SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક કાવ્ય-૧૦ स्वस्थानादौ तत्सत्त्वान्महावीरशरणकरणमनतिप्रयोजनं स्यादित्युल्लंठवचनं तु महाविदेहे भावार्हतामपि सत्त्वात्तानतिक्रम्य द्रव्यार्हच्छरणीकरणं कथम् ? इत्याशङ्कयैव निर्लोठनीयम् । एतेनात्र चैत्यशब्दस्य ज्ञानमर्थ इति मूढकल्पितार्थोऽपि निरस्तः, द्रव्यार्हतः केवलज्ञानाभावतः, अर्हतः पृथक् तज्ज्ञानस्य ग्रहे साधुभ्यः पृथगपि तद्ग्रहापत्तेः । तथा च-‘अरहंते वा अरहंतचेइआणि वा भावियप्पणो अणगारा अणगारचेइआणि वे'ति पाठापत्तेरिति न किञ्चिदेतत् । उपसंहारे चैत्यपदविस्मृतेः सम्भ्रमान्न्यूनत्वं न दोषो 'मामा संस्पृशेत्पादौ ' इवेत्यलङ्कारानुयायिनः । महावीरस्यैवाशातनाया उत्कटकोटिकसंशयरूपसम्भावनामभिप्रेत्याशातनाद्वयस्यैव समावेशतात्पर्याद-दोष इत्यन्ये॥ ९॥ अथाऽनाशातनायि (वि पाठा.)नयेन देवैर्वन्दिता भगवन्मूर्त्तिः कस्य सचेतसो न वन्द्या इत्याशयेनाह— मूर्त्तीनां त्रिदशैस्तथा भगवतां सक्थ्नां सदाशातना त्यागो यत्र विधीयते जगति सा ख्याता सुधर्मा सभा । इत्यन्वर्थविचारणापि हरते निद्रां दृशोर्दुर्नय ध्वांतच्छेदरविप्रभा जडधियं घूकं विना कस्य न ॥ १० ॥ (दंडान्वयः→ तथा भगवतां मूर्त्तीिनां सक्थ्नां यत्र सदाशातनात्यागो विधीयते, सा सभा सुधर्मेति ख्याता । 66 પ્રતિમાલોપક :- ‘અરિહંત’થી અરિહંતનું જ્ઞાન ભિન્ન છે. તેથી દ્રવ્યઅરિહંતમાં કેવળજ્ઞાન ન હોય તો પણ કેવળજ્ઞાન સ્વતંત્રરૂપે શરણ્ય બની શકશે. સમાધાન :- આ પ્રમાણે તો સાધુથી સાધુનું જ્ઞાન પણ ભિન્ન છે. તેથી જેમ અરિહંતનું જ્ઞાન અરિહંતથી પૃથરૂપે શરણ્ય છે, તેમ સાધુનું જ્ઞાન પણ સાધુથી અલગરૂપે શરણ્ય બનવું જોઇએ. તેથી સાધુના ચૈત્યનો પણ શરણ્યતરીકેનો પાઠ હોવો જોઇએ. તેથી ‘અ ંતે વા અર ંતચેઇયાણિ વા, ભાવિયપ્પણો અણગારા અણગારચેઇયાણિ વા’ એવો પાઠ સંગત બનત. અર્થાત્ તમારી માન્યતામુજબ ચાલવામાં ‘સૂત્રમાં ન્યૂનતા દોષ છે’ એવો આરોપ કરવાનો વખત આવે. પણ ચૌદ પૂર્વધર શ્રુતકેવલી ગણધરભગવંતના સૂત્રને ન્યૂનતાદોષથી કલંકિત કરવું તેના કરતાં તમારી માન્યતાને ખોટી ઠેરવવી વધુ વાજબી છે. ‘વિચાર કરતી વખતે શક્ર આશાતનાના સંભ્રમમાં હતો. આ સંભ્રમને કારણે શક્રને ‘ચૈત્ય’પદ યાદ નહિ આવ્યું. આમ અહીં ન્યૂનતામાં સંભ્રમ ભાગ ભજવે છે. પરંતુ સંભ્રમથી આવતી ન્યૂનતામાં દોષરૂપતા નથી.' એમ અલંકાર ગ્રંથના નિષ્ણાતો કહે છે. દા.ત. ‘મા મા સંસ્કૃશેત્પાદો’ અહીં બોલનારનો સંભ્રમ બતાવવો છે. તેથી પાદમાં એક અક્ષરન્યૂન હોવા છતાં છંદ તુટતો નથી અને ન્યૂનતાદોષ લાગતો નથી. (અનુભવસિદ્ધ છે કે અતિસંભ્રમમાં બોલાયેલી વાણી ગદ્ગદ્ હોય, અક્ષર અધુરા બોલાતા હોય, કેટલાક અક્ષર દબાઇ જાય વગેરે.) કેટલાક એમ કહે છે કે, તે વખતે શક્રના મગજમાં ભગવાન મહાવીર સ્વામીની જ ઉગ્ર કોટિની આશાતનાના સંભવનો સંશય હતો. તેથી જ તેમની અરિહંતતરીકેની અને સાધુતરીકેની (તે વખતે ભગવાન છદ્મસ્થઅવસ્થામાં હતા.) એમ બે પ્રકારની આશાતનાના તાત્પર્યથી શક્ર આ પ્રમાણે ઉપસંહાર કરે છે. તેથી આ ઉપસંહારમાં દોષ નથી. ૯ અનાશાતના નયથી પ્રતિમાની વંધતા દેવો જિનપ્રતિમાની આશાતના કરતા નથી. આ આશાતનાના ત્યાગરૂપ વિનય દેવોનું પ્રતિમાને વંદનરૂપ છે. આ પ્રમાણે દેવોએ વંદેલી પ્રતિમા કયા બુદ્ધિમાનને વંદનીય ન બને ? અર્થાત્ સઘળા ય બુદ્ધિશાળીઓને વંદનીય બને છે. આ આશયને પ્રગટ કરતા કવિવર કહે છે—
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy