SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ આિલોચનાકૃત્યના અકરણમાં અનારાધના 13 _ 'प्रज्ञप्तौ' इति । प्रज्ञप्तौ भगवतीसूत्रे किं चारणैः-जवाचारणविद्याचारणश्रमणैर्निर्मिता प्रतिमानति-न विदिता=न प्रसिद्धा ? अपि तु प्रसिद्धैव, सुधर्मस्वामिना कण्ठरवेणोक्तस्य तस्य तरणिप्रकाशतुल्यस्य कुमतिकौशिकवामात्रेणापह्रोतुमशक्यत्वात्। ननु यदुक्तं तद् व्यक्तमेव । परं चैत्यवन्दननिमित्तालोचनाऽभावेऽनाराधकत्वमुक्तमिति तेषां चैत्यनतिं स्वारसिकी नाभ्युपगच्छाम इत्याशङ्कायामाह-तेषामिति। तेषां जवाचारणविद्याचारणानां लब्ध्युपजीवनात्, तस्य प्रमादरूपत्वात्। तु-पुनः। विकटनाऽभावात् आलोचनाऽभावात्, 'आलोअणा वियडणे'[ओघनियुक्ति७९१ पा.१] त्ति नियुक्तिवचनाद् ‘विकटना'शब्दस्य ‘आलोचना' अर्थः, अनाराधना, न त्वन्यतो निमित्तात्। तदाह-साऽनाराधना कृत्यस्य प्रमादालोचनस्याऽकरणात्। अकृत्यकरणं चैत्यवन्दनेन मिथ्यात्वकरणम्, तत: तत्पुरस्कृत्यानाराधनायांतूच्यमानायां भग्नव्रतत्वं भवेत्, मिथ्यात्वसहचारिणाકરવાને કારણે છે. આમ આલોચનારૂપકૃત્યના અકરણથી અનારાધના છે. જો પ્રતિમાને નમનરૂપ અકૃત્યના કરણરૂપ અનારાધના કહેશો, તો તેનાથી (અતિચાર નહિ પણ મિથ્યાત્વ હોવાથી) વ્રતનો જ ભંગ થાય (જે ઇષ્ટ નથી.) પંડિતોની આવી સુનયરૂપ અમૃતઝરતી વાણી છે. ભગવતી સૂત્રમાં સુધાર્મા સ્વામીએ સ્પષ્ટ શબ્દોમાં બતાવ્યું છે કે “જંઘાચારણ અને વિદ્યાચારણ શ્રમણો પ્રતિમાને નમ્યા છે. સૂર્યના પ્રકાશસમાન આ વાણીને મલિનઆશયવાળા પ્રતિમાલોપકો છુપાવી શકે તેમ નથી. પૂર્વપક્ષ - ભગવતી સૂત્રમાં “ચારણશ્રમણો પ્રતિમાને નમ્યા એ વાત છે તે બરાબર છે. પરંતુ તે શ્રમણો પ્રતિમાને સ્વેચ્છાથી ભાવોલ્લાસપૂર્વક નમ્યા નથી. પરંતુ માત્ર વિસ્મયથી નમ્યા હતા. માટે તેમનું આલંબન લઇ પ્રતિમાને નમન કરવું સંગત નથી. વળી તેઓએ જિનપ્રતિમાને નમન કરી અકૃત્યનું સેવન કર્યું. જિનપ્રતિમાને નમન અકરણીય છે. મિથ્યાત્વરૂપ છે. તે અકૃત્યનું આચરણ કરવાથી તેઓ અનારાધક બન્યા તે વાત એ જ સૂત્રમાં બતાવી છે. તેથી સૂત્રનું અડધું વચન પકડી તેના આધારે પ્રતિમાને વંદનીયતરીકે સિદ્ધ કરવાની તમારી રસમ બરાબર નથી. ઉત્તરપા - અમે સૂત્રનું અડધું વચન પકડીને વાત કરતા નથી. પણ તમે ખોટો અર્થ કરી મોટી ભૂલ કરી રહ્યા છો. પૂર્વપા - અમે કયો ખોટો અર્થ કર્યો? ઉત્તરપક્ષ - તમે બે ખોટા અર્થ કર્યા. (૧) તમે કયા આધારે કહો છો કે, તે ચારણશ્રમણો જિનપ્રતિમાને સ્વેચ્છાથી નમ્યા ન હતા, પણ વિસ્મયથી નમ્યા હતા? સૂત્રમાં તો એ પ્રમાણે કહ્યું નથી. વળી વિશિષ્ટજ્ઞાની અને લબ્ધિધર મુનિભગવંતોને મિથ્યાત્વના સ્થાનોનો ખ્યાલ ન હોય તેમ બને નહિ. તેથી જો પ્રતિમાને નમન મિથ્યાત્વરૂપ હોય, તો ચારણમુનિઓ વિસ્મયથી પણ પ્રતિમાને નમે એ સંભવતું નથી. વળી (૨) અહીં જે અનારાધના બતાવી છે, તે પ્રતિમાના નમનને કારણે નથી બતાવી; પરંતુ લબ્ધિનો ઉપયોગ કરવો પ્રમાદરૂપ છે, તેથી બતાવી છે. તે ચારણશ્રમણોએ લબ્ધિના ઉપયોગ દ્વારા સેવેલા પ્રમાદની આલોચના કરવી જોઇએ. “આ આલોચનારૂપ કૃત્યના અકરણથી તે ચારણશ્રમણો અનારાધક બને છે એવો ભગવતી સૂત્રનો આશય છે. પ્રશ્ન:- આ અનારાધકતા પ્રતિમાને નમનરૂપ અકૃત્યના કરણને કારણે નથી, પરંતુ આલોચનારૂપ કૃત્યના અકરણના કારણે જ છે, એમ તમે શી રીતે કહો છો? સૂત્રમાં તો એવી ચોખવટ કરી જ નથી. ઉત્તર:- અહીં ઊંડાણથી વિચાર કરીએ તો જરૂર સૂત્રનો અમે કહ્યો છે તેવો આશય પ્રાપ્ત થાય. જો પ્રતિમાને વંદન (“જિનપ્રતિમાને નમવુંએ મિથ્યાત્વ છે. પ્રતિમાલોપકોઆ સિવાય હિંસાદિ બીજા કોઇ કારણસર જિનપ્રતિમાનમનમાં અકૃત્યતા બતાવી શકે તેમ નથી.) મિથ્યાત્વરૂપ હોઇ અકૃત્ય હોય, તો તો પ્રતિમાને વંદન કરવાથી મિથ્યાત્વ જ લાગી જાય અને
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy