SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ 36 પ્રતિમાશતક કાવ્ય-૪) तादात्म्यस्य तु द्रव्यादन्यत्रासम्भवात् । अनया प्रतिबन्द्या दुर्वादिनमाक्षिपति। तत्-तस्मात् कारणात् हे जडमते ! त्वया द्वयमेव नामस्थापनालक्षणमविशेषेण वन्द्यं, द्वयोरपि भगवदध्यात्मोपनायकत्वाविशेषात् । अन्तरङ्गप्रत्यासत्त्यभावादुपेक्ष्यत्वे तु द्वयमेव त्वया त्याज्यं स्यात्। तच्चानिष्टं, नाम्नः परेणाप्यङ्गीकरणात्। अत एव तर्काद् लुम्पकमुखे मषीकूर्चको दत्तः स्याद् मालिन्यापादनादिति भावः । अत्र मषीकूर्चकत्वेन मौनदानविवक्षायां कमलमनम्भसीत्यादौ [काव्यप्रकाशवृत्तौ] इव रूपकगर्भा, यथाश्रुतविवक्षायां त्वसम्बन्धे सम्बन्धरूपातिशयोक्तिः। अथात्र स्थापना यद्यवन्द्या स्यात्, तदा नामाप्यवन्द्यं स्यात्' इत्येतस्य न तर्कत्वम्, आपाधापादकयोर्भिन्नाश्रयत्वादिति चेत् ? आपाधापादकान्यथाऽनुपपत्तिमर्यादयैव विपर्ययपर्यवसायकत्वेनात्र तर्कोक्तेः। अत एव 'यद्ययं ब्राह्मणो न स्यात्, एतत्पिता ब्राह्मणो न स्यात्' । 'उपरि सविता न स्याद् भूमेरालोकवत्त्वं न स्याद् પૂજ્યતાને સ્વીકારતા પ્રતિમાલોપકો સ્થાપના નિક્ષેપાની પૂજ્યતાને વિરોધ કરી શકે તેમ ન હોવાથી તેઓએ ચૂપ જ રહેવું જોઇએ. અહીં “મુખપરમેષ ચોપડી' એ વાક્યનો “ચૂપ કર્યો એવો તાત્પર્યાર્થલેવામાં આવે તો કમલમનભસિ ઇત્યાદિની જેમ આ કાવ્યમાં રૂપક અલંકાર છે. પણ જો માત્ર શબ્દાર્થ જ લેવામાં આવે, તો અતિશયોક્તિ અલંકાર છે. “જેમાં જેનો સંબંધ ન હોય, તેમાં તેના સંબંધની કલ્પના કરવી” એ અતિશયોક્તિ અલંકારનું લક્ષણ છે. પૂર્વપક્ષ - અહીં તમે નામ અને સ્થાપના વચ્ચે “આપાદ્ય-આપાદક તર્ક લગાવી એમ કહેવા માંગો છો કે, જો સ્થાપનારૂપ જિનપ્રતિમા વંદનીય ન હોય, તો જિનનું નામ પણ વંદનીય નથી” (એકમાં અનિષ્ટતા વગેરે માનવામાં બીજામાં પણ અનિષ્ટતા આવવાનો પ્રસંગ બતાવવામાટે આ તર્કનો ઉપયોગ થાય છે.) પણ તે સંગત નથી. કારણકે આ તર્ક એક આધારમાં રહેલા ધર્મો અંગે જ ઉપયોગમાં લેવાય છે, નહિ કે ભિન્ન આધારમાં રહેલા ધર્મો અંગે. નહિતર તો “જો દેવદત્ત મૂર્ખ હોય, તો યજ્ઞદત્ત પણ મૂર્ખ હોવો જોઇએ ઇત્યાદિરૂપ આપાઘઆપાદકભાવ સર્વત્ર લાગુ પડી જાય. જે ઇષ્ટ નથી. તેથી ભિન્ન વસ્તુમાં એકના આધારે બીજામાં પણ સમાનતાનું આપાદન કરવું યોગ્ય નથી. નામ અને સ્થાપના બે ભિન્ન નિક્ષેપારૂપ છે. તેથી તે બેમાં પણ સ્થાપનાની અવંદનીયતાની સમાનતાનું આપાદન નામમાં કરવું યોગ્ય નથી. ઉત્તરપક્ષ - આપાદ્ય-આપાદકભાવ તર્ક સમાનઅધિકરણમાં જ લાગુ પડે એ વાત બરાબર નથી, કારણ કે આપાદ્ય-આપાદકતર્કવાસ્તવમાં અન્યથાઅનુપપત્તિદ્વારા વિપર્યયનો પ્રસંગદર્શાવીને ચરિતાર્થ થાય છે અને અન્યથાઅનુપપત્તિમાટે સમાનાધિકરણનો નિયમ નથી. (ઉપપત્તિ-યુક્તિસંગતતા. અનુપપત્તિત્રયુક્તિઅસંગતતા. ધર્મીમાં સિદ્ધ થયેલો= ઉભયપક્ષને માન્ય બનેલો ધર્મ ધર્મીમાં જે(=સાધ્ય) ધર્મના અભાવમાં અસંગત થતો હોય, તે ધર્મ( સિદ્ધ થયેલો ધર્મ) સાધ્ય ધર્મની અપેક્ષાએ અન્યથા અનુપાત્ર કહેવાય. આ મુદ્દાથી ધર્મીમાં સાધ્ય ધર્મની જે સિદ્ધિ કરાય છે, તે અન્યથા અનુપપત્તિતર્ક અથવા હેતુ ગણાય છે. જેમકે પર્વત પર દેખાતો ધુમાડો પર્વત' નામના ધર્મમાં સિદ્ધ થયેલો ધર્મ છે. આ ધુમાડારૂપી ધર્મપર્વતપર ‘અગ્નિરૂપ સાધ્ય ધર્મ વિના સંભવતો નથી. માટે અગ્નિ વિના અસંગત કરતો ધુમાડો, પોતાની હાજરીથી અગ્નિની હાજરીનું પણ સૂચન કરે છે. પ્રસ્તુતમાં નામ અને સ્થાપના બે ધર્મ છે. “આદરણીયતા’ ધર્મ બંનેમાં સમાનતયા છે કે નહીં? તેની ચર્ચા છે. તેથી અહીં પ્રથમ આપાદ્ય-આપાદક્તર્કથી બંનેની ભાવનિક્ષેપાની અપેક્ષાએ સમાનતા સિદ્ધ કરી, પછી અન્યથા અનુપપત્તિતર્કથી આદરણીયતાધર્મની સ્થાપનામાં સિદ્ધિ કરવામાં આવી છે. તેથી તાત્પર્ય એમ આવ્યું કે જો ભાવ સાથે તાદાભ્ય ન હોવાથી સ્થાપનામાં આદરણીયતા નથી, તો નામ પણ આદરણીય નથી, કારણ કે તે પણ ભાવ સાથે તાદામ્ય વિનાનું છે. હવે જો નામમાં આદરણીયતા ધર્મ ઉભયપક્ષસિદ્ધ છે. તો તે ભાવસાથેના કો'ક પ્રકારના(વાચ્ય-વાચક) સંબંધ વિના અનુપપન્ન છે. જેવા સંબંધ વિના નામની આદરણીયતા અઘટમાન છે. તેવા પ્રકારનો સંબંધ (સ્થાપ્ય-સ્થાપક) તો સ્થાપના પણ ધરાવે છે. માટે સ્થાપના પણ આદરણીય છે. નિશ્ચિતકારણ (અહીં ભાવ સાથે તેવો સંબંધ)ની હાજરીમાં કાર્ય (અહીં આદરણીયતા) અવશ્ય થાય. એ નિયમ છે.) ભિન્નઅધિકરણસ્થળે પણ અન્યથા
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy