SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ધિર્મક્રિયામાં બંને પક્ષે હિંસા તુલ્યરૂપ 121. साध्वोबर्बाधाकरी न मिश्रपक्षप्रवेशकरी न, व्यधिकरणतया मिश्रणासम्भवात्, स्वानुकूलव्यापारसम्बन्धेन तस्याः सामानाधिकरण्यस्य चयोगमादायाऽऽकेवलिनमतिप्रसङ्गात्, तादृशप्रमादरूपव्यापारसम्बन्धेन सामानाधिकरण्यस्य चाप्रमत्तभावस्थले वक्तुमशक्यत्वात् सद्व्यवहारपर्यवसानाच्चेति न किञ्चिदेतत्। ननु प्राण्युपमर्दस्तावद्धर्मकर्मण्यपि हिंसैव, गृही तु तां करोति, साधोस्तु सा कथञ्चिद्भवतीत्यस्ति विशेष इति चेत् ? अत्राह - इच्छाकल्पनया स्वरसपूर्वयेच्छयाऽभ्युपेत्य विहिते नियतव्यापारकेऽवर्जनीयहिंसासम्बन्धे कर्मणि तदुत्पादनोत्पत्तिभ्यां तु भिदा काऽपि तथ्या न, अपि तु स्वकपोलकल्पनया मुग्धमनोविनोदमात्रमिति भावः । तथाहि-हिंसानुषक्तधर्मव्यापारे साध्यत्वाख्यविषयतया हिंसाविषयकहिंसानुकूलकृतिमत्त्वं गृहिणश्चेत् साधोर्न कथम् ? यतनया परिहारश्चेदुभयत्र અપ્રમત્ત હોવાથી હિંસાના આશ્રય નથી. આમ હિંસા શુભભાવના આશ્રયભૂત વ્યક્તિમાં ન હોવાથી સમાન અધિકરણમાં નથી. શંકા - છતાંએ ગૃહસ્થમાં કે સાધુમાં હિંસાજનકચેષ્ટાતો છે જ. (સ્વ=હિંસા, અનુકૂળ=જનક, વ્યાપાર ચેષ્ટા) આ ચેષ્ટાના સંબંધથી હિંસા પણ ગૃહસ્થ કે સાધુમાં સંભવે છે અને ભાવ સાથે સામાનાધિકરણ્ય ધરાવે છે. સમાધાન - આવા પરંપરા સંબંધથી હિંસાનું સામાનાધિકરણ્યસ્વીકારવામાં તો યોગ(મન-વચન-કાયાની પ્રવૃત્તિ)ને આગળ કરી–સંબંધ તરીકે સ્વીકારી સયોગી કેવલીમાં પણ હિંસા સ્વીકારવી પડે. અને તો, તેમને પણ મિશ્રપક્ષ માનવાનો અતિપ્રસંગ આવે. વળી, હિંસામાં કારણભૂતતેવા પ્રકારની અજયણાદિ પ્રમાદચેષ્ટાને સંબંધતરીકે સ્વીકારી હિંસાસ્વીકારતા હો, તો તેવા પ્રકારના પ્રમાદરૂપ સંબંધતો જેમઅપ્રમત્તસાધુમાં નથી, તેમ અપ્રમત્તગૃહસ્થમાં પણ કહેવો શક્ય નથી, કારણ કે અપ્રમત્ત હોવાથી જ ગૃહસ્થનીતે પ્રવૃત્તિ વ્યવહાર તરીકે પર્યવસિત થાય છે. તેથી આ બધી દલીલો તુચ્છ છે. ધર્મક્રિયામાં બન્ને પક્ષે હિંસા તુલ્યરૂપ પૂર્વપક્ષ - ધર્મક્રિયામાં થતો જીવવધ પણ વાસ્તવમાં તો હિંસારૂપ જ છે. ભલે પછી તે ક્રિયા સાધુની હોય કે ગૃહસ્થની હોય. અહીં મહત્ત્વનો તફાવત એ છે, કે ગૃહસ્થ એ હિંસા કરે છે. હિંસાના ઉત્પાદક છે. જ્યારે સાધુની ક્રિયામાં આશય ન હોવા છતાં કથંચિત્ હિંસા થઇ જાય છે. હિંસાની માત્ર ઉત્પત્તિ છે. ઉત્તરપક્ષ - હિંસાના અંશને સ્વીકારીને શ્રદ્ધાપૂર્વક ઇચ્છાથી કરાતી નિયતચેષ્ટાવાળી વિહિત પ્રવૃત્તિમાં હિંસા અવર્જનીય છે. આવી અવર્જનીય હિંસાથી સંબંધિત ક્રિયામાં હિંસાના ઉત્પાદન અને ઉત્પત્તિથી ભેદ પાડવો વાસ્તવિક નથી. ગૃહસ્થને વિહિત જિનપૂજા અને સાધુને અપવાદ વિહિત નદીઉતરણ-આ બન્ને નિયતચેષ્ટાવાળા છે, વિહિત છે અને બંનેમાં હિંસા અવર્જનીયરૂપ છે. તથા ગૃહસ્થ અને સાધુ બન્ને ધર્મકૃત્ય શ્રદ્ધાપૂર્વક ઇચ્છાથી કરે છે. તેથી બન્ને સ્થળે સમાનતા હોવાથી ભેદ પાડવો યોગ્ય નથી. તેથી તમે કરેલી કપોળ કલ્પના માત્ર મુગ્ધ જીવોને આનંદ આપે - સમજુને નહિ જો હિંસાથી સંલગ્ન ધર્મપ્રવૃત્તિમાં તે ધર્મ હિંસાથી સાધ્ય હોવાથી ‘સાધ્યત્વ' નામના વિષયરૂપે જિનપૂજા કરતા ગૃહસ્થની પ્રવૃત્તિ હિંસાવિષયક અને હિંસાજનક ગણાતી હોય, તો સાધુની નદીઉતરપ્રવૃત્તિ પણ તેવી કેમ ગણાય નહિ? અને યતનાના અંશથી હિંસાનો પરિહાર તો ઉભય સ્થળે સમાન જ છે. શંકાઃ- સાધુની કૃતિ(=પ્રયત્ન)માં હિંસાત્વથી અવચ્છિન્ન સાધ્યતારૂપ વિષયતા નથી. અર્થાત્ સાધુની કોક આપવાદિક પ્રવૃત્તિમાં હિંસા હોવા છતાં સર્વત્ર હિંસાથી સાધ્ય પ્રવૃત્તિ નથી. અર્થાત્ સામાન્યથી સાધુની પ્રવૃત્તિ નિરવદ્ય હોય છે. સમાધાન -એમતો જયણામાં પ્રવૃત્ત ગૃહસ્થની પણ બધી પ્રવૃત્તિઓ હિંસાથી સાધ્ય નથી અને જયણાહીન
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy