SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૧૦૪ ૭-પ્રચ્છન્નભોજન અષ્ટક ભાવિતાત્મા એવા કથનથી સાધુના આચારમાં જે પ્રગટ ભોજન થાય અને તેના કારણે સ્વ-પરના અનર્થના કારણરૂપ, અપ્રશમને વહન કરનાર અને જિનાજ્ઞા ભંગરૂપ જે પ્રવચનનો ઉપઘાત ( શાસનહીલના) થાય, તેનો ભાવિતાત્માએ અવશ્ય ત્યાગ કરવો જોઇએ એમ જણાવ્યું. જિનાગમમાં પ્રગટ ભોજનનો નિષેધ કર્યો છે. કહ્યું છે કે “છ કાયની દયાવાળો પણ સાધુ (આહાર-નિહાર પ્રગટ કરે તો) આહારમાં, નિહારમાં (=મલ વિસર્જન કરવામાં) અને જુગુણિત ઘરોમાંથી પિંડ ગ્રહણ કરવામાં બોધિને દુર્લભ કરે.” (ઓશનિયુક્તિ-૪૪૩) | મુમુક્ષુ આત્માને કર્મબંધનથી મૂકાવવાને ઇચ્છે તે મુમુક્ષુ, અર્થાત્ દીક્ષિત. આનાથી જે મુમુક્ષુ નથી તેનો નિષેધ કર્યો. કારણકે તેને પુણ્યબંધ સંમત છે. પુણ્ય(બંધ) આદિ– પુણ્ય એટલે શુભકર્મ. અહીં આદિ શબ્દથી વાચકને (ભોજન ન આપવાથી) અપ્રીતિ વગેરે દોષો, (ભોજન આપવામાં આવે તો) અસંયતના પોષણ દ્વારા થયેલ આરંભમાં પ્રવર્તાવારૂપ પાપ, અને પ્રવચનહીલના ગ્રહણ કરવામાં આવે છે. (૧) कथमप्रच्छन्नभोजने पुण्यबध इत्याहभुञ्जानं वीक्ष्य दीनादि-र्याचते क्षुत्प्रपीडितः । तस्यानुकम्पया दाने, पुण्यबन्धः प्रकीर्तितः ॥२॥ वृत्तिः- 'भुञ्जानम्' अभ्यवहरन्तम्, मुमुक्षुमिति गम्यते, 'वीक्ष्य' दृष्ट्वा, क इत्याह 'दीनादिः'दीनो दैन्यवान्, आदिशब्दादनाथवनीपकादिपरिग्रहः, 'याचते' मृगयते, किंविधः सन्, 'क्षुत्पीडितः' बुभुक्षात्यन्तबाधितः, अपीडितस्य हि याचने न तथाविधानुकम्पोत्पाद इत्यसौ विशेषितः, 'तस्य' इत्यम्भृतस्य दीनादेरिह सम्प्रदानेऽपि षष्ठी, सम्बन्धस्यैव विवक्षितत्वादिति । 'अनुकम्पया' करुणया, 'दाने' भोजनस्य वितरणे, 'पुण्यबन्धः' शुभकर्मोपादानम्, 'प्रकीर्तितः' आगमेऽभिहितः । यदाह-"भूयाणुकंपवयजोगउज्जओ खंतिदाणगुरुभत्तो । बंधइ भूओ सायं, विवरीयं बंधए इयरो ५६॥१॥" इति कथं प्रकटं मुमुक्षुर्भु ગતિ પારા અપછa (eગૃહસ્થો જુએ તેમ) ભોજન કરવામાં પુણ્યબંધ કેવી રીતે થાય તે કહે છે– શ્લોકાર્થ– મુમુક્ષને ભોજન કરતો જોઇને ભૂખથી પીડિત ગરીબ વગેરે તેની પાસે ભોજન માંગે, આ વખતે અનુકંપાથી (કરુણાથી) તેને ભોજન આપવામાં આવે તો પુણ્યબંધ થાય એમ આગમમાં કહ્યું છે. (૨) ટકાર્થ– ભૂખથી પીડિત– ભૂખથી અતિશય પીડા પામેલો. જે પીડિત ન હોય તે માગે ત્યારે તેવા પ્રકારની (=આપ્યા વિના રહેવાય નહિ તેવી) અનુકંપા ઉત્પન્ન થતી નથી. માટે અહીં યાચકનું ભૂખથી પીડિત એવું વિશેષણ છે. ગરીબ વગેરે– અહીં વગેરે શબ્દથી અનાથ અને ભિખારી વગેરેનું ગ્રહણ કરવું. ५६. भूतानुकम्पव्रतयोगोद्यतः क्षान्तिदानगुरुभक्तः । बध्नाति भूयः सातं विपरीतं बघाति इतरः ।।
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy