________________
૮૫
અષ્ટક પ્રકરણ
૧૪-એકાન્તનિત્યપક્ષખંડન અષ્ટક (શાવાસ ના ટીકાકરે “પુરુષ મનને પોતાના જેવો બનાવે છે” એવો અર્થ કર્યો છે. શાળવા.સ. ની ટીકાનો અર્થ વધારે યોગ્ય લાગવાથી અનુવાદમાં શાવા.સ. ની ટીકાના આધારે અર્થ લખ્યો છે.)
આવા પ્રકારના ભોગનું આયતન (=સ્થાન)તે ભોગાધિષ્ઠાન. પ્રકૃતિમાં વિકાર થયે છતે બુદ્ધિ-અહંકારઇંદ્રિય વગેરે કે જેમાં પુરુષનો ભોગ થાય છે–પુરુષ ભોગવે છે, તે ભોગાધિષ્ઠાન છે, અર્થાત્ શરીરમાં પુરુષનો ભોગ થાય છે. માટે ભોગાધિષ્ઠાન એટલે શરીર.
ભોગાધિષ્ઠાનને આશ્રયીને પણ” એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે-કેવળ ભોગાયતનની કલ્પનાથી રહિત પુરુષને માનવામાં દોષ છે, એમ નહિ, કિંતુ ભોગાધિષ્ઠાનને આશ્રયીને પણ જીવનો ઊર્ધ્વગતિ આદિ સંસાર છે, એમ માનવામાં પણ એ જ દોષ રહેલો છે. અહીં એ જ દોષ એટલે ઊર્ધ્વગતિ આદિ સંસાર અપારમાર્થિક બને એ દોષ. આ દોષ હમણાં જ (પ્રસ્તુત અષ્ટકના છઠ્ઠા શ્લોકમાં) કહ્યો છે.
ભોગાધિષ્ઠાનને આશ્રયીને પણ જીવનો ઊર્ધ્વગતિ આદિ સંસાર અપારમાર્થિક બને. કારણ કે ભોગાધિષ્ઠાન શરીર જ છે. આત્મા નિષ્ક્રિય હોવાથી આત્માનો શરીરની સાથે સંબંધ ન ઘટી શકે. શરીરસંબંધનો અભાવ હોવાથી શરીર દ્વારા થતો સંસાર ઓપચારિક જ બને.
તથા ભોગાધિષ્ઠાનની કલ્પના પણ અસંગત જ છે. કારણ કે આત્માનો ભોગ જ (આત્મા ભોગવે છે એ જ) ઘટતું નથી. આ વિષયને ગ્રંથકાર (શ્લોકના ઉત્તરાર્ધમાં) કહે છે કે નિષ્ક્રિય આત્માનો ભોગ પણ કયા હેતુથી થાય ? અર્થાત્ “પુરુષ ભોગવે છે” એ કોઇ હેતુથી ન ઘટી શકે. કારણ કે ભોગ ક્રિયાવિશેષ જ છે=એક પ્રકારની ક્રિયા જ છે. નિષ્ક્રિય આત્મામાં કોઇ ક્રિયા ન હોય.
ભોગ પણ” એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે-નિષ્ક્રિય આત્માની કેવળ ભોગાધિષ્ઠાનને આશ્રયીને સંસાર ઔપચારિક સિદ્ધ થાય છે એમ નહિ, કિંતુ નિષ્ક્રિય આત્માનો ભોગ પણ કોઇ હેતુથી સિદ્ધ થતો નથી, અર્થાત્ ભોગ પણ ઔપચારિક સિદ્ધ થાય છે.
સંક્ષેપમાં સાર– (૧) આત્મા નિષ્ક્રિય હોવાથી એનો શરીરની સાથે સંબંધ ન ઘટે (૨) શરીરની સાથે સંબંધ ન ઘટવાથી શરીરને આશ્રયીને જીવનો વાસ્તવિક સંસાર ન ઘટે. (૩) નિષ્ક્રિય હોવાથી વિષયોપભોગ પણ ન કરે. (૭).
अथाहिंसादीनां शरीरसम्बन्धस्य भोगस्य चाभावलक्षणदोषभयात् सक्रियत्वमात्मनोऽभ्युપતે તરાહ– .
इष्यते चेत्क्रियाप्यस्य, सर्वमेवोपपद्यते । मुख्यवृत्त्यानघं किन्तु, परसिद्धान्तसंश्रयः ॥८॥
વૃત્તિ - “ષ્યતે' રાખ્યુપાય, ' , "ક્રિયાપિ' વારિત્ શરીરસવનાિ , ક્રિયા तावदिष्टैवेति प्रतिपादनार्थोऽपिशब्दः, 'अस्य' नित्यात्मनः, इह तदेति शेषो दृश्यः, ततश्च तदा 'सर्वमेव' निःशेषमेव यत्पूर्वमहिंसादिकमनुपपद्यमानतया प्रतिपादितं तत्, 'उपपद्यते' घटते, कथमित्याह- 'मुख्य