SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ વિધેયતાની નાનાવિધતા प्रवर्त्तनाम्' इत्यभियुक्तोक्तेस्तस्य च तत्त्वत इष्टसाधनत्वरूपत्वात्, तथा च प्रवृत्तिहेत्विच्छाविषयताज्ञानविषयतापर्याप्त्यधिकरणधर्मत्वं यद्धर्मावच्छिन्ने बोध्यते, तद्धर्मावच्छिन्नस्य विधेयत्वमिति प्रकृते यतनाविशिष्टद्रव्यस्तवस्य विधेयत्वमबाधितमेवाऽन्ततो विनिगमनाविरहेणापि तथासिद्धेर्लिङ्गर्थान्वयस्यैव विनिगमकत्वाच्च । या च बुद्धिकृता विधेयता विषयताविशेषरूपा, सा भागे भवतु, न तावता क्षति:, यतः सा प्रतिजनं प्रतिपाद्यं चित्राऽऽकरे=स्याद्वादरत्नाकरे स्थिता=व्यवस्थिता, 'स्वपरव्यवसायि ज्ञानं प्रमाणम् ' [ प्रमाणनयतत्त्वा ० १ / २ ] इत्यत्र विशेषणविशेष्यान्यतरप्रसिद्धौ तदन्यभागस्य विधेयत्वमुभयस्यैव चाप्रसिद्धावुभयस्यैव विधेयत्वमिति तत्रोक्तेः। 'रक्तं पटं वय', 'ब्राह्मणं स्नातं भोजय' इत्यादावेकविधेर्द्विविधेस्त्रिविधेश्च दर्शनात्, नो चेदेवं, यतनाक्रियाभागाभ्यामेव च मिश्रत्वं, કારણ કે અભિયુક્ત(માન્યશિષ્ટ)પુરુષોનું વચન છે કે “પ્રવર્ત્તના પ્રવૃત્તિમાં કારણભૂત ધર્મ છે’ એવો પ્રવાદ છે. તથા ધર્મ (અથવા જયણાયુક્ત કર્મ) પોતે ઇષ્ટના સાધનરૂપ(=ઇષ્ટની પ્રાપ્તિમાં કારણ) છે. તેથી પ્રવૃત્તિમાં કારણભૂત ઇચ્છાનો અને જ્ઞાનનો – આ બંનેનો જે વિષય બને, તે વિધેયરૂપ છે એવો તાત્પર્યાર્થ છે. (જેમાં ઇષ્ટસાધનતાનું જ્ઞાન થાય, અને તેથી જે પ્રવૃત્તિ અંગે ઇચ્છા થાય તે વિધેય-વિધ્યર્થરૂપ છે. પ્રવૃત્તિવ્હેત્વિચ્છા... પંક્તિનું પદકૃત્ય-પ્રવૃત્તિમાં કારણભૂત ઇચ્છાની વિષયતા અને ઇષ્ટસાધનતાઆદિ જ્ઞાનની વિષયતા આ બંને વિષયતાનું જે અધિકરણ, (બંનેનો વિષય – પ્રસ્તુતમાં દ્રવ્યસ્તવ) એ અધિકરણગત અધિકરણતાનું જ્ઞાન જે ધર્મથી (અહીં દ્રવ્યસ્તવત્વથી) અવચ્છિન્નમાં (જે ધર્મથી વિશિષ્ટમાં) જ્ઞાત થાય, તે ધર્મથી અવચ્છિન્ન વિષય – દ્રવ્યસ્તવ વિધેય છે.) પ્રસ્તુતમાં આ વ્યાખ્યા યતનાયુક્ત દ્રવ્યસ્તવમાં બાધા વિના ઘટી શકે છે. વાસ્તવમાં દ્રવ્યસ્તવસ્થળે યતનાયુક્ત દ્રવ્યસ્તવ કે દ્રવ્યસ્તવીય યતના વિધેય છે એ બાબતનો નિર્ણય કરાવતો વિનિગમક હાજર ન હોય, તો પણ ઉપરોક્ત ચર્ચાથી યતનાયુક્ત દ્રવ્યસ્તવ જ વિધેય તરીકે સિદ્ધ થાય છે. (‘માત્ર યતના જ વિધેય છે. દ્રવ્યસ્તવ તો સ્વેચ્છાપ્રાપ્ત છે. વિધેયરૂપ નથી' ઇત્યાદિ પરઅભિપ્રાય બરાબર નથી. કારણ કે ગૃહસ્થને બન્ને અપ્રાપ્ત છે. એનામાટે તો યતનાની જેમ દ્રવ્યસ્તવ પણ અપૂર્વ જ છે. સહજ પ્રાપ્ત નથી. પ્રસિદ્ધ નથી. તથા યતના પોતે સ્વતંત્ર વિધેય બની ન શકે. દ્રવ્યસ્તવઆદિ પ્રવૃત્તિને અવલંબીને જ યતના પ્રવૃત થાય છે. વાસ્તવમાં તો ‘યતના’ તે-તે પ્રવૃત્તિમાં શુદ્ધિનું આપાદન કરવા દ્વારા જ ચરિતાર્થ થાય છે. ધર્મરૂપ ફળ તો પ્રવૃત્તિથી જ પ્રાપ્ત થાય છે. તેથી વ્યવહારમાં ધર્મ તરીકેની ઓળખ પણ તે-તે પ્રવૃત્તિની જ થાય છે. વળી જો યતના જ વિધેયરૂપ હોય, તો સાધુક્રિયામાં પણ યતનાને જ વિધેયરૂપ માનવી પડે. ‘સાધુ થનારને સાધુક્રિયા સહજપ્રાપ્ત છે. અપ્રાપ્ત યતના જ વિધેયરૂપ છે’ એવી દલીલને અવકાશ છે. કારણ કે જેમ યતના વિનાનો દ્રવ્યસ્તવ અશુદ્ધ છે, તેમ યતના વિનાની સાધુક્રિયા પણ અશુદ્ધ જ છે. તેથી યતનાયુક્ત દ્રવ્યસ્તવ જ વિધેય તરીકે ઇષ્ટ છે. નહિ કે તેના એક અંશરૂપ માત્ર યતના.) 423 વળી લિંગર્થ=આશા-ઇચ્છાદિવચનરૂપ વિધ્યર્થનો અન્વય પણ યતનાયુક્ત દ્રવ્યસ્તવમાં જ થાય છે. આ અન્વય જ યતનાયુક્ત દ્રવ્યસ્તવરૂપ પૂર્ણ અર્થની વિધેયતાનો વિનિગમક છે. વિધેયતાની નાનાવિધતા બુદ્ધિથી જે વિષયતાવિશેષરૂપમાં વિધેયતા કરાય છે, તે ભાગે=કોઇક એક ભાગમાં ભલે હોય.... એટલામાત્રથી દોષ નથી, કારણ કે બુદ્ધિને અપેક્ષીને વિધેયતા તો પ્રત્યેક વ્યક્તિએ અલગ અલગ હોઇ શકે છે, એમ સ્યાદ્વાદરત્નાકરમાં દર્શાવ્યું છે. ‘સ્વ-પરનું વ્યવસાય કરતું જ્ઞાન પ્રમાણ છે. ’ આ વ્યાખ્યાસ્થળે વિશેષણ અંશ અને વિશેષ્ય અંશ (=ક્રમશઃ ‘સ્વપરવ્યવસાયિજ્ઞાન’ અને ‘પ્રમાણ’) આ બે અંશમાંથી જે અંશપ્રસિદ્ધ હોય, તે સિવાયનો અંશ વિધેય તરીકે સંમત છે અને ઉભય અંશની અપ્રસિદ્ધિમાં ઉભય અંશ વિધેય બને છે તેમ માન્ય છે. ‘લાલ વસ્ત્ર વણ’ ‘સ્નાત (વેદશ) બ્રાહ્મણને જમાડ' ઇત્યાદિ સ્થળોએ એકવિધિ, દ્વિવિધિ અને ત્રિવિધિ(એક વિધિ=વિશેષણ કે 'पुंसां नेष्टाभ्युपायत्वात् क्रियास्वन्यः प्रवर्तकः' इति पूर्वार्द्धः । विधिविवेके मण्डनमिश्रः ।
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy