SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક કાવ્ય-૨) श्रोतृषु भावश्रुताजननाद् द्रव्यश्रुतरूपताया अप्यनुपपत्तेः, मिश्रायाः श्रवणेऽपि विश्रेणिस्थित एवागतेः । पराघातवासिताया ग्रहणे च जिनवाणीप्रयोज्याया अन्याया अपि यथावस्थितवाच आराध्यत्वाक्षतेः । एतेन सिद्धाचलादेराराध्यत्वमपि व्याख्यातं, ज्ञानदर्शनचारित्ररूपभावतीर्थहेतुत्वेनास्य द्रव्यतीर्थत्वादनन्तकोटिसिद्धस्थानत्वस्यान्यत्राविशेषेऽपि स्फुटप्रतीयमानतद्भावेन तीर्थस्थापनयैवात्र विशेषात्, अनुभवादिना तथासिद्धौ श्रुतपरिभाषा શંકા - તેઓને પણ ભગવાનના મુખમાંથી નીકળેલા વચનપુલોના પરાઘાતથી વાસિત થયેલાવચનપુદ્ગલો સંભળાય છે, તેથી એ બધા પુલો પણ વંદનીય બનશે. સમાધાન - આ પ્રમાણે જો પરાઘાત પામેલા અને વાસિત થયેલા પુલો સાક્ષાત્ જિનમુખેથી નીકળ્યાન હોવા છતાં વંદનીય ગણાતા હોય, તો એ જ પ્રમાણે ભગવાનની વાણીને અનુસરીને બીજા આચાર્યવગેરેથી બોલાતી વાણી પણ વંદનીય બને છે, કારણ કે તે વાણી પણ ભગવાનની વાણીથી વાસિત હોવાથી ભગવાનની વાણીની જેમ યથાર્થવાદિની જ છે. તેથી નક્કી થાય છે કે, મૃતરૂપ બનતી બધી વાણી નમનીય છે. તેથી દ્રવ્ય પણ આરાધ્યતરીકે સિદ્ધ થાય છે. શત્રુંજય તીર્થની આરાધ્યતા આમ ‘દ્રવ્યનિક્ષેપો પણ આરાધ્ય છે એમ સિદ્ધ થવાથી શત્રુંજયવગેરે તીર્થો પણ આરાધ્યતરીકે સિદ્ધ થાય છે, કારણ કે તેઓ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ભાવતીર્થના કારણ છે. શંકા - શત્રુંજયવગેરે સ્થળો શી રીતે ભાવતીર્થના કારણ બને છે? સમાધાન - આ ક્ષેત્રોનો પ્રભાવ જ એવો છે કે, ત્યાં આવનારને વિશિષ્ટ ભાવોલ્લાસ ઉત્પન્ન થવાથી જ્ઞાનાવરણીયઆદિ કર્મોનો ક્ષયોપશમ થવાથી જ્ઞાનવગેરેની પ્રાપ્તિ થાય છે. યાવત્ સર્વ ઘાતિકર્મોનો ક્ષય થઇ કેવળજ્ઞાનવગેરે મળે છે અને સર્વકર્મનો ક્ષય થવાથી મોક્ષ પણ થાય છે. અર્થાત્ આ ક્ષેત્રના પ્રભાવથી અનંત જીવો મોક્ષ પામી ગયા છે. શંકા -અનંતકાળમાં આ અઢી દ્વીપ અને બે સમુદ્રના પ્રત્યેક સ્થળેથી અનંત જીવો મોક્ષે ગયા છે. તો શું આ બધા સ્થળો પણ તીર્થ થઇ ગયા? (અને જો તેમ હોય તો “એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ' આ પંક્તિને ચરિતાર્થ કરી બસ બધા જ સ્થાનોને તીર્થ માની પૂજ્ય કરો.) સમાધાન - આમ અધીરા ન થાવ. અલબત્ત, અનંતકાળની અપેક્ષાએ દરેક સ્થાનેથી અનંતા જીવો મોક્ષે ગયા છે. પરંતુ તે-તે ઉત્સર્પિણી અવસર્પિણી વગેરે કાળની અપેક્ષાએ વિચારીએ, તો અન્ય ક્ષેત્ર કરતાં શત્રુંજયઆદિ સ્થળોથી મોક્ષે જનારા ઘણા વધારે હોય છે. તેમાં કારણ એ છે કે, અન્યત્ર સાધુવગેરે પોતાના સ્વવીર્યથી ભાવોલ્લાસ પ્રગટાવી મોક્ષે ગયા. જ્યારે શત્રુંજયઆદિ ક્ષેત્રનો જ પ્રભાવ એવો છે, કે આ ક્ષેત્રોમાં આવનારાને સહજ ક્ષેત્રના પ્રભાવથી જ એવો ભાવોલ્લાસ પ્રગટે છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે. એમ ન કહેશો કે, “સ્વગતભાવમાટે બાહ્યક્ષેત્ર શી રીતે કારણ બને?' કારણ કે આગમમાં ઠેર ઠેર ભાવપ્રત્યે દ્રવ્ય-ક્ષેત્ર આદિને નિમિત્ત તરીકે સ્વીકાર્યા છે, અને અનુભવ પણ તેવો થાય જ છે. આમ જ્ઞાનઆદિ ભાવપ્રત્યે કારણ બનતાં હોવાથી જ શત્રુંજયવગેરે તીર્થો દ્રવ્યતીર્થ બને છે અને પૂજનીય ઠરે છે. તીર્થપદના અર્થની ચર્ચા શંકા - આગમમાં તીર્થ પદનો અર્થ ચતુર્વિધ સંઘ એવો કર્યો છે. તેથી જડ ક્ષેત્રને તીર્થ શી રીતે કહી શકાય ?
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy