SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૧૪૪ ૧૦-વેરાગ્ય અષ્ટક ઉત્તરપ– એ પ્રમાણે નથી. અતીત અને અનાગત વસ્તુઓ યોગિજ્ઞાનને ઉત્પન્ન કરે છે. તેથી અતીત અને અનાગત વસ્તુઓ વસ્તુ–સતું બને. (ભૂત-ભાવી-વર્તમાન એ ત્રણે કાળના પદાર્થો યોગીના પ્રત્યક્ષજ્ઞાનના વિષયો બને છે. છતાં અતીત-અનાગતકાળના વિષયો ત્યાં હાજર નથી.) અથવા અર્થક્રિયાકારિત્વ સતુનું લક્ષણ થાઓ. તો પણ તે પરિણામી વસ્તુમાં જ ઘટે છે. કારણ કે એકાંતે ક્ષણિક અને એકાંતે નિત્યવસ્તુમાં તે ઘટે નહિ. તે આ પ્રમાણે-ક્ષણિક પદાર્થ (=વસ્તુ) પૂર્વેક્ષણમાં, સ્વક્ષણમાં, અનાગત ક્ષણમાં કાર્ય કરે એમ (ત્રણ) વિકલ્પો છે. - તેમાં પૂર્વેક્ષણમાં કાર્ય ન કરે. કારણ કે તે વખતે તે ઉત્પન્ન જ થયો ન હોવાથી નથી. પોતાના ક્ષણમાં કાર્ય ન કરે. કારણ કે સમકાળે થનારા પદાર્થમાં ક્રિયા નથી. અન્યથા (=સમકાળે થનારા પદાર્થમાં ક્રિયા હોય તો) એક ક્ષણો રહેલા સર્વ પદાર્થક્ષણોનો પરસ્પર કાર્ય-કારણ થવાનો પ્રસંગ આવે. અનાગત ક્ષણમાં પણ કાર્ય ન કરે. કારણે અનાગત ક્ષણમાં પદાર્થ વિનાશ પામેલો હોવાથી નથી જ. વળી ક્ષણિક પદાર્થ ક્રમથી અર્થક્રિયા (=કાર્યો કરે કે યુગપતુ? કમથી અર્થક્રિયા ન કરે. કારણ કે ક્ષણિકપણામાં ક્રમથી કરવાનો સંભવ નથી. યુગપતું પણ કાર્ય ન કરે, કારણ કે તેમાં પ્રશ્ન થાય કે અવિદ્યમાન પદાર્થ યુગપતું કાર્ય કરે છે કે વિદ્યમાન પદાર્થ યુગપતું કાર્ય કરે છે ? અવિદ્યમાન પદાર્થ ન હોવાથી જ ગર્દભશૃંગની જેમ યુગપતું ક્રિયા ન કરી શકે. વિદ્યમાન પદાર્થ પણ યુગપતું કાર્ય ન કરી શકે. તેમાં સ્વક્ષણે કાર્ય કરવામાં જે દોષો કહ્યાં છે તે દોષોનો પ્રસંગ આવે. વળી– સ્વભાવભેદવાળા અનેકકાર્યોને યુગપ કરવામાં વસ્તુ અનેક સ્વરૂપવાળી બને. ક્ષણિકવાદીઓના મતે વસ્તુ અનેક સ્વરૂપવાળી નથી. નિત્યવસ્તુ તો એકસ્વરૂપવાળી હોવાના કારણે બંને (ક્રમથી અને યુગપતું એ બંને) વિકલ્પોથી કર્મ કરવામાં કુશળ=(સમર્થ) નથી એમ તમોએ જ કહ્યું છે. (નિત્યવાદી અને ક્ષણિકવાદીના વિવાદમાં ક્ષણિકવાદીએ નિત્યપદાર્થ ક્રમથી કે યુગપતું કાર્ય ન કરી શકે એમ કહીને નિત્યવાદનું ખંડન કર્યું છે.) આથી “જે કાર્ય કરે તે જ સત્ છે” એવું સતુનું લક્ષણ પરિણામી વસ્તુમાં જ રહે છે=ઘટે છે. વળી- જો તમે વસ્તુને સર્વથા ક્ષણિક ઇચ્છો છો=માનો છો તો કાર્ય-કારણભાવ વગેરેને કોણ સ્વીકારશે ? (૧) “સર્વથા ક્ષણભંગુર મતમાં કોઇ પણ કર્તા દીર્ધકાળ સુધી રહેતો જ નથી, કે જે “આ કપાલ પૂર્વવર્તી હોવાથી કારણ છે અને આ ઘટ ઉત્તર હોવાથી કાર્ય છે” એમ પૂર્વોત્તર ક્રમવાળી પદ્ધતિનું અવલોકન કરીને કારણ-કાર્યનો નિર્ણય કરી શકે. અન્વય-વ્યતિરકેનું સ્વરૂપ શ્લોકના ઉત્તરાર્ધમાં જણાવે છે-) થ =કારણની ઉપલબ્ધિ હોતે છતે આ કાર્ય ઉપલબ્ધ થાય છે, સાયણિી કારણની ઉપલબ્ધિ થતી ન હોય તો આ કાર્ય દેખાતું જણાતું નથી. (૨) આ પ્રમાણે અન્યય વ્યતિરક જ્ઞાનનું અનુસંધાન કરનાર પૂર્વોત્તર કાલવ્યાપી કર્તા ક્ષણભંગુર મતમાં ક્યાં વિદ્યમાન છે ? આમ બોદ્ધમતે કાર્ય-કારણ ભાવનો નિશ્ચય થઇ શકતો નથી એમ સિદ્ધ થાય છે. તથા આત્માનું સર્વથા અસત્ત્વ પણ અસંગત છે. કથંચિત્ તો સંગત જ છે. કહ્યું છે કે “આત્માનું અસત્ત્વ પરરૂપથી ઇચ્છાય છે, સર્વથા નહિ. જો સર્વથા તેનો અભાવ હોય તો પરલોક સિદ્ધ ન થાય.”
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy