SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક કાવ્ય-૧૫ तदापत्तेर्देवतासान्निध्यमपि निष्फलमहङ्कारममकारान्यतररूपस्य सान्निध्यस्य वीतरागदेवताऽनाप्ते सम्भवात् (तानयेऽसम्भवात्) । न च चाण्डालादिस्पर्शनाश्या प्रतिष्ठाजनिता प्रतिमागता शक्तिरेव कल्पनीयेति, आत्मनिष्ठफलोद्देशेन क्रियमाणस्यात्मगतकिञ्चिदतिशयजनकत्वकल्पनाया एवौचित्यात् । अत एवात्मगतातिशयस्य समानाधिकरणपार्यान्तिकमुक्तिफलकत्वमप्युपपद्यते। तदाह-यस्याः प्रतिष्ठायाः सकाशात् सा परमा प्रतिष्ठा भवेत् = स्यात्। किं स्वरूपा ? जीवायसो = जीवरूपलोहस्य सिद्धतारूपा कनकता, कस्याः ? स्थाप्ये= परमात्मनि समापत्तितः= 80+ સમાધાન :- પ્રતિષ્ઠાવિધિ પરમાત્મા પ્રત્યેની ભક્તિને પ્રગટાવવા દ્વારા જ સફળ બને છે. આ ભક્તિથી જ અદૃષ્ટ ઉત્પન્ન થાય છે. અને તે અટષ્ટ જ ફળપ્રયોજક બને છે. પ્રતિષ્ઠા પતાવી દેવામાત્રથી ફળ મળતું નથી. તેથી કેટલીકવાર પ્રતિષ્ઠાવિધિની પૂર્ણાહુતિ ન થાય, તો પણ ફળ મળે છે. અને જો પોતાની હાજરીમાત્રથી પ્રતિષ્ઠાવંસ પ્રતિષ્ઠાવિધિને અથવા અદૃષ્ટને અન્યથાસિદ્ધ બનાવી દેતો હોય, તો સંસ્કારધ્વંસ દ્વારા અનુભવને (અહીં ‘અનુભવÜસદ્વારા સંસ્કારને’ એવો પાઠ વધુ સંગત લાગે છે.) અને દાનવગેરેષ્વસદ્વારા અદૃષ્ટને અન્યથાસિદ્ધ જાહેર કરવો પડે. ટૂંકમાં તમે કલ્પેલા ‘અદૃષ્ટ’ ગુણને જ અન્યથાસિદ્ધ કહી દેવો પડે, કારણ કે દરેક સ્થળે તે-તે ધ્વંસ તો હોવાનો જ અને એ ધ્વંસ સાદિ અનંતકાળ રહેવાનો જ. તેથી સર્વત્ર તે-તે ધ્વંસને જ કારણ માનવા પડશે. જે દૃષ્ટ કે ઇષ્ટ નથી. અદષ્ટ આત્મગુણ હોવાથી આત્મનિષ્ઠ છે. પ્રતિષ્ઠાવંસ પ્રતિમાગત છે, કારણ કે પ્રતિષ્ઠા વિધિ પ્રતિમામાં થઇ છે. શંકા ઃ- પ્રતિષ્ઠાવિધિથી પ્રતિમામાં તે-તે દેવતાનું સાન્નિધ્ય આવે છે, અર્થાત્ જે દેવની પ્રતિમા હોય, તે દેવ તે પ્રતિમામાં અધિષ્ઠિત થાય છે અને તે દેવ જ પોતાની પ્રતિમાની પૂજા કરનારને ફળ આપે છે. છે સમાધાન :- આ વાત પણ વીતરાગ દેવની પ્રતિમા અંગે નિષ્ફળ છે, કારણ કે આમ કહેવાથી તો એમ સિદ્ધ થયું કે અધિષ્ઠિત થયેલો દેવ અહંકાર અને મમકારથી યુક્ત છે. તે કાં તો પ્રતિમાને ‘હું’ સ્વરૂપે જુએ છે, કાં તો ‘મારી પ્રતિમા’ એમ ‘મારું’ એ રૂપે જુએ છે.... તથા ‘આ મારી પૂજા કરે છે, માટે આનું કલ્યાણ કરું' એવી બુદ્ધિ ધરાવે છે. મોક્ષમાં ગયેલા વીતરાગની પ્રતિમાઅંગે આવી કલ્પના કરવી ઉચિત નથી. વીતરાગ ‘હું અને મારું’ની કલ્પનામાં પડતા નથી. શંકા ઃ- ચંડાળવગેરેએ અડકેલી પ્રતિમાની પૂજા ફળદાયક બનતી નથી. તેથી એ પ્રતિમા અપૂજનીય બની જાય છે. એ સિવાયની પ્રતિષ્ઠિત પ્રતિમા પોતે જ પૂજકને ફળ દેનારી બને છે. આમ હોવાથી નિશ્ચય થાય છે કે પ્રતિમામાં જ ફળ દેવાની શક્તિ છે અને તેનામાં આ શક્તિ પ્રતિષ્ઠાવિધિથી આવે છે. સમાધાન :- પૂજાનું ફળ આત્માને મળવાનું છે, અર્થાત્ પૂજાના ફળના આધારતરીકે આત્મા ઇષ્ટ છે. આવા ઉદ્દેશથી જ પ્રતિષ્ઠાવિધિ કરાય છે. પ્રતિષ્ઠાવિધિથી ઉત્પન્ન થતાં અતિશયનો આધાર પણ આત્મા જ હોય તે ઉચિત છે. પ્રતિષ્ઠાવિધિથી ઉત્પન્ન થતો અતિશય પૂજાના ફળનો પ્રયોજક છે. એ આપણને બન્નેને સંમત છે. આ અતિશયને પ્રતિમામાં રહેલો માનવામાં દોષ એ છે કે ‘અતિશયરૂપ કારણ ભિન્ન આધારમાં(=પ્રતિમામાં) રહેલું છે, અને પૂજાના ફળરૂપ કાર્ય ભિન્ન અધિકરણમાં(=આત્મામાં) ઉત્પન્ન થાય છે.' આમ તમારા મતે કાર્ય અને કારણ ભિન્ન આધારમાં રહેલા માનવા પડશે. જે તમને જ પસંદ નથી. કારણ કે તમે કાર્ય અને કારણને એક જ આધારમાં રહેલા માનો છો( =કાર્ય અને કારણનું એકાધિકરણ્ય માનો છો.) તેથી પૂજાના ફળરૂપ કાર્ય અને તેમાં પ્રયોજક અતિશય બન્નેને આત્મનિષ્ઠ(આત્મામાં રહેલા) માનવા વધુ યોગ્ય છે. આમ માનવાથી જ ‘આત્મામાં રહેલો આ અતિશય પોતાને સમાનાધિકરણ (સમાન અધિકરણ=આધારવાળો) મોક્ષરૂપ અંતિમ ફળને દેનારો બને છે.’ અર્થાત્ જે આત્મામાં આ અતિશય આવે, એ જ આત્મામાં મોક્ષરૂપ ફળ પણ આવે તેમ કહેવું સંગત થશે. અર્થાત્ ‘પ્રતિષ્ઠાવિધિથી આત્મામાં
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy