SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૧૪૧ , ૧૦-વેરાગ્ય અષ્ટક અબદ્ધ છે– આત્મા કોઇનાથી જરાપણ સ્પર્શાયેલો નથી. કહ્યું છે કે-“તેથી કોઇ (=પુરુષ) બંધાતો નથી, મુક્ત થતો નથી, અને સંસારમાં પરિભ્રમણ કરતો નથી. જુદા જુદા આશ્રયવાળી પ્રકૃતિ સંસારમાં પરિભ્રમણ કરે છે, બંધાય છે અને મુક્ત થાય છે.” ક્ષણિક છે – આત્મા એકાંતે ક્ષણિક છે એમ કોઇ કહે છે. કારણ કે તેનો સિદ્ધાંત આ છે-જેવી રીતે ટેકું ફેંક્ય છતે (તેમાંથી માટીના નાના નાના ટુકડાઓ ઉત્પન્ન થતા હોવાથી) ઉત્પત્તિનું કારણ છે, પણ ઉત્પત્તિના કારણ સિવાય બીજું કોઇ કારણ નાશમાં નથી. (૧) તેવી રીતે ગીચધર્મવાળા દ્રવ્યોમાં ઉત્પત્તિનું કારણ છે, ઉત્પત્તિના કારણ સિવાય બીજું કોઇ કારણ વિનાશનું નથી. (૨) નષ્ટ થયેલા પદાર્થો નિધાનમાં જમા નથી, અનાગતકાલીન પુદ્ગલોનો ઢગલો હાજર નથી, ઉત્પન્ન થયેલા પદાર્થો સોયના અગ્રભાગ ઉપર રાખેલા સરસવના દાણાની જેમ સ્થિર નથી. (૩) અર્થક્રિયાનું (=કાર્યનું) કરવું એ જ વસ્તુનું લક્ષણા કહેવાય છે. સઘળી વસ્તુઓમાં ક્રમથી કે યુગ૫દ્ અવિરુદ્ધ ક્રિયા થવી જોઇએ. (૧) પણ નિત્યવસ્તુમાં ક્રમથી કે યુગપદ્ ક્રિયાને આશ્રયીને વિરોધ આવે છે. તેથી વસ્તુ ક્ષણસ્થાયી છે. (૨) તથા આત્મા વિદ્યમાન નથી. કારણ કે બોદ્ધ સિદ્ધાંતમાં આ શ્લોક છે-“જેવી રીતે કુમારી વનમાં જન્મેલા અને મરેલા પુત્રને જુએ, તથા પુત્ર ઉત્પન્ન થાય ત્યારે હર્ષ પામે, અને મૃત્યુ પામે ત્યારે ખિન્ન બને, તેવી રીતે સર્વ ધર્મોને જાણો, અર્થાત્ સર્વપદાર્થોને કુમારીના આવા વખ જેવા જાણો.” આ શ્લોક વૈદિક હોવાથી આમાં અપશબ્દ છે તથા છંદભંગ છે એમ નિશ્ચય (=વિચાર) ન કરવો. તથા “સર્વ ધર્મો ( પદાર્થો) નિધર્મ (નિરાત્મ) છે. કારણ કે પદાર્થમાં પદાર્થભિન્ન ગુણધર્મને સિદ્ધ કરનાર હેતુ નથી.” (અર્થાત્ ઘટમાં ઘટત્વ કે પટમાં પટવ નથી. માટે ઘટ ઘટાત્મક કે પટ પટાત્મક નથી. આ જ ઘટ-પટાદિ પદાર્થ નિષ્ઠ નેરાન્ય છે. ઘટભિન્ન ઘટનિષ્ઠ ઘટત્વ સાધક હેતુ ન હોવાથી પદાર્થમાં નેરાન્ય કહેવાય છે. અહીં એ શંકા થાય કે જો એવું હોય તો ઘટમાં ઘટત્વની જેમ સત્ત્વધર્મ પણ સિદ્ધ નહિ થઇ શકે. આ શંકાના નિરાકરણ માટે ઉત્તરાર્ધમાં કહે છે કે) “જો ઘટ સવરૂપ ન હોય વંધ્યાપુત્રની જેમ અસતું હોય તો અર્થ આવી પ્રતીતિનો (=દષ્ટિનો) પણ ઉચ્છેદ થઈ જાય. તેવું ન બને માટે ઘટ-પટ વગેરેમાં સત્ત્વગુણ ધર્મ શાસ્ત્રકારોએ જણાવેલ છે.” આમ ઘટત્વપટવની જેમ આત્મત્વ નામનો ગુણધર્મ સિદ્ધ થઇ શકતો નથી કે જેના આશ્રયને આત્મા તરીકે ઓળખાવી શકાય. માટે આત્મા નથી. આવું બૌદ્ધોનું તાત્પર્ય જણાય છે. આ ગાથામાં વા શબ્દ વિકલ્પ અર્થવાળો છે, અથવા જે ન કહ્યું હોય તેનો સમુચ્ચય કરવાના અર્થવાળો છે. તેથી (બૌદ્ધમતે) આત્મા ચિત્તમાત્ર છે. કારણ કે આ સુગતવચન છે– હે જિનપુત્ર! જે આ (વાત-પિત્તકફ) ત્રણધાતુથી બનેલું છે તે ચિત્તમાત્ર આત્મા છે.” વિશેષાર્થ– બૌદ્ધોની એ માન્યતા છે કે કોઇપણ પદાર્થ પોતાના હેતુઓથી ઉત્પન્ન થાય છે. પોતાના કારણોથી ઉત્પન્ન થતી વસ્તુ વિનશ્વર સ્વભાવવાળી જ ઉત્પન્ન થાય છે. આથી પદાર્થની ઉત્પત્તિનાં કારણો છે, પણ નાશ પામવાનાં કારણો નથી. દરેક વસ્તુ ઉત્પન્ન થયા પછી કોઇ કારણ વિના જ નાશ પામે છે, આથી જ ક્ષણિક છે. ૧. કેવી રીતે વિરોધ આવે છે તે સ્યાદ્વાદ મંજરી અને પડદર્શન સમુચ્ચય વગેરે ગ્રંથોમાંથી જાણી લેવું. વિસ્તારભયથી અહીં લખ્યું નથી.
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy