપાત ઉત્પન્ન થાય છે. એથી તે જીવો જૈનશાસનની પ્રશંસા કરવા દ્વારા તે જ વખતે સમ્યકત્વને પામે છે. બીજા ભવ્યજીવો ભવિષ્યમાં અવશ્ય સમ્યકત્વની પ્રાપ્તિ થાય તેવા સમ્યકત્વના બીજને પામે છે. (૪) अथ सम्यक्त्वबीजस्य हेतुतां प्रतिपद्यमानः कथं सम्यक्त्वहेतुतां प्रतिपद्यत इत्यभिधीयते, अत्रोच्यते, बीजस्य कालान्तरे सम्यक्त्वजननादेतदेवाह सामान्येनापि नियमाद्, वर्णवादोऽत्र शासने । कालान्तरेण सम्यक्त्व-हेतुतां प्रतिपद्यते ॥५॥ वृत्तिः- 'सामान्येनापि' अविशेषेणापि, जिनशासनमपि साधु इत्येवंपरिणाम आस्तां पुनर्विशेषेण जिनशासनमेव साध्वित्येवं शासनान्तरव्यपोहेनापि, 'नियमात्' अवश्यंभावेन, 'वर्णवादः' श्लाघा सम्य નવી મિત્યર્થ, “સત્ર' રતિ પ્રત્યાયને નૈન ત્યર્થ, નો વા, “શાસને અવરને, “ઋત્રિાન્ત' वर्णवादकरणकालादन्यः कालः कालान्तरं तेन, कियताप्यागामिकालेनेत्यर्थः, 'सम्यक्त्वहेतुतां' सम्यग्दर्शननिमित्तताम्, 'प्रतिपद्यते' भजते, सम्यक्त्वं जनयतीत्यर्थ इति ॥५॥
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy