________________
અષ્ટક પ્રકરણ
૧૩૫
૧૦-વેરાગ્ય અષ્ટક
૨૦ મણ વશ વૈરાથાષ્ટકમ્ | सम्यग्ज्ञानाद्वैराग्यमुपजायत इत्यतस्तन्निरूपणायाहआर्तध्यानाख्यमेकं स्या-मोहगर्भ तथापरम् । सज्ज्ञानसङ्गतं चेति, वैराग्यं त्रिविधं स्मृतम् ॥१॥
वृत्तिः- ऋतं दुःखं तत्र भवमार्तं, तच्च तद् ध्यानं चैकाग्रचित्तत्वम् आर्तध्यानम्, इष्टानिष्टार्थवियोगावियोगनिमित्तं सविक्लवं चित्तमित्यर्थः, तदेवाख्या संज्ञा यस्य तद् 'आर्तध्यानाख्यम्', 'एक' प्रथमम्, 'स्यात्' भवेत्, मोहो मिथ्यात्वमज्ञानं च गर्भोऽन्तःसारो यस्य तद्'मोहगर्भम्', 'तथा' इति समुच्चये, 'अपरम्' अन्यत्, सज्ज्ञानं सम्यग्बोधस्तेन सङ्गत्तं युक्तं 'सज्ञानसङ्गतम्,' 'चः' समुच्चये, 'इति' अनेन प्रकारेण, विगतो रागः प्रमादो यस्य स विरागः, तस्य भावः कर्म वा 'वैराग्यम्', तिस्रो विधा भेदा यस्य તત્ ત્રિવિયમ્', “મૃતમ્' સાર્તાલિમતિ શા
| દશમું વૈરાગ્ય અષ્ટક (સાચા વૈરાગ્ય વિના ધર્મ સંભવે જ નહિ. તાત્ત્વિક વૈરાગ્યથી જ ધર્મની કે મોક્ષની પ્રાપ્તિ થાય. આથી ધર્માર્થીએ તાત્વિક વૈરાગ્યનું સ્વરૂપ અવશ્ય જાણવું જોઇએ. એ માટે આ અષ્ટકનું અધ્યયન અનિવાર્ય છે. આ અષ્ટકમાં ત્રણ પ્રકારના વૈરાગ્યનું વર્ણન કરવામાં આવ્યું છે.).
સભ્ય જ્ઞાનથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. આથી વૈરાગ્યનું નિરૂપણ કરવા માટે કહે છે
શ્લોકાર્થ– આર્તધ્યાન' નામનો એક, મોહગર્ભ બીજો અને સજ્ઞાન સંગત ત્રીજો એમ વૈરાગ્ય ત્રણ પ્રકારનો કહ્યો છે. (૧)
ટીકાર્થ– આર્તધ્યાન- ત એટલે દુ:ખ, ઋતમાં= દુ:ખમાં થયેલું ધ્યાન તે આર્તધ્યાન. ધ્યાન એટલે ચિત્તની એકાગ્રતા. ઇષ્ટ પદાર્થનો વિયોગ અને અનિષ્ટ પદાર્થનો સંયોગરૂપ નિમિત્તથી આકુળ વ્યાકુળ થયેલું ચિત્ત આર્તધ્યાન છે.
મોહગર્ભ– મોહ એટલે મિથ્યાત્વ અને અજ્ઞાનતા. ગર્ભ એટલે અંદરનો સાર. મોહ છે અંદરનો સાર જે વૈરાગ્યમાં તે મોહગર્ભ કહેવાય.
સજ્ઞાન સંગત– સજ્ઞાન એટલે સમ્યગ્બોધ. સંગત એટલે યુક્ત. સાનથી યુક્ત વૈરાગ્ય સજ્ઞાન સંગત છે.
વૈરાગ્ય– જેમાંથી રાગ (=પ્રમાદ) ચાલ્યો ગયો છે તે વિરાગ, વિરાગનો ભાવ કે ક્રિયા તે વૈરાગ્ય.
કહ્યો છે– આપ્ત પુરુષોએ કહ્યો છે. (૧) ૧. અન્ય ગ્રન્થોમાં વૈરાગ્યના અનુક્રમે દુ:ખગર્ભિત મોહગર્ભિત અને જ્ઞાનગર્ભિત એવાં ત્રણ નામો છે. ૨. અહીં સિદ્ધહેમ વ્યાકરણ ૬-૩-૧૨૩ સૂત્રથી “તત્ર પર્વ'' એ અર્થમાં શ્વત શબ્દથી ત્રણ પ્રત્યય આવ્યો છે.