SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમારાતક કાવ્ય-૯ → (दंडान्वयः प्रज्ञप्तौ भगवान् अर्हत्-चैत्य-मुनीन्दुनिश्रिततया चमरस्य शक्रासनक्ष्मावधि उत्पातशक्तिं ध्रुवं जगाद । अतो योऽत्र जैनीं मूर्त्तिं जिनवद् न जानाति, तं शृङ्गपुच्छरहितं स्पष्टं पशुं मर्त्यं कः पण्डितः जानातु ? (ન જોડવીત્યર્થ:) II) 58 ‘અર્હત્’તિ। અહંન્ત:=તીર્થંરા, વૈત્પાનિ-તત્ક્રતિમા:, મુનીન્દ્રવ:=પરમસૌમ્યમાવમાન: સાધુવન્ત્રાઃ तन्निश्रिततया=तन्निश्राकरणेन हेतुना, भगवान् = ज्ञातनन्दनः, चमरस्य = असुरकुमारराजस्य, शक्रस्य याऽऽसनक्ष्मा= आसनपृथ्वी, साऽऽवधि यंत्र-यस्यां क्रियायाम्, तथा, चमरस्योत्पातशक्तिं ध्रुवम् = निश्चितं जगाद । अतः = अर्हदनगारमध्ये चैत्यपाठात्, योऽत्र = जिनशासने जैनीं मूर्तिं जिनवत् = जिनतुल्यां न जानाति । तं मर्त्य-मनुष्यं, कः पण्डितः=मोक्षानुगतप्रेक्षावान् जानातु ? न कोऽपीत्यर्थः । सर्वेषामपि प्रेक्षावतां स मनुष्यमध्ये न गणनीय इति तात्पर्यम्। कीदृशं तम् ? अत्यविवेकितया स्पष्ट = प्रत्यक्षं पशुम् । कीदृशं पशुम् ? शृङ्गपुच्छाभ्यां रहितम्। शृङ्गपुच्छाभावमात्रेण तस्य पशोर्वैधर्म्यं नान्यदित्यर्थः । व्यतिरेकालङ्कारगर्भोऽत्राक्षेपः। 'उपमानाद् यदन्यस्य व्यतिरेकः स एव स’इति काव्यप्रकाशकारः [ १०/१५९] । न च व्यतिरेक उत्कर्ष इत्यत्रानुक्तिसम्भवः 'हनुमदाद्यैर्यशसा मया पुनर्द्विषां हसैर्द्वत्यपथः सितीकृत: । ' [ नैषधीयचरित्र ९ / १२३] इत्यादौ अपकर्षेऽपि तद्दर्शनात्। प्रपञ्चितं चैतदलङ्कारचूडामणिवृत्तावस्माभिः। अत्रालापकाः → હવે ‘જિનપ્રતિમા દેવોને પણ પૂજ્ય છે’ તે દર્શાવતો અધિકાર બતાવે છે. જિનપ્રતિમા દેવોને પણ એકમાત્ર છે તેમ દર્શાવતા કવિવર જિનપ્રતિમાની સ્તવના કરે છે— શરણભૂત કાવ્યાર્થ ઃ- તીર્થંકર, તીર્થંકરબિંબ કે પરમસૌમ્યતાને ધારણ કરનારા સાધુઓની નિશ્રા કરવાથી જ ચમરેન્દ્ર (=અસુરનિકાય ભવનપતિદેવોનો દક્ષિણ બાજુનો ઇન્દ્ર) શક્ર(=‘સૌધર્મ’નામના પ્રથમ વૈમાનિક દેવલોકના સ્વામી) ના સિંહાસનસુધી જઇ શકાય, તેવી ઉત્પાત શક્તિને મેળવી શક્યો. એમ ભગવાને ભગવતી સૂત્રમાં સ્પષ્ટ કહ્યું છે. આમાં તીર્થંકર અને સાધુની વચ્ચે ચૈત્યનો પણ ઉલ્લેખ છે. તેથી જે ‘આ જિનશાસનમાં જિનેશ્વરની પ્રતિમા જિનેશ્વરતુલ્ય જ છે’ એમ સ્વીકારતો નથી, તે શિંગડા અને પૂંછડા વિનાનો સ્પષ્ટ પશુ છે. તેને મનુષ્ય તરીકે કયો મોક્ષમાર્ગાનુસારી વિચારશીલ મનુષ્ય સ્વીકારે ? તાત્પર્ય :- સુજ્ઞપુરુષોએ આવા પામરને મનુષ્ય તરીકે ગણવો જોઇએ નહિ. દેવોના વંદનનો અધિકાર અહીં પ્રતિમાલોપકોને પશુ સમાન બતાવ્યા, તેમાં મુખ્ય કારણ એ છે કે, તેઓ પાસે વિવેક નથી. જો તેઓમાં વિવેક હોત, તો તેઓ અવશ્ય પ્રતિમાને શરણીય તરીકે સ્વીકારત. અલબત્ત, ચમરેન્દ્રે ઉત્પાત કર્યો ત્યારે દ્રવ્યતીર્થંકરનું જ શરણ લીધું. છતાં, ‘તેનામાં આવી ઉત્પાતશક્તિ પણ અરિહંત, અરિહંતનું બિંબ અને ભાવિત આત્મા અનગાર આ ત્રણમાંથી એકનું શરણ લેવાથી આવે છે’ એમ કહીને ખુદ ભગવાને સ્થાપનારૂપ પ્રતિમાને ભાવની બરોબર ગણાવી. છતાં સ્થાપનાનો તિરસ્કાર કરવો એના જેવી વિવેકહીનતા બીજી કઈ ? કાવ્યમાં પ્રતિમાલોપકોનું પશુસાથે આટલું વૈધર્મ્સ(=ભિન્નતા) બતાવ્યું – ‘પશુઓને શિંગડા અને પુછડું હોય છે – પ્રતિમાલોપકોને એ બે નથી.’ આમ અહીં વ્યતિરેક અલંકારથી યુક્ત આક્ષેપ છે. ‘ઉપમાનની અપેક્ષાએ ઉપમેયમાં જે વ્યતિરેક (=અધિકતા=ગુણવિશેષના કારણે ઉત્કર્ષ) તે વ્યતિરેક જ વ્યતિરેક નામનો અલંકાર છે.’ એમ કાવ્યપ્રકાશકારે બતાવ્યું છે. શંકા :- વ્યતિરેક અલંકારમાં વ્યતિરેક ઉત્કર્ષ-આધિક્યરૂપે ઇષ્ટ છે. જ્યારે પ્રસ્તુતમાં શૃંગ-પુચ્છના O આનો અર્થ→ હનુમાનવગેરેએ યશથી અને મેં શત્રુઓના હાસ્યથી ધ્રૂત્યપથ(=સ્ફૂતધર્મ) ઉજ્જ્વળ કર્યો.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy