SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ 19) પ્રતિમાશતક કાવ્ય-૧૦૧ बहुविसलवसंजुत्ते (संविद्धं) अमयं पि न केवलं अमयं॥४॥ सव्वद्धासंपिंडणमणंतवणभयणं च जं इत्थ। सव्वागासामाणं चणंतस(त)इंसणत्थं तु ॥५॥ 'तिन्निवि पएसरासी एगाणंता तु ठाविया हुंति । हंदि विसेसेण तहा अणंतयाणतया सम्मं ॥६॥ तुलं च सव्वहेयं सव्वेसि होइ कालभेएवि। जह जंकोडीसत्तं तह तं (छणभेए वि) णासइ सुहुममिणं'॥७॥ 'सव्वं पि कोडिकप्पियमसंभवठवणाइ जं भवे ठवियं। तत्तो तस्सुहसामी ण होइ इह भेअगो कालो'॥८॥ जइ तत्तो अहिगं खलु होइ सरूवेण किंचि तो भेओ। ण हु (वि) अज्जवासकोडीसयाणं पि (मयाणपि) मयाणम्मि सो होइ'॥९॥ इति [विंशि. प्रक० २०/७-१५] फलस्यानन्दघनत्वेन साधनस्यापि तथात्वं बोध्यम् । इत्थं चारूपध्यानरूपनिरालम्बनयोगायैव रूपस्तुतिरित्यावेदितं भवति। तथा च प्रतिमा स्वल्पबुद्धीनामित्यादि दर्शनेनापि न व्यामोहः कार्यः, निरालम्बनयोगादर्वाक् स्वल्पबुद्धेरेव तदधिकारसिद्धेः, (ક તેમના સુખમાં) આ(ક્ષાયોપથમિક) ભાવ નથી. તેથી જ તેમના સુખથી પર=શ્રેષ્ઠતર સુખ નથી. કારણ કે ઝેરના ઘણા અંશથી મિશ્રિત અમૃત પણ માત્ર અમૃતરૂપ નથી. (કર્મના ઉદયથી કે ક્ષયોપશમથી પ્રગટતા સુખમાં અશુભકર્મનું ઝેર ભળેલું હોય છે. ક્ષાયિક સુખમાં તેવા ઝેરનો સર્વથા અભાવ હોય છે.) //૪ તેથી પૂર્વે સિદ્ધસુખની કલ્પના કરતી વખતે સર્વકાળનું સંપિંડન, અનંતવર્ગથી ભાગાકાર, તથા સર્વાકાશ જેટલું પરિમાણ વગેરે જે કંઇ કહ્યું, તે તો માત્ર સિદ્ધસુખની અનંતતા દર્શાવવા પૂરતું જ કહ્યું છે. //પ ત્રણે પ્રદેશ રાશિઓ સ્થાપિત કરવામાં આવે, તો (કાલ-આકાશ અને વર્ગ) એક અનંતરૂપ થાય છે. (કેમકે અનંતનો સરવાળો પણ અનંત હોય.) બસ, તે જ પ્રમાણે સિદ્ધસુખરાશિ વિશેષથી સમ્ય સ્થાપિત કરાય, તો અનંતાનંત થાય. (અર્થાત્ આત્રણ અનંતના સરવાળાથી પણ સિદ્ધ સુખરાશિ અત્યધિક થાય.) //૬ // વળી આ સુખ બધા(=બધા સિદ્ધો)નું સરખું જ હોય છે, ભલે પછી તેઓ વચ્ચે કાલભેદ સંભવતો હોય (અર્થાત્ પહેલા સિદ્ધ થયેલા અને પછી સિદ્ધ થયેલા – એ બન્ને સિદ્ધો સમાનસુખવાળા હોય) જેમકે કોટ્યાધિપતિઓ ભિન્નકાળે પણ સમાન રૂપિયાવાળા છે. આ વાત સૂક્ષ્મ છે. અર્થાત્ કોઇક વહેલો કરોડપતિ બન્યો હોય, કોઇ પછી, પણ કરોડપતિ બન્યા પછી બન્ને કરોડપતિતરીકે સમાન છે. છ કરોડની કલ્પનાવગેરે બધી અસંભવસ્થાપનાની જો સ્થાપના કરવામાં આવે, તો જે સુખનો સ્વામી છે, તેમાં કાલ ભેદક બનતો નથી, અર્થાત્ કાલના કારણે તેના સુખમાં કોઇ ભેદ પડતો નથી. ૮. હા, જો સ્વરૂપથી જ તેનાથી કોઇક અધિક હોય, તો સુખમાં કાંઇક ભેદ પડે, પરંતુ આજ કે કરોડ વર્ષના પ્રમાણના ભેદથી ભેદ ન પડે. (કરોડપતિ કરતા અબજપતિ વધુ રૂપિયાવાળો ગણાય. પણ કોઇક આજે કરોડપતિ બન્યો, કોઇ કરોડવર્ષ પહેલા પણ તેથી કંઇ તે બન્નેના કરોડ રૂપિયામાં કોઇ ભેદ પડે નહિ. તેમ ભિન્નકાલીન સિદ્ધોના સુખમાં ભેદ નથી. હા! જો તેમનાથી કોઇક અધિક સુખી હોત, તો ભેદ પડત, પણ કોઇ અધિક સુખી નથી, તેથી સિદ્ધના સુખમાં ભેદ પડે નહિ. સંસ્કૃતમાં જે કૌંસમાં આપ્યું છે, તે પાઠ વિંશિકા ગ્રંથમાં જોવા મળે છે.) આ પ્રમાણે “સિદ્ધઅવસ્થારૂપ ફળ આનંદઘન=આનંદથી પ્રચુર હોવાથી તે ફળના પ્રતિભાવગેરે સાધનો પણ આનંદપ્રચુર છે, તેમ સમજવું. હકીક્ત છે કે સાધ્યની મહત્તાથી સાધનની મહત્તા વધે છે. જો સાધ્ય આનંદમય હોય, તો તેનું સાધન પણ આનંદદાયક જ હોય. કરોડપતિ થવાની પ્રબળ ઇચ્છાવાળાને તે માટેના વ્યાપારમાં પણ ઘણો ઉલ્લાસ હોય છે, તે સ્વાભાવિક છે. આમ અરૂપધ્યાનરૂપ નિરાલંબન યોગને માટે જ પ્રતિમાની કે સમવસરણસ્થ જિનરૂપની સ્તુતિ થાય છે. એવો ધ્વનિ પ્રગટે છે. શંકા - જેઓ સીધા જ અરૂપ ધ્યાનમાં લીન થઇ શક્તા નથી, તેવા અલ્પબુદ્ધિવાળાઓ જ પ્રતિમાનું શરણું શોધે છે.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy