________________
156
પ્રતિમાશતક કાવ્ય-૯૨) बंहितनिर्मलावधिज्ञानेनागमव्यवहारिप्रायाः कथं तत्राधिकुर्युः ? अत एवाचित्तपुष्पादिभिरेव ते जिनपूजां कुर्वन्तीति चेत् ? अहो लुम्पकमातृष्वस: ! केनेदं तव कर्णे मूत्रितं यन्नन्दापुष्करिणीकमलादीन्यचित्तान्येवेति ? सचित्तपुष्पादिना पूजाध्यवसाये द्रव्यत: पापाभ्युपगमेऽचित्तपुष्पादिनापि ततो भावत: पापस्य दुर्निवारत्वान्मृन्महिषव्यापादन इव शौकरिकस्य । तत्किमिति मुग्धधन्धनार्थं कृत्रिमपुष्पादिनापि पूजां व्यवस्थापयसि ? एवं हि त्वयोष्णजलादिनैवाभिषेको वाच्यः। मूलत एव तन्निषेधं किं न भाषसे ? दुरन्तसंसारकारणं हि धर्मे आरम्भशङ्का । तदाहुः श्रीहरिभद्रसूरयः → अण्णत्थारंभवओ धम्मेऽणारंभओ अणाभोगा। लोए पवयणखिंसा अबोहिबीअंतु दोसा य। [पञ्चाशक ४/१२] इन्द्राभिषेकेऽत्रत्यजलादिग्रहणं जिनपूजार्थं तु तत्रत्यस्यैवेत्यत्र तु कारणं मङ्गलार्थत्वनित्यभक्त्यर्थत्वादीनीति मा विप्रियं शतिष्ठाः। अभिगमवचनं तु योग्यतया भोगाङ्गसचित्तपरिहारविषयं, यथा ‘घटेन વ્યવસાયનો બોધ કરતા, તથા સમ્યકત્વથી પુષ્ટ થયેલા નિર્મળ અવધિજ્ઞાનના ધારક દેવો તો આગમવ્યવહારી સમાન છે. તેથી તેઓને પણ પુષ્પઆદિ પૂજાનો અધિકાર ન હોવો જોઇએ. (કવળજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વધર આદિ આગમવ્યવહારી છે.) કારણ કે તમે કલ્પેલા દેશવિરત કરતાં પણ આ દેવો વધુ ઊંચી સ્થિતિએ રહ્યા છે.
પૂર્વપક્ષ - બરાબર છે. તેથી જ દેવો જિનપૂજા કરતી વખતે ત્યાંના વૈક્રિય અચિત્ત પુષ્પોનો જ ઉપયોગ કરે છે, કે જેથી આરંભનો દોષ લાગે નહિ.
ઉત્તરપક્ષ - અહો! તમે તો પ્રતિમાલપકના માસિયાઇ ભાઇ જેવા લાગો છો! તમને આવું વિપરીત કોણે ભરમાવ્યું કે દેવલોકની નંદાપુષ્કરિણીના પુષ્પો અચિત્ત છે? ત્યાં પણ સચિત્ત ઔદારિક પુષ્પો ઉત્પન્ન થવામાં કોઇ બાધ નથી. વળી જો સચિત્ત પુષ્પોથી પૂજા કરવાના અધ્યવસાયમાં દ્રવ્યથી પાપ સ્વીકારતા હો, તો અચિત્ત પુષ્પ વગેરેથી પૂજા કરવામાં પણ સચિત્ત પુષ્પનું સ્મરણ થવાથી ભાવથી પાપ દુર્નિવાર જ છે. અહીં કાલસૌકરિક કસાઈનું દૃષ્ટાંત છે. (આ કસાઈ રોજના પાંચસો પાડાની કતલ કરતો હતો. આ બાજુ ભગવાન મહાવીર સ્વામીએ શ્રેણિક રાજાને કહ્યું હતું કે, “કાલસીરિક કસાઈ જો એક દિવસ પણ પાંચસો પાડાની હત્યાન કરે, તો તારી નરક અટકે.” તેથી પાંચસો પાડાની હત્યા રોક્યા શ્રેણિક રાજાએ કાલસૌકરિકને એક દિવસ માટે કૂવામાં ઉંધા માથે લટકાવી રાખ્યો. આમ કાલસૌકરિક કસાઈ તે દિવસે પાંચસો પાડાની હત્યા કરી શક્યો નહિ. પરંતુ કૂવામાં લટકતા લટકતા જ માટીમાં પાડાનું ચિત્ર દોરી હત્યા કરવાની ચેષ્ટા કરી. તેથી બીજે દિવસે ભગવાને શ્રેણિક રાજાને કહ્યું કે “કાલસીરિકે દ્રવ્યથી પાડાન માર્યા હોવા છતાં, ભાવથી તો માર્યા જ છે.”) તેથી શું મુગ્ધ જીવોને ભરમાવવા કૃત્રિમ ફુલોથી પણ પૂજા થાય એવી વ્યવસ્થા ઊભી કરવા માંગો છો? વળી આ પ્રમાણે તો તમે ગરમ કરેલા પાણી વગેરેથી અભિષેક કરવાનું કહેશો. પણ આરંભની શંકાવાળા તમારે તો મૂળથી જ અભિષેક વગેરેનો નિષેધ કરવો જોઇએ. પણ ખ્યાલ રાખજો! ધર્મમાં આરંભની શંકાકુરંત સંસારનું કારણ બને છે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું જ છે કે – “ઘરઆદિ અન્યત્ર કાર્યોમાં આરંભ કરે, અને જિનપૂજા વગેરે ધર્મમાં આરંભનો ત્યાગ કરે, એ અજ્ઞાનતા છે. આ અજ્ઞાનતામાં (૧) લોકમાં પ્રવચનની હીલના અને (૨) સ્વ-પરને બોધિબીજનો અભાવ - આ બે દોષ રહ્યા છે.”
પૂર્વપક્ષ - તમારે હિસાબે તો દેવો પણ સચિત્ત જળ-પુષ્પ વગેરેથી જ પૂજા કરે છે. જો એમ જ હોય, તો તેઓ ઇંદ્રના અભિષેક વખતે અહીંના માગધઆદિ તીર્થોના પાણીનો ઉપયોગ કરે અને ભગવાનની પૂજા માટે ત્યાંના જ નંદાપુષ્કરિણીનું પાણી વાપરે એવો ભેદભાવ કેમ?
- ઉત્તરપા - અહીં ખોટી આશંકા કરવાની જરૂર નથી. ઇંદ્રનો અભિષેક એક જ વાર કરવાનો હોય છે, તથા તે અભિષેક મંગલરૂપ બને એ હેતુથી જ દેવો અહીંના તીર્થોના પાણીનો ઉપયોગ કરે છે. જ્યારે ભગવાનની પૂજા તો